'મારા મોત માટે તું જવાબદાર..'- લગ્નના દોઢ મહિના પૂર્વે વાગ્દત્તા પ્રેમી સાથે ફરાર, આઘાત ના જીરવી શકતાં મંગેતરનો વીડિયો બનાવી આપઘાત

22 નવેમ્બરના રોજ લગ્ન પણ લેવાયા હતા. જો કે યુવતીએ સગાઈ સમયે આપેલા કિંમતી દાગીના સહિત મોંઘો સામાન લઈને પ્રેમી સાથે ઘરેથી ભાગીને કોર્ટ મેરેજ કરી લીધા

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Tue, 14 Oct 2025 10:56 PM (IST)Updated: Tue, 14 Oct 2025 10:56 PM (IST)
up-crime-news-groom-suicide-after-fiancee-elopes-with-lover-ahead-of-wedding-in-moradabad
HIGHLIGHTS
  • 18 સેકન્ડનો અંતિમ વીડિયો બનાવી અનિકેતે ઝેર ગટગટાવ્યું
  • પરિવારના હાથમાં વીડિયો સામે આવતા પોલીસ ફરિયાદ

Crime News: એક તરફ ગુજરાતમાં અલગ-અલગ સમાજમાં પ્રેમલગ્ન અટકાવવા માટે લગ્નની નોંધણીમાં માતા-પિતાની સહમતિ તેમજ લગ્નના રજિસ્ટ્રેશનને લઈને કડક કાયદો બનાવવાની માંગ ઉઠી રહી છે. એવામાં ઉત્તર પ્રદેશના મોરાદાબાદમાંથી એક ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. જેમાં લગ્નના દોઢ મહિના પહેલા યુવતી પોતાના પ્રેમી સાથે ફરાર થઈ ગઈ હતી. આ બાબતની જાણ થતાં હતાશ મંગેતરે ઝેરી દવા ગટગટાવી જિંદગી ટૂંકાવી દીધી છે.

આ અંગે પ્રાપ્ત વિગતો પ્રમાણે મુરાદાબાદના સિવિલ લાઈન્સ વિસ્તારની આદર્શ કોલોનીમાં રહેતા અનિકેતની સગાઈ પોતાની જ કોલોનીમાં રહેતી યુવતી સાથે કરવામાં આવી હતી. આગામી 22 નવેમ્બરના રોજ બન્નેના લગ્ન પણ લેવાયા હતા. જેને લઈને બન્ને ઘરોમાં લગ્નની તડામાર તૈયારીઓ પણ શરૂ કરી દેવામાં આવી હતી.

જો કે અનિકેતની જે યુવતી સાથે સગાઈ થઈ હતી, તે અન્ય કોઈ યુવકના ગળાડૂબ પ્રેમમાં હતા. આટલું જ નહીં, યુવતીએ પોતાના પ્રેમી સાથે કોર્ટમાં રજિસ્ટર્ડ મેરેજ પણ કરી લીધા હતા. થોડા દિવસ પહેલા જ યુવતી પોતાના પ્રેમી સાથે ઘરેથી ભાગી ગઈ ગઈ હતી.

બે દિવસ પહેલા જ એટલે કે 12 ઓક્ટોબરના રોજ અનિકેતને આ બાબતની જાણ થતાં તેણે પોતાના ઘરમાં વીડિયો બનાવ્યા બાદ ઝેરી દવા ગટગટાવીને આપઘાત કરી લીધો હતો. બીજી તરફ પરિવારજનોએ પણ પોલીસને જાણ કર્યાં વિના અનિકેતના અંતિમ સંસ્કાર કરી નાંખ્યા હતા.

જો કે અનિકેત દ્વારા અંતિમ પગલું ભરતા પહેલા 18 સેકન્ડનો વીડિયો બનાવવામાં આવેલો વીડિયો આજે તેના પરિવારજનોના હાથમાં આવ્યો હતો. આ વીડિયોમાં અનિકેત પોતાની મંગેતરના નામનો ઉલ્લેખ કરીને કહી રહ્યું છે કે, મારા માત માટે તું જ જવાબદાર છે, બીજુ કોઈ નહીં.

આખરે અનિકેતની માતાએ પુષ્પાદેવીએ આ મામલે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોતાની ફરિયાદમાં પુષ્પાદેવીએ જણાવ્યું કે, થોડા દિવસ પહેલા જ તેમના પુત્રની મંગેતર તેના પ્રેમી સાથે ફરાર થઈ ગઈ હતી. જેનો આઘાત મારો પુત્ર જીરવી ના શક્યો અને તેણે મોતને સોડ તાણી લીધી છે.

યુવતીના પરિવારજનો પણ તેના કોર્ટ મેરેજ વિશે જાણતા હતા. જો કે જ્યાં સુધી યુવતી ફરાર ના થઈ, ત્યાં સુધી તેમણે અમને આ બાબતે ગંધ પણ આવવા નથી દીધી. અમે સગાઈમાં યુવતીને કિંમતી ઘરેણા સહિત અન્ય મોંઘો સામાન પણ આપ્યો હતો, જે તમામ લઈને તે પોતાના પ્રેમી સાથે ભાગી ગઈ છે. હાલ તો પોલીસ મૃતકની માતાની ફરિયાદના આધારે આ મામલે આગળની કાયદેસરની કાર્યવાહી કરી રહી છે.