Baba Vanga Predictions 2026: ડ્રેગન ચીન આર્થિક અને સૈન્ય દ્રષ્ટિએ અમેરિકાથી આગળ નીકળશે, ભારતમાં પણ થશે બદલાવ?

જો કે વૈજ્ઞાનિકો બાબા વેંગાની ભવિષ્યવાણીને પાયાવિહોણી ગણાવી રહ્યા છે, કારણ કે તેનો કોઈ લેખિત પુરાવો નથી.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Wed, 01 Oct 2025 06:44 PM (IST)Updated: Wed, 01 Oct 2025 06:44 PM (IST)
baba-vanga-predictions-2026-what-happened-in-india-china-america-in-next-year
HIGHLIGHTS
  • 2026 થી 2028ની વચ્ચે વૈશ્વિક સ્તરે ભૂખમરાની સમસ્યાનો અંત આવી જશે
  • ભારતના અનેક શહેરોમાં પાણીની તંગી સર્જાશે, જેની સીધી અસર દેશની રાજનીતિ પર પડશે

Baba Vanga Predictions 2026: બાબા વેંગા એક નેત્રહિન ભવિષ્યવેતા્તા છે. જેમણે પોતાના મૃત્યુ પહેલા જ વર્ષે 5079 સુધીની ભવિષ્યવાણી કરી હતી. જે પૈકી મોટાભાગની સાચી પણ પડી રહી છે. આથી જ લોકોમાં આગામી વર્ષ 2026ને લઈને બાબા વેંગાએ કરેલી ભવિષ્યવાણી જાણવાનો ઉત્સાહ ચરમ પર છે.

બાબા વેંગા પોતાની ડરામણી તેમજ રોચકતા ભરેલી ભવિષ્યવાણીના કારણે વિશ્વભરમાં આકર્ષણનું કેન્દ્ર બની છે. તેમની ભવિષ્યવાણી ડરામણી હોવાની સાથે-સાથે રોમાંચથી પણ ભરપુર હોય છે.

1996માં અંતિમ શ્વાસ લેતા પહેલા બાબા વેંગા 5079 વર્ષ સુધીની ભવિષ્યવાણી કરી ચૂક્યા છે. જો કે તેનું કોઈ લેખિત પુરાવો નથી. બાબા વેંગાની ભવિષ્યવાણીઓમાં કુદરતી હોનારતથી લઈને ત્રીજુ વિશ્વયુદ્ધ, માનવજાતિનું પતન અને ટેક્નૉલોજીનો અદ્યતન વિકાસ સામેલ છે.

સોશિયલ મીડિયા પર પણ ઘણાં લોકો બાબા વેંગાની 2026ની ભવિષ્યવાણી જાણવા માટે ઉત્સાહિત હોય છે. તો ચાલો 2026 માટે બાબા વેંગાએ કંઈ-કંઈ ભવિષ્યવાણી કરી છે.

બાબા વેંગાએ કરેલી ભવિષ્યવાણી પ્રમાણે, આગામી 2026 થી 2028ની વચ્ચે વૈશ્વિક સ્તરે ભૂખમરાની સમસ્યાનો અંત આવી જશે. તેમજ ચીન આર્થિક તેમજ સૈન્ય દ્રષ્ટિએ અમેરિકા કરતાં પણ આગળ નીકળી જશે. વિજ્ઞાનના ક્ષેત્રમાં પણ પ્રગતિ જોવા મળશે. આ ઉપરાંત આગામી વર્ષમાં ત્રીજા વિશ્વયુદ્ધની સ્થિતિ પણ જોવા મળી શકે છે.

બલ્ગેરિયન ભવિષ્ય વેત્તાની અન્ય સાચી પડેલી ભવિષ્યવાણીઓ પર નજર કરીએ તો, પરમાણું સબમરીન, ISIS આતંકવાદી સંગઠનનો ઉદય, સિરિયામાં કેમિકલ એટેક, બ્રેક્ઝીટ, 9-11 આતંકવાદી હુમલો, પ્રિન્સેસ ડાયનાનું મૃત્યુ વગેરે સામેલ છે.

ભારત વિશે પણ બાબા વેંગા અનેક ભવિષ્યવાણી કરી ચૂક્યા છે. જેમાં ભારતમાં ભૂકંપ, રેકોર્ડ બ્રેક તાપમાનમાં વધારો અને વારંવાર પૂરની સ્થિતિની ભવિષ્યવાણી કરવામાં આવી છે. બાબા વેંગાના જણાવ્યા પ્રમાણે, ભારતના અનેક શહેરોમાં પાણીની તંગી થઈ જશે. જેની સીધી અસર ભારતની રાજનીતિમાં જોવા મળશે.

જો કે વૈજ્ઞાનિકો બાબા વેંગાની ભવિષ્યવાણીને પાયાવિહોણી ગણાવી રહ્યા છે. જેના મુખ્ય બે કારણો છે, પહેલી એ કે બાબા વેંગાની ભવિષ્યવાણીનો કોઈ લેખિત રેકોર્ડ નથી. બીજુ તેમની મોટાભાગની ભવિષ્યવાણીઓ ચોક્કસ સમયને ધ્યાનમાં રાખીને કરવામાં આવી છે.

Disclaimer: આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી/સામગ્રી/ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી. આ માહિતી વિવિધ માધ્યમો / જ્યોતિષીઓ / પંચાંગો / પ્રવચનો / માન્યતાઓ / શાસ્ત્રોમાંથી એકત્રિત કરીને તમારા સુધી લાવવામાં આવી છે. અમારો હેતુ માત્ર માહિતી પ્રસારિત કરવાનો છે, તેના વપરાશકર્તાઓએ તેને માત્ર માહિતી તરીકે લેવી જોઈએ. વધુમાં, વપરાશકર્તા પોતે તેના કોઈપણ ઉપયોગ માટે જવાબદાર રહેશે. ગુજરાતી જાગરણ આની પુષ્ટિ કરતુ નથી. તમારો અભિપ્રાય અમને gujaratijagran@jagrannewmedia.com પર મોકલી શકો છો.