Operation Sindoor: પાકિસ્તાનમાં એર સ્ટ્રાઈક કર્યા બાદ સુરક્ષિત રીતે પાછા ફર્યા તમામ ભારતીય સૈનિકો, 9 આતંકવાદી ઠેકાણાઓનો કર્યો નાશ

Operation Sindoor: ભારતે 'ઓપરેશન સિંદૂર' (Operation Sindoor) ને સફળતાપૂર્વક પાર કરી લીધું છે. પાકિસ્તાનમાં એર સ્ટ્રાઈક કર્યા બાદ તમામ ભારતીય સૈનિકો સુરક્ષિત રીતે પાછા ફર્યા છે.

By: Dharmendra ThakurEdited By:Dharmendra ThakurPublish Date: Wed, 07 May 2025 07:30 AM (IST)Updated: Wed, 07 May 2025 07:43 AM (IST)
operation-sindoor-all-indian-soldiers-returned-safely-after-air-strike-in-pakistan-9-terrorist-hideouts-destroyed

Operation Sindoor Update: ભારતે 'ઓપરેશન સિંદૂર' (Operation Sindoor) ને સફળતાપૂર્વક પાર કરી લીધું છે. પાકિસ્તાનમાં એર સ્ટ્રાઈક કર્યા બાદ તમામ ભારતીય સૈનિકો સુરક્ષિત રીતે પાછા ફર્યા છે. પહલગામ હત્યાકાંડ (Pahalgam Terror Attack)ના 15મા દિવસે, મંગળવારે રાત્રે લગભગ 1:44 વાગ્યે, ભારતે પાકિસ્તાન અને તેના કબજા હેઠળના જમ્મુ અને કાશ્મીરમાં સ્થિત આતંકવાદી ઠેકાણાઓ પર હુમલો કર્યો હતો.

ભારતે બહાવલપુરમાં મસૂદ અઝહરના ઠેકાણા સહિત નવ આતંકવાદી ઠેકાણાઓ પર બોમ્બમારો કર્યો હતો. આ દરમિયાન પાકિસ્તાની સેનાએ રાત્રે એક નિવેદનમાં કહ્યું કે, ભારતે પાકિસ્તાનના કોટલી, બહાવલપુર અને મુઝફ્ફરાબાદ પર મિસાઇલોથી હુમલો કર્યો છે, જ્યારે ભારતીય સેનાએ સ્પષ્ટપણે કહ્યું કે, અમારી કાર્યવાહી ફક્ત આતંકવાદી ઠેકાણાઓ પર કરવામાં આવી છે. કોઈ પાકિસ્તાની લશ્કરી છાવણીઓને નિશાન બનાવવામાં આવી નથી.

ભારતીય સેનાએ X પર લખ્યું ન્યાય થયો, જય હિંદ.

ભારતના હુમલાથી ગભરાયેલા પાકિસ્તાને જમ્મુ કાશ્મીરના પૂંછ રાજૌરીમાં ગોળીબાર કર્યો હતો. પાકિસ્તાનનું સત્તાવાર નિવેદન બહાર આવ્યું છે. ભારતે 6 સ્થળોએ હુમલો કર્યો. 8 આતંકવાદીઓ માર્યા ગયા અને 35 ઘાયલ થયા.