કોંગ્રેસના ઐતિહાસિક પાપોને છૂપાવવાની કોશિશ કરાઈ, સોનિયા ગાંધીના પુસ્તકનું નામ 'વ્હાઈટવૉશિંગ' રાખવું જોઈએઃ ભાજપ

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Tue, 10 Nov 2026 03:20 PM (IST)Updated: Tue, 10 Nov 2026 03:20 PM (IST)
should-be-named-whitewashing-bjp-attacks-sonia-gandhi-over-new-book-belonging

National News: કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધીની નવી આત્મકથા (Sonia Gandhi Autobiography) 'બિલૉન્ગિંગઃ અ જર્ની ઑફ લવ' (Belonging A Journey of Love) બજારમાં ઉપલબ્ધ થતાં જ રાજકારણ ગરમાયું છે. ભાજપ સહિત NDA નેતાઓએ આ પુસ્તકને લઈને સોનિયા ગાંધીને આડેહાથ લીધા છે.

ભાજપ પ્રવક્તા સીઆર કેશવને આરોપ લગાવ્યો કે, આ પુસ્તકનો હેતુ નહેરુ-ગાંધી પરિવારનું મહિમામંડન અને કોંગ્રેસની ઐતિહાસિક ભૂલો પર પડદો પાડવા અર્થાત વ્હાઈટવોશ કરવાનો છે. આ પુસ્તકનું શિર્ષક પણ 'બિલોન્ગિંગ'ની જગ્યાએ 'વ્હાઈટવૉશિંગ' હોવું જોઈએ, કારણ કે તેમા કોંગ્રેસના ઐતિહાસિક પાપો અને ભૂલોને છૂપાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.

આ પુસ્તકમાં બાબરી વિધ્વંશ પર સોનિયા ગાંધી દ્વારા આંસુ વહાવવાના ઉલ્લેખ પર પ્રશ્ન ઉઠાવતા ભાજપ પ્રવક્તાએ પૂછ્યું કે, શું તેમણે ક્યારેય 1984ના શીખ વિરોધી રમખાણોના પીડિતો માટે ક્યારેય એક પણ આંસુ વહાવ્યા છે. કોંગ્રેસના શાસનકાળમાં ગુરુદ્વારા પર હુમલા કરીને હજારો નિર્દોષ શીખોની હત્યા કરવામાં આવી, પરંતુ આ હત્યાકાંડ પર ગાંધી પરિવાર મૌન રહ્યો હતો.

ભાજપ પ્રવક્તાએ બાટલા હાઉસ એન્કાઉન્ટરનો ઉળ્લેખ કરતા આરોપ લગાવ્યો કે, સોનિયા ગાંધી આરોપીઓ માટે ભાવુક થઈ ગયા હતા, પરંતુ શું તેમણે ક્યારેય દેશની રક્ષા કાજે શહીદ થયેલા CRPFના વીર જવાનો પ્રત્યે પોતાની સંવેદના વ્યક્ત કરી?

વધુમાં તેમણે 1975માં ઈન્દિરા ગાંધી ગ્વારા લાદવામાં આવેલી કટોકટી પર સોનિયા ગાંધીના વલણની પણ ટીકા કરતાં કહ્યું કે, જે કટોકટીએ દેશના બંધારણની હત્યા કરીને અને નાગરિકોના મૂળભૂત અધિકારો છીનવી લીધા, તેને યોગ્ય ઠેરવવા નિંદનીય છે.


તેમણે પૂર્વ વિદેશ મંત્રી કે.નટવરસિંહની 2014માં આવેલા અત્મકથા 'વન લાઈફ ઈઝ નોટ ઈનફ'ના આધારે પૂછ્યું કે, તેમના પુસ્તક આવતા પહેલા સોનિયા ગાંધી અને પ્રિયંકા ગાંધી અચાનક તેમને મળવા તેમના ઘરે કેમ ગયા હતા? સાડા 8 વર્ષ બાદ થયેલી આ મુલાકાત પાછળ ક્યો ડર જવાબદાર હતો? શું તે પુસ્તકમાં મે 2004માં UPA સરકાર બનવા સમયની સચ્ચાઈ સામે આવવાની હતી

સોનિયા ગાંધીની વડાપ્રધાન બનવાની પુરી તૈયારી હતી

ભાજપની સાથે-સાથે NDAના અન્ય નેતાઓએ પણ સોનિયા ગાંધીને આડેહાથ લીધા છે. JDU સાંસદ સંજયકુમાર ઝાએ પણ સોનિયા ગાંધીના 2004માં પ્રધાનમંત્રી પદ ના સ્વીકારવાના દાવા પર સવાલ ઉઠાવતા જણાવ્યું કે, સંખ્યા બળ માટે સમાજવાદી પાર્ટીના નેતા મુલાયમ સિંહ યાદવે સોનિયા ગાંધીના નામ પર સમર્થન આપવાનો ઈનકાર કરી દીધો હતો. જેથી તેમને પીછેહઠ કરવી પડી, નહીંતર સોનિયા ગાંધીની પ્રધાનમંત્રી બનવાની પુરી તૈયારી હતી.

બીજી તરફ ભાજપ સાંસદ રાહુલ સિન્હાએ જણાવ્યું કે, સોનિયા ગાંધીના લખવાથી કોઈ ફરક નથી પડતો અને કોઈ તેને વાંચવાનું પણ નથી. ઉત્તર પ્રદેશ સરકારના મંત્રી દિનેશપ્રતાપ સિંહે દાવો કર્યો કે, તત્કાલિક રાષ્ટ્રપતિ ડૉ. એપીજે અબ્દુલ કલામે સોનિયા ગાંધીના વિદેશી મૂળના કારણે તેમને પ્રધાનમંત્રી પદની શપથ આપવાનો ઈનકાર કરી દીધો હતો.