Wing Commander Vyomika Singh: પહેલગામ આતંકવાદી હુમલાનો જવાબ ભારતે ઓપરેશન સિંદૂરથી આપ્યો છે. ભારતીય સેનાએ પાકિસ્તાનમાં ઘૂસીને નવ આતંકવાદી ઠેકાણાઓનો નાશ કર્યો છે. ભારતીય સેનાના હવાઈ હુમલામાં ડઝનબંધ આતંકવાદીઓ માર્યા ગયા અને અનેક ઘાયલ થયાના અહેવાલ છે. પહેલગામ આતંકવાદી હુમલાના બદલાની કાર્યવાહીને 'ઓપરેશન સિંદૂર' નામ આપવામાં આવ્યું હતું. ભારતીય સેના વતી, વિદેશ સચિવ વિક્રમ મિસ્ત્રી સાથે બે મહિલા અધિકારીઓએ 'ઓપરેશન સિંદૂર' વિશે મીડિયાને માહિતી આપી. તેમાંથી એક કર્નલ સોફિયા કુરેશી અને બીજી વિંગ કમાન્ડર વ્યોમિકા સિંહ છે. દરેક દેશને ગૌરવ અપાવનાર વિંગ કમાન્ડર વ્યોમિકા સિંહ કોણ છે તેના વિશે જાણીએ.
વિંગ કમાન્ડર વ્યોમિકા સિંહ 18 ડિસેમ્બર 2004માં ભારતીય વાયુ સેનામાં કમીશન થઈ છે. વિંગ કમાન્ડર વ્યોમિકા સિંહને વર્તમાન સમયમાં સૌથી શ્રેષ્ઠ વિંગ કમાન્ડર માનવામાં આવે છે. તેમની પાસે ફાઈટર હેલિકોપ્ટર્સ ઉડાવવાનો શ્રેષ્ઠ અનુભવ છે. તેણે ચેતક અને ચીતા જેવા ફાઈટર હેલિકોપ્ટર ઉડાવાવનો અનુભવ છે. વિંગ કમાન્ડર વ્યોમિકા સિંહને ભારતીય વાયુસેનામાં સામેલ થવાના 13 વર્ષ પછી વિંગ કમાન્ડરનું પદ મળ્યું છે. તેમને 18 ડિસેમ્બર 2017માં વિંગ કમાન્ડર બનાવાયા.
VIDEO | Operation Sindoor Indian Army Joint Press Briefing LIVE: Wg Cdr Vyomika Singh says," Operation Sindoor was launched by the Indian Armed Forces to deliver justice to the victims of Pahalgam terror attack and their families. Nine terrorist camps were targeted and… pic.twitter.com/7hGrjPLjUo
— Press Trust of India (@PTI_News) May 7, 2025
તેમણે 2020માં અરુણાચલ પ્રદેશમાં એક મુશ્કેલ મિશનનું નેતૃત્વ કર્યું હતું. વિંગ કમાન્ડર વ્યોમિકા સિંહે એન્જિનિયરિંગનો અભ્યાસ કર્યો છે. પછી તેઓ વાયુસેનામાં સામેલ થયા. સેનામા જનાર વિંગ કમાન્ડર વ્યોમિકા સિંહ પરિવારમાં પ્રથમ મહિલા છે. તેઓએ પાસે 2500 કલાકથી વધારેનો ફાઈટર હેલિકોપ્ટર ઉડાવવાનો અનુભવ છે. 2021માં વિંગ કમાન્ડર વ્યોમિકા સિંહે માઉન્ટ મણિરંગ પર પર્વતારોહણ અભિયાનમાં પણ ભાગ લીધો હતો.
