Cockroach Janata Party: છેલ્લા કેટલાક દિવસોથી કૉકરોચ જનતા પાર્ટી (CJP)ની ચર્ચાએ જોર પકડ્યું છે. સોશિયલ મીડિયામાં છવાઈ ગયેલી આ પાર્ટીને લઈને કેરળ ભાજપના પ્રદેશ અધ્યક્ષ રાજીવ ચંદ્ર શેખરે મોટો દાવો કર્યો છે.
રાજીવ ચંદ્રશેખરે આરોપ લગાવતા જણાવ્યું કે, આ વ્યંગાત્મક ડિજિટલ સંગઠન ભારતને અસ્થિર કરવા માટે સરહદ પારથી ચલાવવામાં આવી રહેલું ઈન્ફ્લુએન્સ ઑપરેશન છે. જેનો મુખ્ય ઉદ્દેશ્ય વડાપ્રધાન મોદી અને કેન્દ્ર સરકારને ટાર્ગેટ કરવાનો છે.
ભાજપ નેતાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર કોકરોચ જનતા પાર્ટીને વિપક્ષના ઈશારે કામ કરતી રણનીતિનો ભાગ ગણાવ્યો છે. આ અભિયાન વિપક્ષના કેટલાક વર્ગોની મદદથી સરહદની પારથી ચલાવવામાં આવી રહ્યું છે. જેનો મુખ્ય હેતુ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની છબી ખરડાવવાનો અને પ્રજાને પ્રભાવિત કરવાનો છે.
The #CockroachParty gambit is yet another classic cross border "influence operation" targetting India and PM @narendramodi govt - designed by vested interests to destabilize India - helped along by elements in our "opposition"
— Rajeev Chandrasekhar 🇮🇳 (@RajeevRC_X) May 23, 2026
In the age of social media, bots, AI and its…
મોદીના નેત્વૃત્વમાં ભારતના વિકાસથી અનેક દેશોના પેટમાં તેલ રેડાયું
રાજીવ ચંદ્રશેખરે જણાવ્યું કે, નરેન્દ્ર મોદી સરકારે દેશને કપરી સ્થિતિમાં બહાર કાઢ્યો છે. વડાપ્રધાને દેશની આર્થિક પ્રગતિ કરવા સાથે ભારતને સુરક્ષિત અને સક્ષમ બનાવ્યો છે. મોદીના નેતૃત્વમાં ભારતના વિકાસથી અનેક દેશોને તકલીફ થઈ રહી છે. આર્ટીફિશિયલ ઈન્ટેલિજન્સનો દુરુપયોગ કરીને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ, ઈન્ટરનેટ બોટ્સ દ્વારા નકલી નેરેટિવ ઉભુ કરવામાં આવી રહ્યું છે.
દેશ અને દુનિયા સમક્ષ આવી રહેલા પડકારોનો એકજૂટ થઈને સામનો કરવો, એજ આજના સમયની માંગ છે. આજ ખરા નેતૃત્વની ઓળખ છે. કોઈ કૉકરોચ, કોઈ તુચ્છ ભારતીય વિપક્ષના નેતા, કોઈ મોદીને નફરત કરનારા વિદેશી હિત ધરાવતું જૂથ ભારતને વિકસિત બનાવવાના સંકલ્પને ડગમગાવી નહીં શકે.
