Ahmedabad-Bhuj Vande Metro: આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દેશને પ્રથમ વંદે ભારત મેટ્રો ટ્રેનની ભેટ આપવાના છે. તેઓ ભુજ અને અમદાવાદ વચ્ચે વંદે ભારત મેટ્રો ટ્રેનને લીલી ઝંડી બતાવવાના છે. આ સાથે જ તેઓ અન્ય વિવિધ વંદે ભારત ટ્રેનો અને રૂ. 8,000 કરોડથી વધુ મૂલ્યના અનેક મોટા વિકાસ પ્રોજેક્ટ્સનું પણ ઉદ્ઘાટન કરશે. ત્યારે જાણો વંદે ભારત મેટ્રો ટ્રેનનો રૂટ, શેડ્યૂલ અને અન્ય મહત્વપૂર્ણ જાણકારી.
ભુજ-અમદાવાદ વંદે ભારત મેટ્રો (Ahmedabad-Bhuj Vande Bharat Metro)
- આજથી શરૂ થઈ રહેલી વંદે ભારત મેટ્રો ટ્રેન (94801) અમદાવાદથી દરરોજ (શનિવાર સિવાય) સાંજે 5:30 વાગ્યે ઉપડશે, જે રાત્રે 11:10 વાગ્યે ભુજ પહોંચશે.
- વંદે ભારત મેટ્રો ટ્રેન (94801) ભુજથી દરરોજ (રવિવાર સિવાય) સવારે 5:05 વાગ્યે ઉપડશે, જે સવારે 10:50 વાગ્યે અમદાવાદ પહોંચશે.
- આ ટ્રેન સાબરમતી, ચાંદલોડિયા, વિરમગામ, ધ્રાંગધ્રા, હળવદ, સામખીયાળી, ભચાઉ, ગાંધીધામ અને અંજાર સ્ટેશન પર સ્ટોપ કરશે.
- વંદે ભારત મેટ્રો એક સેમી-હાઈ સ્પીડ ટ્રેન છે. આ નવી વંદે ભારત મેટ્રો ટ્રેન 360 કિમીની મુસાફરી માત્ર 5 કલાક 45 મિનિટમાં પૂર્ણ કરશે. ટ્રેનની ટોપ સ્પીડ 110 કિમી પ્રતિ કલાક હશે.
- વંદે ભારત મેટ્રો ટ્રેનની ટિકિટનું લઘુત્તમ ભાડું 30 રૂપિયા હશે.
- આ વંદે ભારત મેટ્રો ટ્રેનમાં 12 કોચમાં 1,150 મુસાફરોની બેઠક ક્ષમતા હશે.