Sophia Qureshi: કર્નલ સોફિયા કુરેશી કોણ છે? જેણે જણાવ્યું કે પાકિસ્તાનમાં ઘૂસીને કેવી રીતે ઓપરેશન સિંદૂર પાર પડ્યું

ઓપરેશન સિંદૂરમાં પાકિસ્તાનમાં રહેલા આતંકવાદીઓના 9 ઠેકાણાને તોડી પડાયા છે, જેમા પાકિસ્તાનના નાગરિકો અને પાકિસ્તાનના આર્મી સેન્ટરો પર હુમલો કરાયો નતી.

By: Gujarati JagranEdited By:Gujarati JagranPublish Date: Wed, 07 May 2025 11:55 AM (IST)Updated: Wed, 07 May 2025 01:32 PM (IST)
operation-sindoor-who-is-lieutenant-colonel-sophia-qureshi-biography-caree-education-achievement

Who Is Sophia Qureshi, Operation Sindoor: જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાનો જવાબ આજે ભારતે આપ્યો છે. ભારતે એરસ્ટ્રાઈક કરીને પાકિસ્તાનની અંદર રહેલા આતંકવાદીઓના ઠેકાણાઓેને જમીનદોસ્ત કરી દીધા છે. ઓપરેશન સિંદૂર અંગે વિદેશ સચિવ વિક્રમ મિસ્ત્રી સાથે વિંગ કમાન્ડર વ્યોમિકા સિંહ અને કર્નલ સોફિયા કુરેશીએ મીડિયાને માહિતી આપી હતી. દેશના લોકો એ જાણવા ઉત્સુક છે કે કર્નલ સોફિયા કુરેશી કોણ છે. આજે અમે આ અંગે જણાવીશુ

કર્નલ સોફિયા કુરેશી કોણ છે?

કર્નલ સોફિયા કુરેશી ગુજરાતની રહેવાસી છે. તેણે પુનામાં બહુરાષ્ટ્રીય સેના અભ્યાસ એક્સરસાઈઝ ફોર્સ 18માં ભારતીય સેનાની ટુકડીની કમાન સંભાળી હતી. આવું કરનાર તે પ્રથમ મહિલા અધિકારી છે.

35 વર્ષિય કર્નલ સોફિયા કુરેશી 2016માં એક્સરસાઈઝ ફોર્સ 18 મિલિટ્રી ડ્રિલનો ભાગ રહી ચૂકી છે. તેણે બાયોકેમેસ્ટ્રીની ડિગ્રી મેળવી છે. લગભગ 6 વર્ષથી, તેણે સંયુક્ત રાષ્ટ્ર શાંતિ મિશનમાં ભારત વતી યોગદાન આપ્યું છે અને કોંગોમાં મિશન પૂર્ણ કર્યું છે.

ગુજરાતની રહેવાસી સોફિયા કુરેશી ભારતીય સેનાના સિગ્નલ કોર્પ્સમાં અધિકારી છે અને તેમણે પોતાની કારકિર્દીમાં ઘણા સીમાચિહ્નો સ્થાપિત કર્યા છે, જે મહિલાઓ માટે પ્રેરણારૂપ બની છે. સોફિયા કુરેશીએ મેજર તાજુદ્દીન કુરેશી સાથે લગ્ન કર્યા, જેઓ આર્મીના મિકેનાઇઝ્ડ ઇન્ફન્ટ્રીમાં ફરજ બજાવતા હતા. બંનેને નવ વર્ષનો દીકરો પણ છે.

સોફિયા એક આર્મી પરિવારમાંથી આવે છે. તેમના દાદા ભારતીય સેનામાં સેવા આપી ચૂક્યા છે અને તેમના પિતાએ પણ થોડા સમય માટે સેનામાં સેવા આપી હતી. આ આર્મી પૃષ્ઠભૂમિને કારણે, સોફિયાએ પણ બાળપણથી જ સૈનિક બનવાનું સ્વપ્ન જોવાનું શરૂ કર્યું. 1999 માં, તેણે ઓફિસર્સ ટ્રેનિંગ એકેડેમી (OTA) દ્વારા સેનામાં કમિશન મળ્યું. ત્યારબાદ, તેણીને દેશના વિવિધ ભાગોમાં પોસ્ટ કરવામાં આવી, જેમાં બળવાખોરી વિરોધી ક્ષેત્રોનો પણ સમાવેશ થાય છે.

સોફિયા કુરેશીને શાંતિ મિશનનો પણ અનુભવ છે. 2006 માં, તેમણે કોંગો (આફ્રિકા) માં સંયુક્ત રાષ્ટ્ર શાંતિ મિશનમાં લશ્કરી નિરીક્ષક તરીકે સેવા આપી. આ ઉપરાંત, તેમણે ઓપરેશન પરાક્રમ દરમિયાન પંજાબ સરહદ પર સેવા આપી હતી. તે જ સમયે, ઉત્તર-પૂર્વ ભારતમાં પૂર રાહત કામગીરી દરમિયાન તેમના સંદેશાવ્યવહાર કાર્યને સિગ્નલ ઓફિસર-ઇન-ચીફ પ્રશંસા કાર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા.