6 જાન્યુઆરીના રોજ લેગ્રેન્જ પોઈન્ટ 1 પર પહોંચી જશે Aditya L1: ISRO પ્રમુખ એસ સોમનાથ

By: Dharmendra ThakurEdited By:Dharmendra ThakurPublish Date: Mon, 01 Jan 2024 03:42 PM (IST)Updated: Mon, 01 Jan 2024 03:42 PM (IST)
indian-space-research-organisation-solar-mission-aditya-l1-to-reach-lagrange-point-1-on-january-6-says-isro-chief-s-somnath

ISRO-Aditya L1: આજે ભારતની સ્પેસ એજન્સી ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશને આંધ્ર પ્રદેશના શ્રીહરિકોટાના સતીશ ધવન સ્પેસ સેન્ટરથી એક્સ-રે પોલારિમીટર સેટેલાઈટ (XPoSat)ને સફળતાપૂર્વક લોન્ચ કરી દીધું છે. ત્યારે ઈસરોના વધુ એક મિશન આદિત્ય એલ1ને લઈને મહત્ત્વની જાણકારી સામે આવી છે.

ઈસરોના પ્રમુખ એસ સોમનાથે જણાવ્યું કે, ભારતનું પ્રથમ સોલાર ઓબ્ઝર્વેટરી મિશન 6 જાન્યુઆરીના રોજ લેગ્રેન્જ પોઈન્ટ 1 પર પહોંચી જશે. આદિત્ય એલ1ને 2 સપ્ટેમ્બરના રોજ લોન્ચ કરવામાં આવ્યું હતું. એટલે કે 125 દિવસની યાત્રા પૂર્ણ કરીને આદિત્ય એલ1 લેગ્રેન્જ પોઈન્ટ 1 પર પહોંચશે.

લેગ્રેન્જ પોઈન્ટ 1
લેગ્રેન્જ પોઈન્ટ L1 સૂર્ય-પૃથ્વી રેખા વચ્ચે આવેલો છે. પૃથ્વીથી L1નું અંતર 1.5 મિલિયન કિમી છે. પૃથ્વીથી L1નું અંતર પૃથ્વી-સૂર્યના અંતરના આશરે 1% જેટલું છે. આદિત્ય-L1 સ્પેસક્રાફ્ટને સૂર્ય-પૃથ્વી સિસ્ટમના લેગ્રેન્જ પોઈન્ટ 1 (L1) ની આસપાસ હાલો ઓર્બીટમાં મૂકવાની યોજના છે. L1 પોઈન્ટની આસપાસ હેલો ઓર્બીટમાં મુકવામાં આવેલ સેટેલાઈટનો મુખ્ય ફાયદો છે સૂર્યને કોઈપણ જાતના ગ્રહણ વિના સતત જોઈ શકાય છે. આનાથી સૌર ગતિવિધિઓનું સતત નિરીક્ષણ કરવાનો વધુ ફાયદો થશે.

ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો ગુજરાતી જાગરણની ન્યૂઝ એપ.