MP (Madhya Pradesh) Election Results 2023 Live Updates: મધ્યપ્રદેશ વિધાનસભા ચૂંટણી 2023ના પરિણામોની મત ગણતરી શરુ થઈ ચૂકી છે. 230 બેઠકની ચૂંટણીમાં હાલ ભાજપ 161 સીટો પર આગળ છે, ભાજપ પ્રચંડ બહુમતી તરફ આગળ વધી રહી છે. બુધની સીટ પરથી શિવરાજ સિંહનો ભવ્ય વિજય થયો છે. નિવાસ બેઠક પરથી ફગ્ગન સિંહ કુલસ્તે ચૂંટણી હારી ગયા છે.

MPના શાજાપુરમાં ભાજપ-કોંગ્રેસના કાર્યકર્તાઓ વચ્ચે મારામારીની ઘટના સામે આવી છે. પોલીસે સ્થિતિ કાબૂમાં લેવા લાઠીચાર્જ કરવો પડ્યો છે.
https://twitter.com/ANI/status/1731260372848664787
દતિયા બેઠક પરથી MPના ગૃહમંત્રી નરોત્તમ મિશ્રા 6230 વોટોથી પાછળ ચાલી રહ્યા છે.
ઈન્દોરના નેહરુ સ્ટેડિયમમાં ભાજપ અને કોંગ્રેસના સમર્થકો સામસામે આવી ગયા હતા. જીતુ પટવારી અને મધુ વર્માના સમર્થકો સૂત્રોચ્ચાર કરતા સામસામે આવી ગયા હતા.
રુઝાનોમાં ભાજપની બહુમતીથી જીત બાદ CM શિવરાજ સિંહ ચૌહામે પાર્ટીના મહિલા કાર્યકર્તાઓના આશીર્વાદ લીધા હતા.
https://twitter.com/ANI/status/1731231962956988607?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1731231962956988607%7Ctwgr%5Ed899a53ebabfd5b5dbeadc2c8c5ad5891d5d4bf8%7Ctwcon%5Es1_&ref_url=https%3A%2F%2Fwww.jagran.com%2Felections%2Fmadhya-pradesh-mp-election-result-2023-live-counting-news-shivraj-singh-chouhan-kamal-nath-bjp-congress-updates-in-hindi-lb-23595034.html
દિમનીમાં 5 રાઉન્ડની મતગણતરી પૂર્ણ થઈ ગઈ છે. અહીં ભાજપના ઉમેદવાર નરેન્દ્ર સિંહ તોમરને 29,496 વોટ મળ્યા, કોંગ્રેસને 5,862 વોટ અને બસપાને 15,928 વોટ મળ્યા.
શિવરાજ સિંહ ચૌહાણે કહ્યું, 'MPના મનમાં મોદીજી છે અને મોદીજીના મનમાં MP છે. તેમણે અહીં જાહેર રેલીઓ યોજી અને લોકોને અપીલ કરી અને તે લોકોના હૃદયને સ્પર્શી ગઈ. આ વલણો તેનું પરિણામ છે. ડબલ એન્જિનની સરકારે કેન્દ્ર સરકારની યોજનાઓ અને અહીં જે યોજનાઓ બની તેનો યોગ્ય રીતે અમલ કર્યો. તેણે લોકોના હૃદયને પણ સ્પર્શી લીધું હતું. મધ્યપ્રદેશ એક પરિવાર બની ગયું. મેં અગાઉ પણ કહ્યું હતું કે લોકોના અમારા પ્રત્યેના પ્રેમને કારણે ભાજપને આરામદાયક અને પ્રચંડ બહુમતી મળશે. તે બધે દેખાતું હતું.
શિવરાજ સિંહે ભોપાલ ગેસ ટ્રેજડીને યાદ કરતા કહ્યું આવી ટ્રેજડી ફરી રિપીટ ન થવી જોઈએ, પર્યાવરણ અને ડેવલપમેન્ટ વચ્ચે બેલેન્સ હોવું જોઈએ. હું આ ટ્રેજડીનો ભોગ બનેલા લોકોને શ્રદ્ધાંજલિ પાઠવું છું.
https://twitter.com/ANI/status/1731177203784958257
મતગણતરી દરમિયાન ભાજપ શરુઆતી રુઝાનોમાં સ્પષ્ટ બહુમતી તરફ આગળ જઈ રહ્યું છે, ત્યારે કોંગ્રેસના ઓફિસ પર સન્નાટો છવાયેલો સ્પષ્ટ જોવા મળી રહ્યો છે.
શરુઆતી રુઝાનોમાં ભાજપે 150નો આંકડો પાર કર્યો છે. જેથી ભાજપના કાર્યાલય પર કાર્યકર્તાઓનો જમાવડો ભેગો થયો છે અને જય શ્રી રામના નારા લાગી રહ્યા છે.
મધ્યપ્રદેશના વલણોમાં ભાજપની લીડ બાદ, કેન્દ્રીય મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ કહ્યું- સેવા અને સુશાસનની અમારી સરકાર, લોકોના સંપૂર્ણ આશીર્વાદ ભાજપની સાથે રહેશે. મને પૂરો વિશ્વાસ છે કે ભાજપ સરકાર પૂર્ણ બહુમતી સાથે રચાશે.
બુધની બેઠર પરથી CM શિવરાજ સિંહ ચૌહાણ 13 હજારથી વધુ મતોથી જંગી લીડ તરફ આગળ ચાલી રહ્યા છે.
મધ્યપ્રદેશ વિધાનસભાની તમામ 230 બેઠકો પર રુઝાન સામે આવ્યા છે. જેમાં સ્પષ્ટપણે ભાજપ આગળ છે. ભાજપ 140 તો કોંગ્રેસ 86 સીટો પર, જ્યારે 4 સીટ પર અન્ય આગળ છે.
