Koti Deepotsavam PM: વડાપ્રધાન મોદીએ તેલંગાનાની રાજધાની હૈદરાબાદમાં કોટી દીપોત્સવમાં ભાગ લીધો. જ્યાં તેમણે કહ્યું- આજે કાર્તિક પૂર્ણિમા અને કાર્તિક સોમવાર છે. આ પવિત્ર દિવસે તમારી સામે આવવું અને કોટી દીપોત્સવનો ભાગ બનવું મારા માટે ઘણી જ સૌભાગ્યની વાત છે.
કોટી દીપોત્સવ પહેલા વડાપ્રધાન મોદીએ ગુરુનાનક જયંતિના પ્રસંગે હૈદરાબાદના અમીરપેટમાં ગુરુદ્વારા પણ ગયા હતા.
#WATCH | Prime Minister Narendra Modi visits Ameerpet Gurudwara in Hyderabad, Telangana on the occasion of Guru Nanak Jayanti. pic.twitter.com/CemgksUvW7
— ANI (@ANI) November 27, 2023
કોટી દીપોત્સવમાં વડાપ્રધાને કહ્યું- તેઓ કાશીથી સાંસદ છે. પોતાના સંસદીય ક્ષેત્ર વારાણસીની ભવ્ય દેવ દિવાળીની પ્રશંસા કરતા તેમણે કહ્યું- આજે ભગવાન શિવના કાશીમાં દેવ દિવાળીની ઉજવણી થઈ રહી છે. આ વખતે હું ત્યાં નથી જઈ શક્યો પરંતુ જે ઉણપ મને અનુભવાઈ તે આજે અહીં પુરી થઈ ગઈ છે. તેમણે કહ્યું કે- વિકસિત ભારતનો સંકલ્પ, તેજ વિકાસ અને વિરાસત બંનેને મળીને જ સશક્ત થઈશું.
વડાપ્રધાન મોદીએ દીપોત્સવના મહિમાનો ઉલ્લેખ કરતા કહ્યું- દીપ સૌને જોડે છે, સૌને રસ્તો દેખાડે છે. તેથી જ્યારે 100 વર્ષનું સૌથી મોટું સંકટ આવ્યું તો આપણે ભારતીયોએ મળીને દીપ પ્રગટાવ્યા. તેમણે કહ્યું- આપણે તે દીપ પ્રગટાવ્યા અને આજે ભારત વિજયી બનીને વિકાસની નવી ગાથા લખી રહ્યું છે. કોરોના મહામારી દરમિયાન વડાપ્રધાને દેશભરની જનતાને દીપ પ્રગટાવવાનું આહ્વાન કર્યું હતું.
#WATCH | Telangana | At Koti Deepotsavam in Hyderabad, PM Narendra Modi says, "Today, it is Kartika Purnima and Kartik Somvar. To come before you on this holy occasion and be a part of Koti Deepotsavam is a great fortune for me...I am an MP from Kashi. Today, Dev Deepawali is… pic.twitter.com/bX2djBugeG
— ANI (@ANI) November 27, 2023
ભારતીય સંસ્કૃતિનો ઉલ્લેખ કરતા વડાપ્રધાને કહ્યું- કોઈ પર્વ પર જ્યારે આપણે કંઈ પણ સ્વદેશી વસ્તુ ખરીદીએ છીએ તો આપણે ન જાણે કેટલા પરિવારના ઘરમાં સમૃદ્ધિના દીપ પ્રગટાવવાનું કામ કરીએ છીએ. છેલ્લા બે સપ્તાહથી વધુ સમયથી ઉત્તરાખંડની ટનલમાં ફસાયેલા મજૂરો પર પણ વડાપ્રધાન નિવેદન આપ્યું. તેમણે કહ્યું- આજે જ્યારે આપણે દેવી-દેવતાઓને પ્રાર્થના કરીએ છીએ, માનવતાના કલ્યાણની વાત કરીએ છીએ, તો આપણે આપણી પ્રાર્થનામાં તે શ્રમિક ભાઈઓને પણ સ્થાન આપીએ છીએ જે છેલ્લા બે સપ્તાહથી ઉત્તરાખંડની એક ટનલમાં ફસાયેલા છે.
#WATCH | Prime Minister Narendra Modi attends Koti Deepotsavam at NTR Stadium in Hyderabad, Telangana. pic.twitter.com/YKxUcHFMDV
— ANI (@ANI) November 27, 2023
મીડિયા રિપોટ્સ મુજબ ઉત્તરકાશીની ટનલમાં દુર્ઘટનામાં રેસ્ક્યૂ માટે ડ્રિલિંગનું કામ ચાલી રહ્યું છે. પાઈપ નાખવામાં અડચણ આવ્યા બાદ હવે વર્ટિકલ ડ્રિલિંગ થઈ રહ્યું છે. મળતી માહિતી મુજબ હજુ પણ લગભગ 50 મીટરનું ડ્રિલિંગ બાકી છે. સંકટના આ સમયમાં મજૂરો માટે દવાઓ, ખાવાનું અને અન્ય જરુરી વસ્તુઓની સપ્લાઈ કરવામાં આવી રહી છે. ટેક્નિકલ મદદથી મજૂરોની માનસિક સ્થિતિની પણ ભાળ મેળવવાનો પ્રયાસ થઈ રહ્યો છે.
ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો ગુજરાતી જાગરણની ન્યૂઝ એપ.
