કોંગ્રેસ અધ્યક્ષ ખડગેની લોકતંત્ર બચાવવા હાકલ, કહ્યું- 'સીમાંકન બિલ થકી સત્તા કાયમ માટે ભાજપ-સંઘના હાથોમાં જતી રહેશે'

કેન્દ્ર સરકાર દ્વારા સીમાંકન બિલ પસાર કરવા માટે સંસદનું વિશેષ સત્ર બોલાવાયું છે, જેનો કોંગ્રેસ વિરોધ કરી રહી છે. મલ્લિકાર્જુન ખડગેએ ચેતવણી આપી છે કે આ બિલથી ભાજપ-સંઘને કાયમી સત્તા મળશે અને બંધારણ બદલવાનો પ્રયાસ થશે, તેથી લોકતંત્ર બચાવવા બધા એક થાય.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Sat, 28 Nov 2026 04:23 PM (IST)Updated: Sat, 28 Nov 2026 04:23 PM (IST)
natioanal-news-congress-chief-mallikarjun-kharge-attack-bjp-rss-over-delimitation-bill

National News: સીમાંકન બિલ પાસ કરાવવા માટે કેન્દ્રની મોદી સરકાર દ્વારા સંસદનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે, જેને લઈને રાજકારણ ગરમાયું છે. કોંગ્રેસ આ બિલનો પુરજોશમાં વિરોધ કરી રહી છે. એવામાં કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ પત્રકાર પરિષદ બોલાવીને ભાજપ સરકારને આડેહાથ લેતા ચેતવણી આપી આપતા આ બિલ દેશ હિતમાં ના હોવાનું જણાવ્યું છે.

સરકાર કાયમ માટે ભાજપ-સંઘના હાથમાં જતી રહેશે

મલ્લિકાર્જુન ખડગેએ જણાવ્યું કે, જો સીમાંકન બિલ પાસ થઈ જશે, તો સરકાર કાયમ માટે રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ (RSS) અને ભાજપના હાથોમાં જતી રહેશે. આ સાથે જ કોંગ્રેસ અધ્યક્ષે સીમાંકન બિલ પાસ કરાવવા માટે સંસદમાં જરૂરી આંકડા માટે ભાજપ પર જોડતોડની રાજનીતિનો આરોપ લગાવ્યો છે.

સાંથલથી પ્રથમવાર નીકળેલો દ્વારકા પગપાળા સંઘ પાટડી પહોંચ્યોઃ ગમન સાંથલ સહિતના યાત્રિકોનું ફૂલહાર અને ઢોલ-નગારા સાથે સ્વાગત કરાયું

ખડગેએ તૃણમુલ કોંગ્રેસ, નેશનલ કોંગ્રેસ પાર્ટી અને શિવસેનાનું ઉદાહરણ આપતાં જણાવ્યું કે, આવી પાર્ટીઓને તોડીને તેમના સાંસદોને ભાજપ પોતાના હિત માટે ઉપયોગ કરી રહી છે.

2024ની ચૂંટણીમાં 'અબકી બાર 400 પાર'ના નારાને જનતાએ નકાર્યો

2024ની લોકસભા ચૂંટણીમાં 400 પારનું સુત્ર આપીને ભાજપે કોશિશ કરી જોઈ, પરંતુ તેમાં સફળ ના થયું. જો કે હવે બીજા પાર્ટીઓને તોડીને જરૂરી આંકડો મેળવવા માટેની ક્વાયત ચાલી રહી છે. અગાઉ 400 પારના નારાના જનતાએ નકાર્યો હતો, કારણ કે તેમનો ઈરાદો બંધારણને બદલવાનો છે. આ વખતે પણ તેઓ આવું જ કરવાનો પ્રયાસ કરશે.

કોંગ્રેસ અધ્યક્ષ ખડગેએ જણાવ્યું કે, જો સરકાર આવું કરવામાં સફળ રહેશે, તો સરકાર હંમેશા માટે ભાજપ અને સંઘના હાથોમાં જતી રહેશે. સીમાંકન બિલથી 800થી વધુ સીટો થઈ જશે અને બંધારણ બદલવામાં આવશે. આથી અમે તમામ પાર્ટીઓ એકજૂટ થઈને તેનો વિરોધ કરીશું.

આ સાથે જ ખડગેએ દેશ બચાવવાની અપીલ કરતાં જણાવ્યું કે, તમામ લોકોએ લોકતંત્ર બચાવવા માટે આ બિલનો વિરોધ કરવો જોઈએ. જે પીતે ચીનમાં હાથ ઊંચો કરીને વાત સ્વીકારી લેવામાં આવે છે, તેવી જ રીતે ભારતમાં પણ આવું કરવાની કોશિશ થઈ રહી છે.