NSE IPO News:સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા નેશનલ સ્ટોક એક્સચેન્જ(NSE)માં જે રોકાણ કર્યું હતું તેના પર હવે બમ્પર વળતર મળી રહ્યું છે. SBI એ માત્ર 80 પૈસા પ્રતિ શેર કિંમતથી નેશનલ સ્ટોક એક્સચેન્જના શેરની ખરીદી કરી હતી. હવે દેશની સૌથી મોટી આ બેંક NSE IPOમાં રૂપિયા 1785 પ્રતિ શેર કિંમત પર તેની હિસ્સેદારી વેચવા જઈ રહી છે.
IPOની પ્રાઈઝ બેન્ડની અપર પ્રાઈઝ બેન્ડથી શેરનું વેચાણ કરવાથી સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાને આશરે રૂપિયા 2,850 કરોડ મળી શકે છે. એટલે કે બેંક ઓફ ઈન્ડિયાને પોતાના રોકાણ પર 223000 ટકાથી વધારે બમ્પર વળતર મળશે.
IPO અગાઉ SBI પાસે NSEના 79847050 શેર
IPO અગાઉ સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા(SBI) પાસે નેશનલ સ્ટોક એક્સચેન્જ(NSE)ના આશરે 79,847,050 શેર છે. એક્સચેન્જમાં સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાના 3.23 ટકા હિસ્સેદારી છે. જો બેંક મહત્તમ સૂચિત શેરનું વેચાણ કરવા ઈચ્છે છે તો આ હિસ્સેદારી આશરે 20 ટકા હશે. આટલા શેરનું વેચાણ કર્યાં બાદ સ્ટેટ બેંક પાસે NSEના શેર 63.88 મિલિયન શેર બાકી રહેશે. IPOના અપર પ્રાઈઝ બેન્ડ પર આ શેરનું મૂલ્ય રૂપિયા 11,400 હશે.
ન્યુ ઈન્ડિયા એશ્યોરન્સે 32 પૈસા પર NSEના શેર ન્યૂ ઈન્ડિયા એશ્યોરન્સ કંપની (New India Assurance Compay)એ 32 પૈસાની વેઈટેડ-એવરેજ કોસ્ટ પર નેશનલ સ્ટોક એક્સચેન્જ(NSE)ના શેર ખરીદ્યા હતા. ન્યૂ ઈન્ડિયા એશ્યોરન્સ, નેશનલ સ્ટોક એક્સચેન્જના IPOમાં 10.5 મિલિયન સુધી શેર ઓફર કરી છે. શેર વેચાણથી કંપનીને આશરે 1874 કરોડ મળી શકે છે. કંપનીને 5,57,713 ટકાનું બમ્પર વળતર મળશે.
SBI કેપિટલ માર્કેટ્સ 8,780590 સુધી શેર ઓફર કરી રહી છે. SBI કેપિટલ માર્કેટ્સનું વેઈટેડ એવરેજ એક્વિઝીશન કોસ્ટ રૂપિયા 0.38 પ્રતિ શેર છે.
સૂચિત સેલ્સ ઓફરથી અપર પ્રાઈઝ બેંડ પર SBI કેપિટલ માર્કેટ્સને રૂપિયા 1567 કરોડ મળી શકે છે. એટલે કે NSEના શેર વેચવાથી SBI કેપિટલ માર્કેટ્સને 4,69,637 ટકાનું શાનદાર વળતર મળી શકે છે. સ્ટોક હોલ્ડિંગ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા, NSEના IPOમાં 6,187,500 સુધી શેર ઓફર કરે છે. સ્ટોક હોલ્ડિંગે એક્સચેન્જના શેર 0.46 રૂપિયા પ્રતિ શેરની કિંમત પર ખરીદ્યા હતા. સૂચિત IPOથી કંપનીને રૂપિયા 1104 કરોડ મળી શકે છે.
યુનાઈટેડ ઈન્ડિયા ઈન્શ્યોરન્સ કંપનીને NSEના IPOમાં પોતાની હિસ્સેદારી વેચવાથી 1071 કરોડ મળી શકે છે. યુનાઈટેડ ઈન્ડિયા ઈન્શ્યોરન્સને 3,56900 પર્સન્ટનું વળતર મળશે. જ્યારે જનરલ ઈન્સ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયાને આશરે રૂપિયા 1104 કરોડ મળશે.
