PM Modi 73rd Birthday: દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે પોતાનો 73મો જન્મદિવસ ઉજવી રહ્યા છે. નરેન્દ્ર મોદીનો જન્મ 17 સપ્ટેમ્બર, 1950ના રોજ ગુજરાતના વડનગરમાં દામોદરદાસ મોદી અને હિરાબેનના ઘરે થયો હતો. તે પોતાના માતા-પિતાના 6 સંતાનોમાં ત્રીજા નંબર પર છે. તેમની પ્રારંભિક શિક્ષા વડનગરના ભાગવતાચાર્ય નારાયણાચાર્ય શાળામાં થઈ હતી.
નરેન્દ્ર મોદીની રાજકીય સફર રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) ના પ્રચારક તરીકે થઈ હતી. દેશના વડાપ્રધાન બનતા પહેલા પીએમ નરેન્દ્ર મોદી વર્ષ 2001થી 2014 સુધી ત્રણ વખત ગુજરાતના મુખ્યમંત્રી તરીકે સેવા આપી ચૂક્યા છે.
જાણો વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિશે કેટલાક રસપ્રદ તથ્યો
- નરેન્દ્ર મોદી બાળપણમાં પોતાના પિતાને રેલવે સ્ટેશન પર ચા વેચવામાં મદદ કરતા હતા. તેમને શાળામાં ઘણા નાટકોમાં ભાગ પણ લીધો હતો.
- જ્યારે નરેન્દ્ર મોદી 8 વર્ષના હતા ત્યારે તેમને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) વિશે જાણ થઈ હતી અને તેમને સેશન્સમાં ભાગ લેવાનું શરૂ કર્યું હતું. અહીંયા તેમની મુલાકાત લક્ષ્મણરાવ ઈનામદાર સાથે થઈ હતી, જે પછી તેમના ગુરુ બન્યા.
- વર્ષ 1985માં ભાજપમાં સામેલ થતાં પહેલા તેઓ આરએસએસના પ્રચારક હતા.
- વર્ષ 2001માં જ્યારે નરેન્દ્ર મોદીને ગુજરાતના મુખ્યમંત્રીના રૂપમાં નિયુક્ત કરવામાં આવ્યા ત્યારે તેઓ રાજ્ય વિધાનસભાના સદસ્ય પણ ન હતા.
- નરેન્દ્ર મોદી ગુજરાતના સૌથી લાંબા સમય સુધી સેવા આપનાર મુખ્યમંત્રી છે. તેઓએ 13 વર્ષથી વધુ સમય સુધી સેવા આપી છે
- નરેન્દ્ર મોદી દેશને આઝાદી મળ્યા પછી જન્મ લેનાર પહેલા ભારતીય વડાપ્રધાન છે.
- તેઓ ઈન્દિરા ગાંધી પછી સતત બીજા કાર્યકાળ માટે સ્પષ્ટ બહુમત હાંસલ કરનાર પ્રથમ ભારતીય વડાપ્રધાન છે.
- પીએમ નરેન્દ્ર મોદીને કવિતા લખવાનો અને ફોટોગ્રાફી કરવાનો પણ શોખ છે.
ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો ગુજરાતી જાગરણની ન્યૂઝ એપ.