Twisha Sharma: CBI તપાસમાં મોટો ખુલાસો, પતિ-પત્ની વચ્ચે 'વો' ની એન્ટ્રી, સમર્થને પ્રેગ્નન્સી પર હતી શંકા

CBI દ્વારા ત્વિશાના સાસુ અને પતિની અલગ-અલગ પૂછપરછ કરવામાં આવી હતી.

By: Purvalak DabhiEdited By:Purvalak DabhiPublish Date: Sun, 31 May 2026 09:01 AM (IST)Updated: Sun, 31 May 2026 09:01 AM (IST)
twisha-sharma-death-case-cbi-invesigation-pragnacy-and-extramarital-affair
HIGHLIGHTS
  • ત્વિષા શર્મા શંકાસ્પદ કેસમાં CBI તપાસ
  • પતિ-પત્ની વચ્ચે 'ત્રીજા' વ્યક્તિની એન્ટ્રી

Twisha Sharma death case: ભોપાલમાં મોડલ અને એક્ટર ત્વિષા શર્માના શંકાસ્પદ મોતના કેસમાં CBI દ્વારા ચાલી રહેલી તપાસમાં મોટા ખુલાસા થઈ રહ્યા છે. 12 મેના રોજ ત્વિષાનો મૃતદેહ તેની સાસરીમાં ફાંસીના ફંદે લટકતો મળ્યો હતો. ત્વિષાના પરિવારે દહેજ, હત્યા અને ઉત્પીડનનો આરોપ લગાવ્યો છે. હવે આ કેસની CBI તપાસમાં પતિ-પત્ની વચ્ચે કોઈ 'ત્રીજા' વ્યક્તિની એન્ટ્રી અને કેમિકલ ડ્રગ્સના સેવનની વાત સામે આવી છે.

પતિને પ્રેગ્નન્સી પર શંકા અને 'અમિત' ની એન્ટ્રી

સૂત્રોના જણાવ્યા અનુસાર, CBI તપાસમાં જાણવા મળ્યું છે કે ત્વિષા અને તેના પતિ સમર્થના જીવનમાં 'અમિત' નામના કોઈ ત્રીજા વ્યક્તિની દખલ હતી, જેના કારણે તપાસ હવે આ દિશામાં કેન્દ્રિત થઈ છે. સમર્થને ત્વિષાની પ્રેગ્નન્સી પર પણ શંકા હતી. પૂછપરછમાં સમર્થે દાવો કર્યો છે કે તે સુરક્ષિત સંબંધ બાંધતો હતો, તેથી બાળક તેનું ન હોઈ શકે. આ બાબતે બંને વચ્ચે વિવાદ વધ્યો હતો.

ડ્રગ્સનું સેવન અને ડોક્ટરની ગર્ભપાતની સલાહ

તપાસમાં એવું પણ સામે આવ્યું છે કે, પતિ-પત્ની બંને કેમિકલ નશો કરતા હતા. આ નશાના કારણે ગર્ભસ્થ શિશુ પર ગંભીર આડઅસર થવાની શક્યતા હોવાથી, ડોક્ટરે તેમને ગર્ભપાત (abortion) કરાવવાનું સૂચન કર્યું હતું. આ અંગે CBI ત્વિષાની સારવાર કરનાર ડોક્ટરોની પણ પૂછપરછ કરશે.

સાસુની પૂછપરછ, પૂતળાથી ક્રાઈમ રિક્રિએશન

CBI દ્વારા શનિવારે ત્વિશાના આરોપી સાસુ રિટાયર્ડ જજ ગિરિબાલા સિંહ અને પતિ સમર્થની અલગ-અલગ પૂછપરછ કરી હતી. ગિરિબાલાને જ્યારે પૂછવામાં આવ્યું કે તેમણે સમર્થને કેમ ભગાડ્યો હતો. તો તેમણે જવાબ આપ્યો કે સમર્થ નશામાં હતો, તેથી તેઓ ડરી ગયા હતા. હવે CBI સત્ય જાણવા માટે દિલ્હીથી ફોરેન્સિક ટીમની મદદ લેશે અને 80 કિલોના પૂતળાનો ઉપયોગ કરીને ક્રાઈમ સીન રિક્રિએટ કરશે.

સમર્થે દાવો કર્યો હતો કે, તેણે ત્વિષાના મૃતદેહને નીચે ઉતાર્યો હતો અને સાસુ ગિરિબાલાએ ગળાની ગાંઠ ખોલી હતી. હવે પરીક્ષણ દરમિયાન સમર્થ અને ગિરિબાલાએ આ પ્રક્રિયા ડમી સાથે ફરીથી દોહરાવવી પડશે. ફાંસી માટે વપરાયેલા બેલ્ટની પણ ફોરેન્સિક તપાસ થશે જેથી જાણી શકાય કે તે કેટલું વજન સહન કરી શકે છે.

કોન્સ્ટેબલની વિડિયોગ્રાફી બની અગત્યનો પુરાવો

ભોપાલ પોલીસની શરૂઆતી તપાસમાં ખામીઓને લઈને CBI ભલે નારાજ હોય, પરંતુ કટારા હિલ્સ પોલીસ સ્ટેશનના કોન્સ્ટેબલ રાઘવેન્દ્રની સમજદારી એજન્સી માટે ખૂબ જ મદદરૂપ સાબિત થઈ છે.

ઘટના પછી પોલીસ પહેલીવાર આરોપીઓ સાથે ઘરે પહોંચી ત્યારે રાઘવેન્દ્રએ 34 મિનિટની સતત વિડિયોગ્રાફી કરી હતી. આ વિડિયોથી CBIને ઘટનાસ્થળની વાસ્તવિક સ્થિતિ સમજવામાં અને તથ્યો ચકાસવામાં મદદ મળી છે. CBI અધિકારીઓએ રાઘવેન્દ્રની કામગીરીની પ્રશંસા કરી છે અને તેને પુરસ્કાર આપવાની ભલામણ પણ કરી છે.