MPના પૂર્વ CM કમલનાથ છિંદવાડા સીટ પર પાછળ ચાલી રહ્યા છે.
MPની 197 સીટો પર રુઝાન સામે આવ્યા છે. ભાજપે 105 અને કોંગ્રેસ 90 સીટો પર આગળ છે. 2 સીટ પર અન્ય આગળ છે.
કોંગ્રેસના પ્રદેશાધ્યક્ષ કમલનાથે અત્યાર સુધી કોઈ રુઝાન જોયા નથી, તેમનું કહેવું છે કે 11 વાગ્યા પછી ચિત્ર સ્પષ્ટ થશે. મને આત્મવિશ્વાસ છે કે કોંગ્રેસ જ જીતી રહી છે.
MPના ગૃહ મંત્રી નરોત્તમ મિશ્રા શરુઆતી રુઝાનોમાં દતિયા બેઠક પર પાછળ ચાલી રહ્યા છે.
MP ચૂંટણીમાં શરુઆતી રુઝાનોમાં ભાજપ-કોંગ્રેસ વચ્ચે કાંટાની ટક્કર જોવા મળી રહી છે. છિંદવાડા બેઠક પરથી કમલનાથ આગળ ચાલી રહ્યા છે, જ્યારે બુધની બેઠકથી શિવરાજ સિંહ ચૌહાણ આગળ ચાલી રહ્યા છે.
મધ્યપ્રદેશની 113 સીટો પર ટ્રેન્ડ આવી ગયો છે. ભાજપ 57 બેઠકો પર આગળ છે અને કોંગ્રેસ પણ 53 બેઠકો પર આગળ છે, જ્યારે અન્ય 3 બેઠકો પર આગળ છે.
કોંગ્રેસના વરિષ્ઠ નેતા દિગ્વિજય સિંહે દાવો કર્યો છે કે મધ્ય પ્રદેશમાંથી શિવરાજ સિંહ ચૌહાણની વિદાઈ નિશ્ચિત છે. તેમણે 130 પ્લસ સીટોથી કોંગ્રેસ જીતશે તેવો દાવો કર્યો છે.
https://twitter.com/ANI/status/1731142818490658869?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1731142818490658869%7Ctwgr%5E0ccae7605a5ce9c247c26d06b75d04e1e5497058%7Ctwcon%5Es1_&ref_url=https%3A%2F%2Fwww.jagran.com%2Felections%2Fmadhya-pradesh-mp-election-result-2023-live-counting-news-shivraj-singh-chouhan-kamal-nath-bjp-congress-updates-in-hindi-lb-23595034.html
મધ્યપ્રદેશમાં આજે 8 વાગ્યાથી મતગણતરી શરૂ થઈ છે. આ પહેલા મતગણતરી સ્થળ પર અધિકારીઓ પહોંચવાની પ્રક્રિયા શરૂ થઈ ગયા છે. ભોપાલના એક મતગણતરી કેન્દ્ર પર સવારથી જ અધિકારીઓ કતારમાં ઉભા જોવા મળ્યા હતા.
https://twitter.com/ANI/status/1731136831503356305?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1731136831503356305%7Ctwgr%5E54ad3b2e5da8341abe99fb41e14d449a0d44941a%7Ctwcon%5Es1_&ref_url=https%3A%2F%2Fwww.jagran.com%2Felections%2Fmadhya-pradesh-mp-election-result-2023-live-counting-news-shivraj-singh-chouhan-kamal-nath-bjp-congress-updates-in-hindi-lb-23595034.html
મધ્યપ્રદેશ ચૂંટણીના પરિણામો પહેલા જ કોંગ્રેસ પાર્ટીએ દિલ્હીમાં જશ્ન મનાવવાનું શરૂ કરી દીધું છે. પાર્ટીના કાર્યકરોએ દિલ્હીમાં કોંગ્રેસ પાર્ટીના મુખ્યાલયની બહાર ફટાકડા ફોડ્યા.
એક્ઝિટ પોલ્સે બે મુખ્ય પક્ષો વચ્ચેની સીધી સ્પર્ધામાં કોંગ્રેસ કરતાં વર્તમાન ભાજપને આગળ રાખ્યું છે. રાજ્યમાં 17 નવેમ્બરના રોજ એક જ તબક્કામાં વિધાનસભાની ચૂંટણી યોજાઈ હતી. અધિકારીએ જણાવ્યું હતું કે રાજ્યમાં રેકોર્ડ 77.82 ટકા મતદાન થયું હતું, જે 2018ની ચૂંટણી કરતાં 2.19 ટકા વધુ હતું. તમામ 230 વિધાનસભા બેઠકો માટે રવિવારે (3 ડિસેમ્બર) સવારે 8 વાગ્યાથી 52 જિલ્લા મુખ્યાલયો પર કડક સુરક્ષા વચ્ચે મતગણતરી શરૂ થશે.
મધ્યપ્રદેશ વિધાનસભા ચૂંટણી-2023 માટે, રાજ્યના 52 જિલ્લા મુખ્યાલયોમાં સ્થાપિત મતગણતરી કેન્દ્રોમાં આજે 8 વાગ્યાથી મત ગણતરી શરૂ થશે. મતગણતરીનાં રાઉન્ડ મુજબનાં પરિણામો પ્રદર્શિત થશે. સૌ પ્રથમ, પોસ્ટલ બેલેટની ગણતરી 8 વાગ્યાથી શરૂ થશે. અડધા કલાક પછી, EVMમાં નોંધાયેલા મતોની ગણતરી 8:30 વાગ્યે શરૂ થશે.