Jio Rs 299 Recharge Plan: ટેલિકૉમ કંપનીઓ પોતાના ગ્રાહકોને જાળવી રાખવા તેમજ નવા ગ્રાહકોને આકર્ષવા માટે વ્યાજબી દરના રિચાર્જ પ્લાન, OTT પ્લેટફોર્મ્સના સબ્સ્ક્રીપ્શન સહિત અવનવી ઑફરો પુરી પાડતી હોય છે.
દરેક ટેલિકોમ કંપનીઓ ગ્રાહકોને ધ્યાનમાં રાખીને પોતાના પ્લાન ડિઝાઈન કરે છે. એવામાં એરટેલ દ્વારા ભલે પોતાનો 299 રૂપિયાનો રિચાર્જ પ્લાન હટાવી દેવામાં આવ્યો હોય, પરંતુ Jio દ્વારા પોતાના પોર્ટફોલિયોમાં હજુ પણ રૂ. 299નો પ્લાન મળે છે.
299ના રિચાર્જમાં 28 દિવસની વેલિડિટી અને અઢળક ફાયદા
Jio તરફથી આપવામાં આવતા 299 રૂપિયાના રિચાર્જ પ્લાનમાં યુઝર્સને 28 દિવસની વેલિડિટી ઉપરાંત અઢળક બેનિફિટ્સ મળે છે. Jioના સત્તાવાર પોર્ટલ પર રૂ.299નું રિચાર્જ પ્લાન ઉપલબ્ધ છે. જેમાં કૉલિંગ, ડેટા અને SMS વગેરેની સુવિધા મળે છે. તો ચાલો તેના વિશે વિગતવાર જાણીએ..
Jioના 299 રૂપિયાના રિચાર્જ પ્લાનમાં યુઝર્સને અનલિમિટેડ કૉલિંગનો ફાયદો મળે છે, જેમાં રોમિંગ પણ સામેલ છે. આ પ્લાનમાં યુઝર્સને ડેઈલી 1.5 GB ડેટા એક્સેસની સુવિધા સાથે કુલ 42 GB ડેટા વાપરવા મળે છે. આ સિવાય દરરોજ 100 ફ્રી SMSની સુવિધા પણ મળે છે.
જિયોના 299 રૂપિયાના રિચાર્જ પ્લાનમાં 28 દિવસની વેલિડિટી મળે છે. આ સાથે જ તેમાં Jio સ્પેશિયલ બેનિફિટ્સ પણ મળે છે. જેમાં Jio Hotstatનું સબ્સ્ક્રીપ્શન મળે છે. જો કે તેમાં ટાઈમ લાઈન મેન્શન નથી. Jioના રિચાર્જ પ્લાન સાથે 18 મહિના માટે ગૂગલ જેમિનાઈ પ્રો પ્લાન 18 મહિના માટે ફ્રી મળે છે.
