Transactions Trend:દેશમાં આર્થિક વ્યવહારોમાં બદલાયો ટ્રેન્ડ; ATMમાંથી ઉપાડવામાં આવતા પૈસાની તુલનામાં ક્રેડિટ કાર્ડથી થતો ખર્ચ પ્રથમ વખત વધ્યો

દેશમાં ડિજિટલ પેમેન્ટના વધી રહેલા વ્યાપ વચ્ચે ક્રેડિટ કાર્ડ મારફતે કરવામાં આવતી ચુકવણી અને ATMમાંથી પૈસા ઉપાડવાને લગતી કેટલીક રસપ્રદ માહિતી સામે આવી છે. ગયા ઓક્ટબર મહિના દરમિયાન પ્રથમ વખત ક્રેડિટ કાર્ડ મારફતે થતો ખર્ચ એ ATM માંથી ઉપાડવામાં આવતા પૈસા કરતાં વધી ગયા છે

By: Nilesh ZinzuwadiaEdited By:Nilesh ZinzuwadiaPublish Date: Wed, 25 Nov 2026 10:23 AM (IST)Updated: Wed, 25 Nov 2026 10:23 AM (IST)
trend-in-financial-transactions-in-country-shifted-for-first-time-spending-via-credit-cards-has-surpassed-the-amount-of-cash-withdrawn-from-atms

Transactions Trend:દેશમાં ડિજિટલ પેમેન્ટના વધી રહેલા વ્યાપ વચ્ચે ક્રેડિટ કાર્ડ મારફતે કરવામાં આવતી ચુકવણી અને ATMમાંથી પૈસા ઉપાડવાને લગતી કેટલીક રસપ્રદ માહિતી સામે આવી છે. ગયા ઓક્ટબર મહિના દરમિયાન પ્રથમ વખત ક્રેડિટ કાર્ડ મારફતે થતો ખર્ચ એ ATM માંથી ઉપાડવામાં આવતા પૈસા કરતાં વધી ગયા છે, જે દેશમાં આર્થિક વ્યવહારને લઈ આવી રહેલા પરિવર્તનને દર્શાવે છે.

ATMમાંથી ઉપાડવામાં આવતી રોકડનું પ્રમાણ ઘટ્યું

ગત ઓક્ટોબર મહિનામાં ક્રેડિ કાર્ડથી કરવામાં આવતા ખર્ચનું પ્રમાણ વધીને રૂપિયા 2.40 લાખ કરોડને પાર થઈ ગઈ છે. અલબત આ સાથે ATMમાંથી ઉપાડવામાં આવતી રોકડનું પ્રમાણ ઘટીને રૂપિયા 2.30 લાખ કરોડ થયું છે.

ATMમાંથી રોકડનો ઉપાડ

દેશ આર્થિક વ્યવહારોમાં જે પેટર્ન બદલાઈ રહી છે તેમાં ક્રેડિટ કાર્ડનો વધતો ઉપયોગ અને ATM મારફતે પૈસા ઉપડવાનું આ વલણ અત્યંત મહત્વનો ભાગ ભજવી રહ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે વર્ષ 2019માં ATMમાંથી રોકડનો ઉપાડ એ ક્રેડિટ કાર્ડથી થતા ખર્ચની તુલનામાં આશરે પાંચ ગણો વધારે હતો, આજે આ સમગ્ર સ્થિતિ તદ્દન બદલાતી જોવા મળે છે. આશરે 7-8 વર્ષ અગાઉ ATMમાંથી ઉપાડવામાં આવતી રોકડ અને ક્રેડિટકાર્ડ મારફતે કરવામાં આવતા ખર્ચ વચ્ચેનું અંતર સતત ઘટી રહ્યું છે. વર્ષ 2019માં જ્યારે નવેમ્બર મહિનામાં આ પ્રમાણ 470 ટકા હતું તે ઓક્ટોબર 2026માં ઘટીને 95 ટકા આસપાસ થઈ ગયું છે.

7 વર્ષની આંકડાકીય માહિતી

છેલ્લા 7 વર્ષની આંકડાકીય માહિતીને જોઈએ તો ઓક્ટોબર 2026માં ATMમાંથી ઉપાડવામાં આવેલી રકમ ક્રેડિટ કાર્ડથી કરવામાં આવતા ખર્ચના આશરે 61 ટકા હતા.સૌથી વધારે પ્રમાણે મે 2020 દરમિયાન જોવા મળ્યું હતું. તે સમયે ATMમાંથી ઉપાડવામાં આવેલી રકમ એ ક્રેડિટ કાર્ડના વ્યવહારમાં 3.9 ગણો હતો. દરમિયાન વાર્ષિક ધોરણે ચિત્ર સ્પષ્ટ દર્શાવે છે કે રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાના આંકડામાં આ સતત પરિવર્તન જોવા મળી રહ્યું છે.