US-Iran war, US attack on Tehran: પશ્ચિમ એશિયામાં યુદ્ધના ભણકારા વાગી રહ્યા છે. અમેરિકન સેનાએ બુધવારે ઈરાનના અનેક સૈન્ય ઠેકાણાઓ અને તેહરાન સહિતના શહેરો પર જોરદાર હુમલાઓ શરૂ કરી દીધા છે. અમેરિકન સેન્ટ્રલ કમાન્ડ (CENTCOM) દ્વારા 'X' પર એક પોસ્ટ દ્વારા આ સૈન્ય કાર્યવાહીની સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી છે.
અમેરિકાએ હુમલાને આત્મરક્ષા ગણાવ્યો
આ પણ વાંચો
અમેરિકન સત્તાધીશોના જણાવ્યા અનુસાર, ઈરાન પર કરવામાં આવેલા આ હુમલાઓ સ્વબચાવ એટલે કે આત્મરક્ષાના ભાગરૂપે કરવામાં આવ્યા છે. તાજેતરમાં હોર્મુઝની ખાડી (Strait of Hormuz) માં પેટ્રોલિંગ કરી રહેલા અમેરિકાના AH-64 અપાચે હેલિકોપ્ટરને ઈરાન દ્વારા તોડી પાડવામાં આવ્યું હતું, જેના જવાબમાં અમેરિકાએ આ મોટી કાર્યવાહી કરી છે.
અમેરિકી કેન્દ્રીય કમાન્ડના નિવેદન મુજબ, રાષ્ટ્રપતિ અને કમાન્ડર-ઇન-ચીફ ડોનાલ્ડ ટ્રમ્પના સીધા નિર્દેશ પર આ હુમલાઓ કરવામાં આવી રહ્યા છે. અમેરિકાએ તેના આ અભિયાનને ઈરાન દ્વારા કરવામાં આવતી સતત અને અયોગ્ય આક્રમકતાનો જડબાતોડ જવાબ ગણાવ્યો છે.
Strait of Hormuz "closed to all vessels," says Iran's IRGC amid escalating tensions
— ANI Digital (@ani_digital) June 11, 2026
Read @ANI Story | https://t.co/GYSkF0GgaJ#Iran #IRGC #Hormuz pic.twitter.com/g19ntinyc0
ઈરાનનો વળતો પ્રહાર: હોર્મુઝની ખાડી બંધ
અમેરિકાના આ હુમલાઓની આકરી નિંદા કરતા ઈરાને પણ વળતો પ્રહાર કર્યો છે. ગુરુવારે ઈરાનની ટોચની સંયુક્ત સૈન્ય કમાન્ડે જાહેરાત કરી છે કે તેઓ હોર્મુઝની ખાડીને સંપૂર્ણપણે બંધ કરી રહ્યા છે. આ પ્રતિબંધમાં ઓઇલ ટેન્કરો અને તમામ કોમર્શિયલ જહાજોનો પણ સમાવેશ થાય છે. ઈરાની સેનાએ સીધી ચીમકી ઉચ્ચારી છે કે જો કોઈપણ જહાજ આ માર્ગેથી પસાર થવાનો પ્રયાસ કરશે, તો તેના પર ગોળીબાર કરવામાં આવશે.
આ પણ વાંચો: ભારતીય ક્રૂ પર હુમલો, અમેરિકા સામે ભારતની લાલ આંખ, ફટકાર્યો 'ડિમર્ચ', જાણો શું છે આ રાજદ્વારી પગલું
વૈશ્વિક અસરો અને ક્રૂડ ઓઈલની કટોકટી
નોંધનીય છે કે, હોર્મુઝની ખાડી વૈશ્વિક ઓઇલ સપ્લાય માટે અત્યંત મહત્વપૂર્ણ અને વ્યસ્ત માર્ગ છે. બંને દેશો વચ્ચે સતત વધી રહેલા તણાવ, મિસાઈલ હુમલાઓ, ડ્રોન કાર્યવાહી અને હવે જવાબી હુમલાઓની સીધી અસર આંતરરાષ્ટ્રીય સ્તરે જોવા મળી રહી છે. હોર્મુઝની ખાડી બંધ થવાના કારણે દુનિયાભરમાં ઓઈલની કિંમતોમાં ભડકો થવાની અને આંતરરાષ્ટ્રીય દરિયાઈ વ્યાપાર પર ગંભીર અસર પડવાની શક્યતા ઊભી થઈ છે.
