All Party Meeting: સંસદના વિશેષ સત્રના એક દિવસ પહેલા રવિવારે સરકારે સર્વપક્ષીય બેઠક બોલાવી. આ દરમિયાન BJD અને BRS સહિત અનેક ક્ષેત્રીય પક્ષોએ મહિલા અનામત ખરડાને સંસદમાં રજૂ કરવાની વાત પર ભાર આપ્યો. સર્વપક્ષીય બેઠકમાં સામેલ થવા સંસદ ભવન પરિસર પહોંચેલા કોંગ્રેસ સાંસદ પ્રમોદ તિવારીએ કહ્યું કે- તેમની પાર્ટી સર્વપક્ષીય બેઠક દરમિયાન મોંઘવારી, બેરોજગારી, સામાજિક સંઘર્ષ અને મણિપુરની સ્થિતિ જેવા મુદ્દાઓ ઉઠાવશે.
રક્ષા મંત્રી રાજનાથ સિંહ, લોકસભામાં ગૃહના ઉપનેત તેમજ કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલ, રાજ્યસભામાં ગૃહના નેતા અને સંસદીય કાર્ય મંત્રી પ્રહ્લાદ જોશીએ બેઠકમાં સરકારનું પ્રતિનિધિત્વ કર્યું. કોંગ્રેસના નેતા અધીર રંજન ચૌધરી,પૂર્વ વડાપ્રધા અને JDSના નેતા એચડી દેવેગૌડા, DMK સાંસદ કનિમોઝી, TDPના રામમોહન નાયડૂ, TMCના ડેરેક ઓબ્રાયન, AAPના સંજય સિંહ, BJDના સસ્મિત પાત્રા, BRSના નેતા કે. કેશવ રાવ, YSR કોંગ્રેસના વી. વિજયસાઈ રેડ્ડી, RJDના મનોજ ઝા, JDUના અનિલ હેગડે અને સમાજવાદી પાર્ટીના રામગોપાલ યાદવે બેઠકમાં ભાગ લીધો.
#WATCH | Delhi: All-party meeting underway at the Parliament library building, ahead of the special session of Parliament that will begin tomorrow pic.twitter.com/Sn66dXZ3yo
— ANI (@ANI) September 17, 2023
- કોણે શું કહ્યું?
- કોંગ્રેસના નેતા અધીર રંજન ચૌધરીએ કહ્યું કે તમામ વિપક્ષી દળોએ વિશેષ સત્રમાં મહિલા અનામત ખરડો પસાર કરવાની માગ કરી.
- સર્વપક્ષીય બેઠક પછી ભાજપના સહયોગી અને NCPના પ્રફુલ પટેલે કહ્યું કે- અમે સરકારને આ સંસદ સત્રમાં મહિલા અનામત ખરડો પસાર કરવાની અપીલ કરીએ છીએ. 19 સપ્ટેમ્બરે ગણેશ ચતુર્થીના શુભ પ્રસંગે સંસદ નવા ભવનમાં સ્થળાંતરિત થઈ જશે.
આ પહેલા બુધવારે કેન્દ્રીય સંસદીય કાર્યમંત્રી પ્રહ્લાદ જોશીએ જણાવ્યું હતું કે પાંચ દિવસીય વિશેષ સત્રના એક દિવસ પહેલા 17 સપ્ટેમ્બરે તમામ દળોના નેતાઓની બેઠક બોલાવવામાં આવી છે. વિશેષ સત્ર 18થી 22 સપ્ટેમ્બર સુધી આયોજિત કરાશે.
ગત મહિને સંપન્ન થયેલા સંસદના મોનસૂન સત્ર જૂના સંસદ ભવનમાં મળ્યું હતું. વિશેષ સત્રમાં સંસદની 75 વર્ષની યાત્રા પર ચર્ચા થશે, જ્યારે શરુઆત બંધારણીય સભાથી થશે, જેની પહેલી બેઠક 9 ડિસેમ્બર, 1946નાં રોજ થઈ હતી. સંસદીય બુલેટિનમાં કહેવામાં આવ્યું કે પાંચ બેઠકોના લાંબા વિશેષ સત્રના પહેલા દિવસે સંસદમાં બંધારણીય સભાથી શરુ થનારી 75 વર્ષની સંસદીય યાત્રા, ઉપલબ્ધિઓ, અનુભવ, યાદો અને શીખ પર ચર્ચા થશે.
આ પહેલા રવિવારે સવારે ઉપરાષ્ટ્રપતિ અને રાજ્યસભાના સભાપતિ જગદીપ ધનખડે નવા સંસદ ભવનમાં રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો. સોમવારથી શરુ થનારા વિશેષ સત્રમાં સંસદીય કાર્યવાહી જૂનાથી નવા ભવનમાં સ્થળાંતરિત થઈ જશે. ઉપરાષ્ટ્રપતિ ધનખડે નવા સંસદ ભવનના ગજ દ્વારની ઉપર રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો. આ પ્રસંગે લોકસભા અધ્યક્ષ ઓમ બિરલા પણ ઉપસ્થિત રહ્યાં હતા.
ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો ગુજરાતી જાગરણની ન્યૂઝ એપ.
