Ahmedabad To Statue of Unity Train: સ્ટેચ્યુ ઓફ યુનિટી આપણા ગુજરાતનું મુખ્ય આકર્ષણ છે. વર્ષે દેશ વિદેશમાંથી લાખો લોકો અહીંની મુલાકાત લે છે એમાં પણ ખાસ કરીને ચોમાસાની સિઝનમાં અહીંંની સુંદરતા જોવા જેવી હોય છે. જો તમે ટ્રેન દ્વારા અમદાવાદથી સ્ટેચ્યુ ઓફ યુનિટી જવાનો પ્લાન બનાવી રહ્યા છો તો અમે તમને એવી ટ્રેન વિશે માહિતી આપીશું જે તમે ખૂબ સસ્તામાં સ્ટેચ્યુ ઓફ યુનિટી પહોંચાડશે.
Ahmedabad to Statue of Unity Train (અમદાવાદથી સ્ટેચ્યુ ઓફ યુનિટી ટ્રેન)
અમદાવાદથી સ્ટેચ્યુ ઓફ યુનિટી જવા માટે તમારે અમદાવાદથી એકતાનગરની ટ્રેન બુક કરાવવી પડશે, આ ટ્રેન તમને એકતાનગર રેલવે સ્ટેશન ઉતારશે. આ ટ્રેનનું નામ જન શતાબ્દી એક્સપ્રેસ છે. જેમાં તમારે ટિકિટ બુકિંગ કરાવવાની રહેશે.
Ahmedabad to Statue of Unity Train Time
અમદાવાદથી રોજ માત્ર એક જ ટ્રેન એકતાનગરની (કેવડિયા) હોય છે. આ ટ્રેન સવારે 7.55 વાગ્યે અમદાવાદ કાલુપુર કે મણિનગર રેલવે સ્ટેશનથી મળી જશે. જે વડોદરા, આણંદ, નડિયાદ થઈને તમને 10.50 એકતાનગર પહોંચાડી દેશે. અહીંથી તમે વિવિધ સ્થળોએ જવા માટે કેબ, બસ કરાવી શકશો.
Ahmedabad to Statue of Unity Train Price
અમદાવાદથી સ્ટેચ્યુ ઓફ યુનિટી જવા માટે જન શતાબ્દી એક્સપ્રેસમાં સિટિંગ બેઠકની ટિકિટની કિંમત 120 રુપિયા છે. જો તમે તત્કાલમાં બુકિંગ કરાવશો તો 130 રુપિયા ચુકવવા પડશે. આ સિવાય તમે ચેર કેબિનની ટિકિટ પણ કરાવી શકો છો જેની કિંમત 525 રુપિયા છે.
Ahmedabad to Statue of Unity Train Booking
ટિકિટ બુકિંગ કરાવવા માટે તમે ઓનલાઈન અને ઓફલાઈન બંને રીતે કરાવી શકો છો. ઓફલાઈન માટે તમારે રેલ્વે સ્ટેશન પર જઈને બુકિંગ કરાવવું પડશે. ઓનલાઈન બુકિંગ તમે IRCTC પર જઈને કરાવી શકો છો.
