Bihar News: હાલમાં બિહાર સહિત દેશભરમાં પૂર્વ ધારાસભ્ય અનંત સિંહની દિકરીના લગ્નની ચર્ચા થઈ રહી છે. સોશિયલ મીડિયા પર આ લગ્નની તૈયારીના કેટલાય વીડિયો સામે આવી રહ્યા છે. જેમાં ટ્રકોના ટ્કો ભરી સામાન લઈ જવામાં આવી રહ્યો છે.
પૈતૃક ગામમાં લગ્ન વિધિઓ થઈ શરુ
તમને જણાવી દઈએ કે, અનંત સિંહની પુત્રી શિવાંગીના લગ્નમાં આવતા મહેમાનો આપવામાં આવેલા ભોજનને લઈ ખુબ મોટા પ્રમાણમાં તૈયારી કરવામાં આવી છે. આ લગ્નની શરુઆત તેમના પૈતૃક ગામમાં થઈ હતી. જ્યાં શરુઆતની પારંપરિક વિધિઓ કરવામાં આવી હતી. નંદવા ગામ ખાતે પરિવારની મહિલાઓ સહિત આવેલા મહેમાનોની હાજરીમાં રુડા લગ્ન ગીતો સાથે ચાંદલા સહિતની વિધિ કરવામાં આવી હતી. ત્યાર બાદ આગળની વિધિ દાનાપુર ખાતે કરવામાં આવી હતી.
એક હજારથી વધુ કિલો લાડવા બનાવવામાં આવ્યા
આ ભવ્ય લગ્નીની ચર્ચા હાલનાં ચારેકોર થઈ રહી છે. લગ્નમાં સામેલ થનાર વીવીઆઈપી મહેમાન કરતા ભોજન માટે જે યુદ્ધ સ્તરે કામગીરી કરવામાં આવી રહી છે તેને લઈને પણ લોકોમાં ભારે ઉત્સુકતા છે. તાજેતરમાં કેટલાક વીડિયો સામે આવ્યા હતા જેમાં જોવામાં આવી રહ્યું છે કે, આખો ટ્રક ભરીને ગેસ સિલિન્ડર મંગાવવામાં આવી રહ્યા છે. તો બીજી તરફ મહેમાનો માટે એક હજારથી વધુ કિલો લાડવા બનાવવામાં આવ્યા છે. તો દાનાપુર આવવા માટે 400 થી વધુ કારોનો કાફલો જોવા મળ્યો હતો.
70 થી વધુ ખાસ કારીગરો કામે લાગેલા છે
નોંધનિય છે કે, લગ્નમાં આટલા મોટા જમણવાર માટે રસોઈયાઓની ફોજ ઉતારવામાં આવી છે. બિહારની સાથે સાથે ઉત્તર પ્રદેશમાંથી પણ કંદોઈને તેડાવવામાં આવ્યા છે. આ લગ્નના આયોજન માટે 70 થી વધુ ખાસ કારીગરો કામે લાગેલા છે. આ ઉપરાંત સ્પેશ્યલ 6 શેફની ટીમો ભોજન બનાવવામાં લાગી છે. આ લગ્નને ખાસ બનાવવા માટે પરિવાર તરફથી કોઈ કસર બાકી છોડવામાં આવી રહી નથી.
1500 ક્વિન્ટલ ખાંડ મંગાવવામાં આવી
મીડિયા રિપોર્ટ અનુસાર આ લગ્ન કેટલા ખાસ અને ભવ્ય હશે તે આ વાત પરથી જાણી શકાય છે કે, મહેમાનોને પીરસવામાં આવનાર મિઠાઈઓ માટે 1500 ક્વિન્ટલ ખાંડ મંગાવવામાં આવી છે. એવો પણ દાવો કરવામાં આવી રહ્યો છે કે 25 લાખથી વધુ રસગુલ્લા બનાવવામાં આવશે. જેના માટે કારીગરોની એક ફોજ કામે લાગી છે.
400 કારના કાફલા ખેંચ્યુ ધ્યાન
તો બીજી તરફ નંદવા ગામથી દાનાપુર આવવા માટે કાફલો નિકળ્યો ત્યારે તેમાં 400 ગાડીઓ હતી. જેના વીડિયો ખુબ વાયરલ થઈ રહ્યા છે. આ ઉપરાંત શિવાંગીના થનાર પતિ માટે રેન્જ રોવર કાર મંગાવવામાં આવી છે. તમને જણાવી દઈએ કે શિવાંગીના લગ્ન પટનાના ઋષિકેશ કુમાર સાથે 25 નવેમ્બરના રોજ થવાના છે. તે પહેલાની વિધિઓએ લોકોનું ધ્યાન ખેંચ્યુ છે
