EPFO ​​Service:પેન્શન માટે સર્ટીફિકેટ કેવી રીતે ઓનલાઈન રજૂ કરવું? EPFOની આ સર્વિસ અંગે સંપૂર્ણ પ્રક્રિયા વિશે જાણો

EPFO Service:રિટાયરમેન્ટ બાદ પેન્શન એ કોઈ પણ વ્યક્તિની આવકનો એકમાત્ર આવકનો સ્રોત હોય છે અને આ સંજોગોમાં તો સમયસર નિયમિત આવક મળે તે માટે ખાસ ડિજિટલ સર્ટીફિકેટ રજૂ કરવું ખૂબ જરૂરી છે.

By: Nilesh ZinzuwadiaEdited By:Nilesh ZinzuwadiaPublish Date: Wed, 25 Nov 2026 09:29 AM (IST)Updated: Wed, 25 Nov 2026 09:31 AM (IST)
how-to-submit-a-certificate-for-a-pension-online-learn-about-the-complete-process-regarding-this-epfo-service
EPFO-offers-1794475655882.webp

EPFO Service:રિટાયરમેન્ટ બાદ પેન્શન એ કોઈ પણ વ્યક્તિની આવકનો એકમાત્ર આવકનો સ્રોત હોય છે અને આ સંજોગોમાં તો સમયસર નિયમિત આવક મળે તે માટે ખાસ ડિજિટલ સર્ટીફિકેટ રજૂ કરવું ખૂબ જરૂરી છે. આ માટે ડિજીટલ લાઈફ સર્ટીફિકેટ જમા કરવું ખૂબ જ જરૂરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે આ માટે ઘરે બેઠા જ ઓનલાઈન સમગ્ર પ્રક્રિયાને રજૂ કરી શકાય છે.

EPFOની વેબસાઈટની મુલાકાત લેવી 

આ માટે EPFOની વેબસાઈટની મુલાકાત લેવી જરૂરી બને છે. એમ્પ્લોઈ પ્રોવિડેન્ટ ફંડ સંગઠન એટલે કે EPFO દ્વારા તેમના સભ્યોને માટે ચોક્કસ પ્રકારની પેન્શનની સ્થિતિ તપાસ કરવી ખૂબ જ જરૂરી છે. આ માટે તમે ઘરે બેઠા જ સરળતાથી કામ કરવું બની જાય છે.
જો તમે એક પેન્શન ધારક છો અને નિયમિતપણે પેન્શન મળતું હોય છે તો પ્રત્યેક 12 મહિને લાઈફ સર્ટીફિકેટ તમારે રજૂ કરવું ખૂબ જ જરૂરી બને છે. જો તમે આ સર્ટીફિકેટ રજૂ કરશો નહીં તો તમારું પેન્શન અટકી પડશે. આ માટે ચોક્કસ પ્રક્રિયાનું પાલન કરવું જરૂરી છે.

આ સમાચાર પણ વાંચો: NPS vs EPF:NPS અને EPF પૈકી કોણ વધારે સારું રિટાયરમેન્ટ ફંડ તૈયાર કરી આપે છે, આ સંપૂર્ણ ગણતરીને સમજો અને યોજના તૈયાર કરો

પેન્શન સંબંધિત સ્થિતિ તપાસવામાં ખૂબ જ ઉપયોગી

અલબત પેન્શનની સ્થિતિ ઓનલાઈન કેવી રીતે તપાસી શકાય છે તે અંગેની સમગ્ર પ્રક્રિયા અમે અહીં રજૂ કરી રહ્યા છીએ, જે તમને પેન્શન સંબંધિત સ્થિતિ તપાસવામાં ખૂબ જ ઉપયોગી બનશે.

આ પ્રક્રિયાનું યોગ્ય પાલન કરવું

સૌથી પહેલા તમે EPFOની અધિકૃત વેબસાઈટ પર જાઓ અને તેની ઉપર મુખ્ય મેનુમાં પેન્શનર્સને લગતો વિકલ્પ જોવા મળશે. તેના પર ક્લિક કરવું. ત્યારબાદ તે વિકલ્પમાં લોગઈનનો વિકલ્પ પસંદ કરવાનો રહેશે. અહીં આપવામાં આવેલ વિભાગમાં તમારે યોગ્ય માહિતી ભરીને લોગ ઈન કરવું જોઈએ. ત્યારબાદ તેની ડાબીબાજુએ આવેલા મેન્યુમાં જે નો યોર પેન્શનને લગતા સ્ટેટસ અંગેના વિકલ્પ પર ક્લિક કરવું જોઈએ. અહીં તમને ઈશ્યુ કરનારી ઓફિસ, ઓફિસ આઈડી અને પીપીઓ નંબર સંબંધિત વિગતો જોવા મળશે. અહીં યોગ્ય ગેટ સ્ટેટસ પર ક્લિક કરીને તમે પેન્શન સંબંધિત સ્ટેટસ તમારી સ્ક્રીન પર જોઈ શકશો. અહીં તમારા પેન્શનને લગતી સંપૂર્ણ માહિતી તમને જોવા મળશે.

30 નવેમ્બર અગાઉ સર્ટીફિકેટ રજૂ કરો

અત્રે ઉલ્લેખનીય છે કે રાજ્ય સરકાર તથા કેન્દ્ર સરકારના પેન્શનર્સે દર વર્ષે 30 નવેમ્બર સુધીમાં પેન્શનર્સ સંબંધિત ડિજિટલ લાઈફ સર્ટીફિકેટ આપવામાં આવે છે. જો કોઈ પેન્શનર્સ 30મી નવેમ્બરની નિયત ડેડલાઈન ચુકી જશે તો તેણે દર મહિને મળતું પેન્શન બંધ થઈ જશે. જોકે ત્યારબાદ આ સર્ટીફિકેટ રજૂ કરીને પેન્શન ફરીથી શરૂ કરાવી શકાય છે.