Vande Bharat Fare: ભારતમાં કરોડો લોકો રોજ ટ્રેનમાં મુસાફરી કરે છે. દેશમાં રોજ હજારો ટ્રેન ચાલે છે. હાલ દેશમાં સૌથી ફાસ્ટ ટ્રેન વંદે ભારત એક્સપ્રેસ છે, જે રેલવે દ્વારા વર્ષ 2019માં શરૂ કરવામાં આવી હતી. ત્યારથી દેશમાં 100થી વધુ વંદે ભારત એક્સપ્રેસ ચાલી રહી છે. આજથી દેશમાં પ્રથમ વંદે ભારત મેટ્રોની શરૂઆત થવા જઈ રહી છે. આગામી સમયમાં વંદે ભારત સ્લીપરની શરૂઆત પણ થશે. ત્યારે જાણો વંદે ભારત ટ્રેન, મેટ્રો અને સ્લીપરના ભાડામાં કેટલો તફાવત છે.
વંદે ભારત એક્સપ્રેસનું ભાડું
- ભારતમાં વિવિધ રૂટ પર વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન ચાલે છે.
- આ ચેર કારનું ભાડું ટ્રેનના કોચ અને મુસાફરીના રૂટ પર આધાર રાખે છે.
- ઉદાહરણ તરીકે, કોટાથી ઉદયપુર જતી વંદે ભારત એક્સપ્રેસમાં ચેર કારનું ભાડું 745 રૂપિયા અને એક્ઝિક્યુટિવ ચેર કારનું ભાડું 1465 રૂપિયા છે.
- જ્યારે બાજી બાજુ, કોટાથી આગ્રા જતી વંદે ભારત એક્સપ્રેસમાં ચેર કારનું ભાડું 830 રૂપિયા અને એક્ઝિક્યુટિવ ચેર કારનું ભાડું 1635 રૂપિયા છે.
વંદે ભારત મેટ્રોનું ભાડું
- આજથી દેશમાં પ્રથમ વંદે ભારત મેટ્રોની શરૂઆત થઈ રહી છે. આ મેટ્રો ટ્રેન ભુજથી અમદાવાદ સુધી દોડશે.
- વંદે ભારત મેટ્રો ન્યનત્તમ ભાડું 30 રૂપિયા (GST સામેલ) છે.
- વંદે ભારત મેટ્રોની સિઝન ટિકિટ પણ મળશે. જેમાં વીકલી ટિકિટના 7 રૂપિયા, 15 દિવસની ટિકિટના 15 રૂપિયા અને મંથલી ટિકિટના 20 રૂપિયા છે.
વંદે ભારત સ્લીપરનું ભાડું
- દેશમાં ટૂંક સમયમાં વંદે ભારત સ્લીપર ટ્રેનની શરૂઆત થવાની છે.
- વંદે ભારત સ્લીપર ટ્રેન સંપૂર્ણ એસી ટ્રેન હશે.
- આ ટ્રેનમાં થ્રી ટાયર, ટુ ટાયર અને ફર્સ્ટ ક્લાસ એસી કોચ હશે.
- આમાં ફર્સ્ટ ક્લાસનું ભાડું રૂ. 3000 થી રૂ. 3500 સુધીનું હશે.
- સેકન્ડ એસીનું ભાડું રૂ. 2000 થી રૂ. 2500 સુધીનું હશે.
- થર્ડ એસીનું ભાડું રૂ. 1500 થી રૂ. 2000 સુધીનું હશે.