Railway Bonus: રેલવે કર્મચારીઓ માટે સારા સમાચાર… સરકાર 78 દિવસના વેતન જેટલું બોનસ આપશે

રેલવે કર્મચારીને 78 દિવસના વેતન જેટલું બોનસ મળશે. સરકારના નિવેદન મુજબ આ બોનસ લગભગ 10.90 લાખ કર્મચારીઓને આપવામાં આવશે.

By: Kajal ChauhanEdited By:Kajal ChauhanPublish Date: Wed, 24 Sep 2025 04:19 PM (IST)Updated: Wed, 24 Sep 2025 04:19 PM (IST)
union-cabinet-approves-1865-cr-plb-for-railway-employees

Diwali Bonus For Railway Employees 2025: રેલવે કર્મચારીઓ માટે સારા સમાચાર સામે આવ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકારે તહેવારોની સિઝનને ધ્યાનમાં રાખીને બોનસની એક મોટી જાહેરાત કરી છે. આ નિર્ણયથી દેશભરના લગભગ 10.90 લાખથી વધુ રેલવે કર્મચારીઓને મોટો ફાયદો થશે.

કેટલું બોનસ મળશે

કેન્દ્રીય મંત્રીમંડળે 24 સપ્ટેમ્બરના રોજ રેલવે કર્મચારીઓ માટે ઉત્પાદકતા-આધારિત બોનસને મંજૂરી આપી દીધી છે. કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું કે આ બોનસ કર્મચારીઓના 78 દિવસના પગાર બરાબર છે. એટલે કે કર્મચારીને 78 દિવસના વેતન જેટલું બોનસ મળશે. સરકારના નિવેદન મુજબ આ બોનસ લગભગ 10.90 લાખ કર્મચારીઓને આપવામાં આવશે.

કોને મળશે બોનસનો લાભ

સરકાર આ બોનસ માટે 1866 કરોડ ખર્ચ કરશે. દરેક કર્મચારી માટે બોનસની મહત્તમ મર્યાદા 17,951 નક્કી કરવામાં આવી છે. આ બોનસનો લાભ ટ્રેક મેન્ટેનર, લોકો પાઇલટ, ટ્રેન મેનેજર (ગાર્ડ), સ્ટેશન માસ્ટર, સુપરવાઇઝર, ટેકનિશિયન, ટેકનિશિયન હેલ્પર, પોઈન્ટ્સમેન, મિનિસ્ટીરિયલ સ્ટાફ અને અન્ય ગ્રુપ ‘C’ કર્મચારીઓ સહિત અનેક શ્રેણીના કર્મચારીઓને મળશે.

રેલવે યુનિયનોની માંગ

રેલવે કર્મચારીઓના સંગઠનોએ સરકાર પાસે ઉત્પાદકતા બોનસ વધારવા અને આઠમા પગાર પંચની સ્થાપના માટે ગેઝેટ નોટિફિકેશન બહાર પાડવાની માંગ કરી છે. ભારતીય રેલવે કર્મચારી મહાસંઘ (IREF) એ જણાવ્યું છે કે હાલમાં બોનસ છઠ્ઠા પગાર પંચના લઘુત્તમ વેતન 7000 ના આધારે આપવામાં આવે છે, જ્યારે સાતમા પગાર પંચ મુજબ કર્મચારીઓનું લઘુત્તમ વેતન 18,000 છે. તો બોનસ વર્તમાન પગાર માળખા મુજબ આપવાની માંગ કરી છે. ગત વર્ષે પણ 3 ઓક્ટોબરે કેન્દ્રીય મંત્રીમંડળે 11.72 લાખથી વધુ રેલવે કર્મચારીઓ બોનસની જાહેરાત કરી હતી.

આ પણ વાંચો: