PM Modi's Appeal:વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંત્રી પરિષદ અને સચિવો સાથેની મુલાકાતમાં કેટલીક અત્યંત મહત્વની બાબત કહી છે. તેમણે દેશના 50 કરોડથી વધારે લોકોને ગરીબીમાંથી બહાર લાવવા અને માઓવાદનો ખાતમો કરવામાં જે સફળતા મેળવી છે તેની પ્રશંસા કરી છે, અલબત આ સાથે PM મોદીએ માદક પદાર્થોની ટેવનો પણ અંત લાવવા માટે હવે પછીનો લક્ષ્યાંક બનાવવા હાકલ કરી છે.
ખર્ચ નિયંત્રિત કરો, બચત કરો
ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના એક અહેવાલ પ્રમાણે આ ચર્ચા વિચારણ સાથે સંકળાયેલા લોકોએ માહિતી આપી હતી કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તમામ કેબિનેટ મંત્રીઓ તથા સરકારી સચિવોને બચતની ટેવને પ્રોત્સાહન આપવા પણ કહ્યું છે. તેમણે કહ્યું કે ભારતીય સંસ્કૃતિ ખાવો, પીવો અને મોજ કરવાના વિચારોમાં કોઈ વિશ્વાસ ધરાવતી નથી.
માહિતગાર સૂત્રોના જણાવ્યા પ્રમાણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બચત વધારવા પર ભાર આપવા પાછળ ગરીબીમાંથી બહાર નિકળનારા પૈકી ઘણા લોકો ખૂબ જ ખર્ચ કરવાની ટેવને લીધે ફરીથી ગરીબીમાં ધકેલાઈ શકે છે.
અગાઉ સોનું નહીં ખરીદવા અપીલ કરવામાં આવેલી
અત્રે ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અગાઉ દેશવાસીઓને સોનું નહીં ખરીદવા માટે હાકલ કરી હતી. PM મોદીની આ હાકલને માનીને લોકોએ સોનાની ખરીદી કરવાનું વલણ બદલ્યું હતું અને ખદીરી ઓછી કરી હતી.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે જો આપણે મોટી સંખ્યામાં લોકોને ગરીબીથી મુક્ત કરી શકીએ છીએ અને માઓવાને ખતમ કરવા માંગી છીએ તો હવે આપણે માદક પદાર્શોના દુરુપયોગને કેમ અંત લાવી શકતા નથી? તેમાં સૌનું યોગ્ય યોગદાન હોવું જરૂરી છે. આ માટે આપણે મજબૂત રીતે નિર્ધાર કરવાની જરૂર છે.
બાળકોને માટે નશીલા પદાર્થોનું સેવન ખતમ કરવાની વિશેષ જરૂર છે. આપણે આ બાબતને એક વ્યક્તિગત સંકલ્પ બનાવવો જોઈએ.એક અધિકારીએ માહિતી આપી કે આ રીતે PM મોદીએ સમગ્ર દૃષ્ટિકોણ અને સમાજની સંપૂર્ણ ભાગીદારીન વાત કરી છે.
