Indore Love Jihad: 'વીરુ' બનીને પરિણીત વારિસ શેખે હિન્દુ યુવતીને પ્રેમજાળમાં ફસાવી, હોટલમાં લઈ જઈ શરીર સબંધ બાંધ્યા બાદ બ્લેકમેલ કરી

ઈન્દોરમાં એક લવ જેહાદનો કિસ્સો સામે આવ્યો છે, જ્યાં વારિસ શેખે 'વીરુ' બનીને હિન્દુ યુવતીને ફસાવી. હોટલમાં શારીરિક સંબંધ બાંધી ફોટા પાડી બ્લેકમેલ કરતા યુવતીએ પોલીસ ફરિયાદ નોંધાવી છે.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Fri, 28 Aug 2026 08:06 PM (IST)Updated: Fri, 28 Aug 2026 08:06 PM (IST)
indore-love-jihad-married-man-named-waris-poses-as-veeru-to-trap-hindu-woman

Indore Love Jihad: ભાજપ શાસિત રાજ્યોમાં અન્ય ધર્મમાં લગ્ન કરવાને લઈને કડક કાયદા બનાવવામાં આવ્યા હોવા છતાં અવારનવાર આવા કિસ્સાઓ સામે આવતા રહે છે. એવામાં આવો જ વધુ એક કિસ્સો મધ્ય પ્રદેશના ઈન્દોરમાંથી સામે આવ્યો છે. જેમાં શહેરના આઝાદનગર વિસ્તારમાં રહેતા વિધર્મી યુવકે હિન્દુ નામ ધારણ કરીને યુવતીનું શારીરિક શોષણ કરતો હતો.

પિક્ચર બતાવવાના બહાને હોટલમાં લઈ જઈ શરીર સબંધ બાંધી મોબાઈલમાં ફોટા પાડી લીધા

આ અંગે 27 વર્ષીય યુવતીએ નોંધાવેલી પોલીસ ફરિયાદમાં જણાવ્યું છે કે, આજથી 6 વર્ષ પહેલા તે વારિસ શેખ નામના યુવકના સંપર્કમાં આવી હતી. જો કે તે સમયે વારિસે પોતાનો પરિચર વીરુ તરીકે આપ્યો હતો.

2020માં આરોપી યુવતીને પિક્ચર જોવાના બહાને હોટલમાં લઈ ગયો હતો, જ્યાં તેની સાથે શરીર સબંધ બાંધ્યા હતા. જે બાદ 2022માં પણ આરોપીએ યુવતી સાથે સબંધ બાંધ્યો હતો. આ દરમિયાન આરોપીએ પોતાના મોબાઈલમાં બન્નેના ફોટા પાડી લીધા હતા.

જો કે બાદમાં યુવતીને ખબર પડી કે, યુવકનું સાચું નામ વીરું નહીં, પરંતુ વારિસ શેખ છે અને તે પરિણીત છે, તો તેણે સબંધ કાપી નાંખ્યો હતો. જે બાદ આરોપીએ બન્નેના ફોટા મારફતે યુવતીને બ્લેકમેઈલ કરતો હતો. આખરે કંટાળીને યુવતીએ પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો દાખલ કરીને આરોપીની ધરપકડ માટે તપાસના ચક્રો ગતિમાન કર્યાં છે.