Gold Price Rate: દશેરા પૂર્વે સોના-ચાંદીની કિંમતમાં જોરદાર ઉછાળો, સોનાના ભાવમાં પ્રતિ 10 ગ્રામ 1 હજાર રૂપિયા વધ્યા

ચાંદીની કિંમત MCX પર 1,44,533 રૂપિયા ચાલી રહી છે. જેમાં 2388 રૂપિયા પ્રતિકિલો વધારો નોંધાયો છે.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Wed, 01 Oct 2025 06:04 PM (IST)Updated: Wed, 01 Oct 2025 06:04 PM (IST)
gold-and-silver-price-today-on-mcx-on-1st-october-2025
HIGHLIGHTS
  • સોનાની કિંમતમાં 1 હજાર રૂપિયા પ્રતિ 10 ગ્રામથી વધારે ઉછાળો જોવા મળ્યો

Gold Price Rate: આગામી 2 ઓક્ટોબરના રોજ ગુજરાત સહિત સમગ્ર દેશભરમાં ધામધૂમપૂર્વક દશેરાનો તહેવાર મનાવવામાં આવે છે. જો કે અસત્ય પર સત્યના વિજયના પ્રતિક પર્વ સમાન આ તહેવારની પહેલા સોના-ચાંદીની કિંમતોમાં જોરદાર ઉછાળો જોવા મળ્યો છે.

એકતરફ ચાંદીની કિંમતમાં 2 હજાર રૂપિયા પ્રતિકિલો વધારો થયો છે. જ્યારે સોનાની કિંમતમાં 1 હજાર રૂપિયા પ્રતિ 10 ગ્રામથી વધારે ઉછાળો જોવા મળી રહ્યો છે. આમ બન્ને કિંમતી ધાતુઓ મધ્યમ વર્ગની પહોંચની બહાર જતી રહી છે.

ચાંદીનો નવો ભાવ
અત્યારે બપોરે 2 વાગ્યાની આસપાસ ચાંદીની કિંમત MCX પર 1,44,533 રૂપિયા ચાલી રહી છે. જેમાં 2388 રૂપિયા પ્રતિકિલો વધારો નોંધાયો છે. જ્યારે ચાંદીએ અત્યાર સુધીમાં 1,42,466 રૂપિયા પ્રતિકિલો પહોંચીને લો રેકોર્ટ અને 1,44,844 પર પહોંચીને હાઈ રેકોર્ડ બનાવ્યો છે.

ગોલ્ડનો લેટેસ્ટ ભાવ
બીજી તરફ બપોરે સવા 2 વાગ્યાની આસપાસ સોનાની કિંમત 1,18,329 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પહોંચી ગઈ છે. જેમાં 1064 રૂપિયા પ્રતિ 10 ગ્રામનો વધારો જોવા મળી રહ્યોૌ છે. સોનાને અત્યાર સુધીમાં 1,17,094 રૂપિયા પ્રતિ 10 ગ્રામનો લો રેકોર્ટ અને 1,18,44 રૂપિયા પ્રતિ 10 ગ્રામનો હાઈ રેકોર્ડ બનાવ્યો છે.

આજે 01 ઓક્ટોબરના રોજ દેશના વિવિધ શહેરોમાં સોનાનો દર

  • અમદાવાદમાં આજે સોનાનો દર (Todays Gold Rate in Ahmedabad)
    અમદાવાદમાં 22 કેરેટ સોનાનો ભાવ ₹1,07,710 પ્રતિ 10 ગ્રામ અને 24 કેરેટ સોનાનો દર ₹1,17,500 પ્રતિ 10 ગ્રામ છે.
  • સુરતમાં આજે સોનાનો દર (Todays Gold Rate in Surat)
    સુરતમાં 22 કેરેટ સોનાનો ભાવ ₹1,07,710 પ્રતિ 10 ગ્રામ અને 24 કેરેટ સોનાનો દર ₹1,17,500 પ્રતિ 10 ગ્રામ છે.
  • વડોદરામાં આજે સોનાનો દર (Todays Gold Rate in Vadodara)
    વડોદરામાં 22 કેરેટ સોનાનો ભાવ ₹1,07,710 પ્રતિ 10 ગ્રામ અને 24 કેરેટ સોનાનો દર ₹1,17,500 પ્રતિ 10 ગ્રામ છે.
  • રાજકોટમાં આજે સોનાનો દર (Todays Gold Rate in Rajkot)
    રાજકોટમાં 22 કેરેટ સોનાનો ભાવ ₹1,07,710 પ્રતિ 10 ગ્રામ અને 24 કેરેટ સોનાનો દર ₹1,17,500 પ્રતિ 10 ગ્રામ છે.
  • જામનગરમાં આજે સોનાનો દર (Todays Gold Rate in Jamnagar)
    જામનગરમાં 22 કેરેટ સોનાનો ભાવ ₹1,07,710 પ્રતિ 10 ગ્રામ અને 24 કેરેટ સોનાનો દર ₹1,17,500 પ્રતિ 10 ગ્રામ છે.