Union Cabinet Meeting: 30 નવેમ્બરથી લોકસભા અને 2 ડિસેમ્બરના રોજ રાજ્યસભાની બેઠક થવા જઈ રહી છે. સંસદના વિશેષ સત્રની જાહેરાત પછી આજે કેન્દ્રીય કેબિનેટની આજે બપોરે પીએમ મોદી સાથે બેઠક થશે, જેમાં અનેક મહત્વપૂર્ણ વિષયો પર ચર્ચા કરવામાં આવશે. એવી પણ ચર્ચા છે કે આ બેઠકમાં સીમાંકન અને મહિલા રિઝર્વેશન બિલ પર ચર્ચા થઈ શકે છે.
સીમાંકન બિલ લાવવામાં આવી શકે છે
તમને જણાવી દઈએ કે, આ મહત્વપૂર્ણ બેઠક માટે બધા મંત્રીઓને જાણ કરી દેવામાં આવી છે. સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે આ બેઠકમાં સરકાર ગયા સીમાંકન સાથે જોડાયેલ બિલ અને મહિલા રિઝર્વેશન બિલમાં કેટલાક સંશોધન કરી શકે છે. તમને જણાવી દઈએ કે, આ બિલની જોગવાઈ મુજબ લોકસભા અને રાજ્યસભામાં મહિલાઓ માટે 33 ટકા રિઝર્વરેશનની જોગવાઈ છે.
કેવી રીતે પાસ થશે સીમાંકન બિલ?
જ્યારથી સંસદના વિશેષ સત્રની તારીખ જાહેર કરવામાં આવી છે ત્યારથી પક્ષ અને વિપક્ષ બન્નેમાં રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. એવું માનવામાં આવી રહ્યું છે કે, આ સત્રમાં કેન્દ્ર સરકાર સીમાંકન બિલ અને મહિલા અનામત બિલ પાસ કરાવી શકે છે. જોકે સૌથી પહેલો સવાલ એ છે કે આ બિલ કેવી રીતે પાસ થશે. કારણ કે આ પહેલા પણ બિલ પાસ કરવાનો પ્રસ્વાવ આવ્યો હતો. હવે આપણ આંકડા પર નજર કરીએ તો, હાલના ગૃહમાં 540 સભ્યો છે, જો બધા મતદાન કરે છે તો આ બિલને પાસ કરાવવા માટે 360 મતની જરુર પડશે.
શરદ પવારની પાર્ટીએ ખોલ્યા પત્તા
હવે આપણે વિવિધ પાર્ટીના સાંસદો વિશે વાત કરીએ તો, શરદ પવારની પાર્ટીએ પોતાના પત્તા ખોલી દીધા છે. સુપ્રીયા શુલેના નિવેદનથી વાત સ્પષ્ટ થઈ ગઈ છે. તો ડીએમકેએ ઈન્ડીયા ગઠબંધનથી અલગ થઈને પોતાના રસ્તો બનાવ્યો છે. હવે એનડીએને અંદાજે 40 સાંસદોની જરુર છે. તો એવી પણ શક્યતા છે કે કેટલાક સાંસદો મતદાનથી અલગ રહી શકે છે.
એપ્રીલમાં પાસ નહોતું થઈ શક્યું બિલ
તમને જણાવી દઈએ કે, કેન્દ્ર સરકાર ગયા એપ્રીલમાં સીમાંકન સાથે સંબંધિત સંશોધન બિલ લોકસભામાં લાવી હતી પરંતુ જરુરી આંકડાથી દૂર રહી હતી. આ બિલના પક્ષમાં 208 મત પડ્યા હતા તો વિરોધમાં 234 મત પડ્યા હતા. જોકે આ વખતે બંગાળમાં ટીએમસીમાં પડેલા ભાગલાથી પરિસ્થિતિ બદલાઈ છે. આ ઉપરાંત ઉદ્ધવ ઠાકરેની શિવસેનામાં પણ ગાબડુ પડ્યું છે, જેનો ફાયદો કેન્દ્ર સરકારને મળશ. આ બિલ પાસ કરાવવામાં શરદ પવારની પાર્ટી અને સ્ટાલીનની પાર્ટીનો રોલ મહત્વપૂર્ણ રહેશે તે નક્કી છે.
