Parliament Special Session: આજથી શરુ થશે સંસદનું વિશેષ સત્ર, 5 દિવસ- 8 બિલ અને નવા ભવનમાં એન્ટ્રી; જાણો

By: Jignesh TrivediEdited By:Jignesh TrivediPublish Date: Mon, 18 Sep 2023 03:09 AM (IST)Updated: Mon, 18 Sep 2023 03:09 AM (IST)
special-session-of-parliament-will-start-from-today-5-days-8-bills-and-entry-in-new-building-find-out

Parliament Special Session: સંસદના પાંચ દિવસીય સત્રની શરુઆત આજથી થઈ રહી છે. નવું સત્ર શરુ થતા પહેલા તે વાતને લઈને ચર્ચા છે કે સરકાર આ દરમિયાન કયા મુદ્દે ચોંકાવશે. સત્રમાં સંસદના 75 વર્ષના સફરની ચર્ચા થશે અને સંસદના નવા ભવનમાં સ્થળાંતરિત કરાશે. સંસદીય કાર્યમંત્રી પ્રહ્લાદ જોશીએ કહ્યું કે સત્ર દરમિયાન કુલ 8 ખરડાની ચર્ચા અને પસાર કરવા માટે સત્રમાં સૂચીબદ્ધ કરાયા છે. રવિવારે સર્વપક્ષીય બેઠકમાં ગૃહના નેતાઓે સૂચિત કરાયા કે વરિષ્ઠ નાગરિકો સાથે જોડાયેલા એક ખરડા તેમજ અનુસૂચિત જાતિ/અનુસૂચિત જનજાતિ આદેશથી સંબંધિત 3 ખરડાને એજન્ડામાં જોડવામાં આવ્યા છે.

પહેલા સૂચીબદ્ધ કરાયેલા ખરડામાં મુખ્ય ચૂંટણી કમિશનર અને ચૂંટણી પંચની નિમણૂંક અંગે ખરડા પણ સામેલ હતા. કોઈ પણ સંભવિત નવા ખરડા પર કોઈ સત્તાવાર નિવેદન જાહેર નથી કરાયું. જો કે ભાજપ સહિત અન્ય પક્ષ વચ્ચે એવી પણ ચર્ચા છે કે લોકસભા અને રાજ્ય વિધાનસભામાં મહિલાઓને અનામત આપનારો ખરડો પણ રજૂ કરવામાં આવી શકે છે. વિભિન્ન પક્ષોની પાંચ દિવસીય સત્રમાં મહિલા અનામત બિલ રજૂ કરવાની માગ પર સરકારના વલણ અંગે જોશીએ કહ્યું કે ઉપયુક્ત સમયે આ અંગે નિર્ણય લેવાશે. ઉપરાષ્ટ્રપતિ અને રાજ્યસભાના સભાપતિ જગદીપ ધનખડે રવિવારે સવારે નવા સંસદ ભવનના ગજ દ્વાર પર રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો. જોશીએ કહ્યું કે- સેન્ટ્રલ હોલમાં એક સમારંભ બાદ હાલની સંસદને નવા ભવનમાં સ્થળાંતરિત કરાશે.

naidunia_image

આજથી પાંચ દિવસનું સત્ર મળશે
સત્રના પહેલા દિવસે એટલે કે આજે રાજ્યસભામાં 75 વર્ષની સંસદીય સફર, ઉપલબ્ધિઓ, અનુભવો, યાદો અને શીખો પર ચર્ચા થશે. પોસ્ટ ઓફિસ બિલ 2023 અને મુખ્ય ચૂંટણી કમિશનર અને અન્ય ચૂંટણી કમિશનરોની નિમણૂક સંબંધિત બિલ રાજ્યસભામાં રજૂ કરવામાં આવશે. આ બંને બિલ રાજ્યસભામાં રજૂ થયા બાદ લોકસભામાં મૂકવામાં આવશે. એડવોકેટ્સ એમેન્ડમેન્ટ બિલ 2023 અને પ્રેસ એન્ડ રજિસ્ટ્રેશન ઑફ પીરિયોડિકલ બિલ 2023 લોકસભામાં રજૂ કરવામાં આવશે. આ બિલોને રાજ્યસભામાં 3 ઓગસ્ટના રોજ પસાર કરવામાં આવ્યા છે. જણાવી દઈએ કે સત્રના પહેલા દિવસની કાર્યવાહી જૂની સંસદમાં થશે. આ પછી 19 સપ્ટેમ્બરે નવી સંસદમાં કામકાજ શરૂ થશે. નવી સંસદ ભવન તરફ જતી વખતે સંસદના કર્મચારીઓ નહેરુ જેકેટ અને ખાકી રંગનું પેન્ટ પહેરશે.

મંગળવારે કરાશે ગ્રૂપ ફોટો
લોકસભા સચિવાલય દ્વારા જારી કરવામાં આવેલા બુલેટિન મુજબ તમામ સાંસદોને મંગળવારે સવારે 9.30 વાગ્યે ગ્રુપ ફોટો માટે બોલાવવામાં આવ્યા છે. એક અધિકારીએ જણાવ્યું કે ગ્રુપ ફોટો માટે જુના બિલ્ડીંગના અંદરના ચોગાનમાં વ્યવસ્થા કરવામાં આવી છે. નવા સંસદભવનમાં પ્રવેશવા માટે સાંસદોને નવા ઓળખ કાર્ડ પણ આપવામાં આવી રહ્યા છે. અધિકારીઓએ જણાવ્યું કે કેટરિંગ પણ 19 સપ્ટેમ્બરે નવા બિલ્ડિંગમાં શિફ્ટ થઈ જશે.

સરકારે મંત્રીઓને આપ્યા આ આદેશ
સરકાર વતી, તમામ કેબિનેટ મંત્રીઓ, રાજ્ય મંત્રીઓ (સ્વતંત્ર હવાલો) અને રાજ્ય મંત્રીઓને વિશેષ સત્રના પાંચેય દિવસે ગૃહની સમગ્ર કાર્યવાહી દરમિયાન સંપૂર્ણ માહિતગાર રહેવા સૂચના આપવામાં આવી છે.આદેશ અનુસાર, લોકસભાના જે સાંસદો મંત્રી છે તેમને સમગ્ર કાર્યવાહી દરમિયાન રાજ્યસભામાં હાજર રહેવાની સૂચના આપવામાં આવી છે. આદેશ અનુસાર, લોકસભાના જે સાંસદો મંત્રી છે તેમને સમગ્ર કાર્યવાહી દરમિયાન લોકસભા અને રાજ્યસભામાં સંપૂર્ણ કાર્યવાહી દરમિાયન હાજર રહેવાની સૂચના આપવામાં આવી છે. સામાન્ય રીતે, બંને ગૃહોમાં દરેક ગૃહની કાર્યવાહી દરમિયાન એક-એક મંત્રીની રોસ્ટર ડ્યુટી હોય છે.

ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો ગુજરાતી જાગરણની ન્યૂઝ એપ.