National News: મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી અને શિવસેના (UBT)ના અધ્યક્ષ ઉદ્ધવ ઠાકરેએ (Uddhav Thackeray) દુબઈમાં એશિયા કપ 2025 (Asia Cup 2025) અંતર્ગત ભારત-પાકિસ્તાન (India vs Pakistan) વચ્ચે રમાયેલી મેચને લઈને મોટું નિવેદન આપ્યું છે. જેના લઈને દેશભક્તિને લઈને નવો વિવાદ છેડાઈ રહ્યો છે.
હકીકતમાં પહેલગામ આતંકવાદી હુમલાબાદ ભારત સતત પાકિસ્તાન વિરુદ્ધ કડક વલણ અપનાવી રહ્યું છે. એવામાં એશિયા કપમાં ભારત-પાકિસ્તાન વચ્ચે મેચનું શિડ્યૂલ જાહેર થતાં જ દેશના અનેક ભાગોમાં મેચને બૉયકોટ કરવાની માંગ ઉઠવા લાગી હતી. શિવેસેના (UBT) સહિત અનેક વિપક્ષી પાર્ટીઓ આ મામલે કેન્દ્ર સરકાર પર માછલા ધોતી જોવા મળી હતી.
એવામાં ઉદ્ધવ ઠાકરેએ જણાવ્યું કે, દેશભક્તિ માત્ર મેચ નિહાળવા પૂરતી સિમિત ના હોઈ શકે. દેશહિતમાં યોગ્ય સમયે એક્ટિવ થવું પણ સાચી દેશભક્તિ છે. જે લોકોએ ભારત-પાકિસ્તાન વચ્ચેની મેચ જોઈ, તે તમામ લોકો દેશદ્રોહી છે. મેં એક દેશભક્ત તરીકે આ મેચ નિહાળી નથી.
મહારાષ્ટ્રમાં પૂર અને ખેડૂતોના મુદ્દે ઉદ્ધવ ઠાકરેએ રાજ્યની ફડણવીસ સરકારને આડેહાથ લેતા જણાવ્યું કે, મહારાષ્ટ્રના મુખ્યમંત્રી તેમજ બન્ને નાયબ મુખ્યમંત્રીઓ પાસે મહારાષ્ટ્રને પૂરથી બચાવવા માટેની કોઈ યોજના નથી. રાજ્ય સરકાર માત્ર પોતાના બ્રાન્ડિંગમાં જ વ્યસ્ત છે. આ સાથે જ તેમણે દાવો કર્યો કે, મહારાષ્ટ્ર સરકારમાં અજિત પવાર અલગ પડી ગયા છે.
ઉદ્ધવ ઠાકરેએ કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર પર મહારાષ્ટ્રને નજરઅંદાજ કરવાનો આરોપ લગાવતા જણાવ્યું કે, બિહારમાં ચૂંટણી છે આથી વડાપ્રધાન મોદીએ ત્યાંની દરેક મહિલાને 10 હજાર રૂપિયા આપ્યા છે. મહારાષ્ટ્ર સંકટમાં છે, પરંતુ બિહારમાં ચૂંટણીઓ આવી રહી હોવાથી તમે ત્યાં નજર દોડાવી રહ્યા છો અને મહારાષ્ટ્રને અવગણી રહ્યા છો. આ મહારાષ્ટ્રની સાથે હળાહળ અન્યાય છે.
શું અમિત શાહ ભારતીય ખેલાડીઓની પાછળ EDને ધંધે લગાડશે?
અગાઉ એશિયા કપમાં ભારત-પાકિસ્તાન વચ્ચેની મેચ રમાઈ તે પહેલા શિવસેનાના નેતા સંજય રાઉતે પણ ભારતીય ખેલાડીઓને આડેહાથ લીધા હતા. સંજય રાઉતે જણાવ્યું હતુ કે, આજે દેશમાં તમામ લોકોમાં રોષ છે, ત્યારે તમારે મેચ રમવાની શું જરૂર છે?
તમે એકમેચ નહીં રમો, તો આકાસ નહીં તૂટી પડે. શું ICCના અધ્યક્ષ જય શાહ તમને ફાંસી પર ચડાવી દેશે કે પછી તેમના પિતા અમિત શાહ તમારી પાછળ EDને લગાવી દેશે?
