Strait of Hormuz Attack: હોર્મુઝની સામુદ્રધુની (Strait of Hormuz) નજીક ઓમાનના તટ પર એક વાણિજ્યિક જહાજ 'MT સેટ્ટેબેલો' પર અમેરિકા દ્વારા હુમલો કરવામાં આવ્યો છે. આ હુમલામાં બે ભારતીય નાવિકોના મોતની પુષ્ટિ થઈ છે. વધુમાં, જહાજના ચીફ એન્જિનિયર લાપતા હતા, તેમનો મૃતદેહ મળી આવતા હવે ત્રણ ભારતીયોના મોત થયા છે.
21 ભારતીયોનો બચાવ, ત્રણ નાવિકના મોત
ભારતીય વિદેશ મંત્રાલય (MEA) ના જણાવ્યા અનુસાર, આ જહાજ પર કુલ 24 ભારતીય ક્રૂ સભ્યો સવાર હતા, જેમાંથી 21 લોકોને સુરક્ષિત બચાવી લેવામાં આવ્યા છે. પરંતુ, કમનસીબે બે નાવિકોએ જીવ ગુમાવ્યો અને એક હજુ લાપતા છે. ફોરવર્ડ સીમેન યુનિયન ઓફ ઈન્ડિયા (FSUI) મહાસચિવ મનોજ યાદવે માહિતી આપી કે, આ ત્રણેય નાવિકો ભારતના હિમાચલ પ્રદેશ, દેવરિયા (ઉત્તર પ્રદેશ) અને આંધ્ર પ્રદેશના વતની છે. લાપતા ચીફ એન્જિનિયરનો મૃતદેહ પણ મળી આવતા હવે ત્રણ ભારતીયોના મોતની પુષ્ટિ કરવામાં આવી છે.
It is deeply unfortunate to learn of the tragic incident aboard the Palau-flagged MT Settebello. Sadly, three Indian seafarers initially reported missing are now confirmed dead after bodies have been located and identified.
— Sarbananda Sonowal (@sarbanandsonwal) June 11, 2026
This is a profound loss to our maritime family. The…
"અમેરિકાને જાણકારી હતી" FSUI નો આક્ષેપ
FSUI મહાસચિવ મનોજ યાદવે આ ઘટના અંગે શોક વ્યક્ત કરી અને અમેરિકી નૌસેના પર ગંભીર સવાલ ઉઠાવતા દાવો કર્યો કે, "મને 101 ટકા ખાતરી છે કે અમેરિકી નૌસેનાને જહાજ પર સવાર ભારતીય અને વિદેશી નાગરિકોની રાષ્ટ્રીયતા વિશે બરાબર જાણકારી હતી. જો જહાજે તેમની સૂચનાઓનું પાલન નહોતું કર્યું, તો તેમના પર હુમલો કરવાને બદલે તેમને કસ્ટડીમાં લેવા તે વધુ યોગ્ય વિકલ્પ હતો. હાલ જહાજ સાથેનો સંપર્ક ખોવાયો છે."
વિદેશ મંત્રાલય દ્વારા બચાવ કામગીરી શરૂ
ભારતીય વિદેશ મંત્રાલયે આ હુમલાની કડક શબ્દોમાં નિંદા કરી છે. મંત્રાલયે આશ્વાસન આપ્યું છે કે ઓમાન સ્થિત ભારતીય દૂતાવાસ સમગ્ર સ્થિતિ પર ચાંપતી નજર રાખી રહ્યું છે. લાપતા નાગરિકની શોધ અને બચાવ કામગીરી (Search and rescue operation) માટે દૂતાવાસ ઓમાનના સ્થાનિક સત્તાવાળાઓ સાથે સક્રિયપણે સંકલન કરી રહ્યું છે.
