છઠ પૂજા નિમિત્તે પશ્ચિમ રેલવેની મોટી ભેટ; અમદાવાદથી રાજગીર વચ્ચે વધુ એક અનરિઝર્વ્ડ સુપરફાસ્ટ સ્પેશિયલ ટ્રેન, જાણો ટાઈમટેબલ અને રૂટ

છઠ પૂજાની ભીડને ધ્યાનમાં રાખી પશ્ચિમ રેલવે દ્વારા અમદાવાદ-રાજગીર વચ્ચે અનરિઝર્વ્ડ સ્પેશિયલ ટ્રેન (09447/09448) દોડાવાશે. જાણો સ્ટોપેજ અને સમયની સંપૂર્ણ વિગત.

By: Jignesh TrivediEdited By:Jignesh TrivediPublish Date: Thu, 12 Nov 2026 10:26 PM (IST)Updated: Thu, 12 Nov 2026 10:26 PM (IST)
ahmedabad-rajgir-chhath-special-train-western-railway-unreserved

Ahmedabad to Rajgir Chhath Special Train: છઠ મૈયાની ઉપાસના અને લોકઆસ્થાના મહાપર્વ છઠ પૂજા માટે વતન જવા માટે થતી ભારે ધસારાને ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલવે દ્વારા મુસાફરોને મોટી ભેટ આપવામાં આવી છે. ઉત્તર પ્રદેશ અને બિહાર તરફ જતા હજારો મુસાફરોની મુશ્કેલીઓ હળવી કરવા માટે પશ્ચિમ રેલવે દ્વારા અમદાવાદ અને બિહારના રાજગીર સ્ટેશન વચ્ચે એક વિશેષ અનરિઝર્વ્ડ સુપરફાસ્ટ સ્પેશિયલ ટ્રેન વિશેષ ભાડા પર દોડાવવામાં આવશે. ખાસ કરીને જે મુસાફરોને અગાઉથી કન્ફર્મ ટિકિટ નથી મળી તેમના માટે આ ટ્રેન મોટો સહારો બનશે.

ટ્રેન નંબર અને સંચાલનની વિગતો

આ સ્પેશિયલ ટ્રેન (બે ફેરા) બંને દિશામાં નીચે મુજબના નિર્ધારિત સમયે દોડશે.

ટ્રેન નંબર 09447 (અમદાવાદ - રાજગીર સ્પેશિયલ)

આ ટ્રેન 12 નવેમ્બર 2016 (ગુરુવાર)ના રોજ રાત્રે 23:55 વાગ્યે અમદાવાદ સ્ટેશનથી ઉપડશે અને રસ્તામાં મુસાફરી પૂર્ણ કરી શનિવારે બપોરે 11:45 વાગ્યે બિહારના રાજગીર સ્ટેશન પહોંચશે.

ટ્રેન નંબર 09448 (રાજગીર - અમદાવાદ સ્પેશિયલ)

પરત ફરતી વખતે આ ટ્રેન 14 નવેમ્બર 2026 (શનિવાર)ના રોજ બપોરે 14:45 વાગ્યે રાજગીરથી રવાના થશે અને બીજા દિવસે (રવિવારે) રાત્રે 23:25 વાગ્યે અમદાવાદ પરત ફરશે.

આ ટ્રેન સંપૂર્ણપણે અનરિઝર્વ્ડ છે

આ ટ્રેનની સૌથી મોટી વિશેષતા એ છે કે તે પૂર્ણપણે અનરિઝર્વ્ડ (બિનઅનામત) રહેશે. એટલે કે, મુસાફરોએ આમાં મુસાફરી કરવા માટે લાંબી વેઇટિંગ લિસ્ટની ચિંતા કરવાની જરૂર નથી. સામાન્ય જનરલ ટિકિટ કે નિયમો અનુસાર મુસાફરો આ ટ્રેનમાં મુસાફરી કરી શકશે.

કયા-કયા સ્ટેશનો પર રોકાશે ટ્રેન?

આ સુપરફાસ્ટ સ્પેશિયલ ટ્રેન બંને દિશામાં પ્રવાસ દરમિયાન ગુજરાતથી લઈને બિહાર સુધીના અનેક મુખ્ય સ્ટેશનો પર રોકાણ કરશે, જેથી રસ્તાના અન્ય મુસાફરો પણ તેનો લાભ લઈ શકે.

ગુજરાત અને મધ્યપ્રદેશના મુખ્ય સ્ટેશનો: આણંદ, છાયાપુરી, ગોધરા, દાહોદ અને રતલામ.

રાજસ્થાન અને ઉત્તર પ્રદેશના સ્ટેશનો: ભવાની મંડી, રામગંજ મંડી, કોટા, સવાઈ માધોપુર, હિંડૌન સિટી, બયાના, ઇદગાહ આગ્રા, ટુંડલા, ગોવિંદપુરી, સુબેદારગંજ

બિહાર અને અન્ય મુખ્ય સ્ટેશનો: પંડિત દીનદયાળ ઉપાધ્યાય જંકશન (DDU), બક્સર, આરા, દાનાપુર, પટના, પટના સાહિબ, બખ્તિયારપુર, બિહાર શરીફ અને નાલંદા સ્ટેશન પર આ ટ્રેન રોકાશે.

મુસાફરો માટે ખાસ અપીલ

ટ્રેનોના સમયમાં ફેરફાર, વિગતવાર સમયપત્રક (Timetable) અને કોચની સચોટ માહિતી મેળવવા માટે રેલવે પ્રશાસન દ્વારા મુસાફરોને અધિકૃત વેબસાઇટ www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લેવા અનુરોધ કરવામાં આવ્યો છે, જેથી પ્રવાસ કરતી વખતે કોઈપણ પ્રકારની અગવડ ન પડે.