Israel India Relations:ઈઝરાયલના વડાપ્રધાન બેન્ઝામિન નેતન્યાહુએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે ફોન પર વાતચીત કરી છે. આ દરમિયાન બન્ને નેતા વચ્ચે ભારત અને ઈઝરાયલના મજબૂત વ્યૂહાત્મક સંબંધો અને આતંકવાદ સામે સાથે મળી લડવાના સંકલ્પ અંગે વિગતવાર ચર્ચા થઈ છે. ફોન પર આ વાતચીતની માહિતી ઈઝરાયેલના PM બેન્ઝામિન નેતન્યાહુએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર પોસ્ટ રજૂ કરી કહી છે.
નેતન્યાહુએ પોસ્ટ અંગે માહિતી આપી
નેતન્યાહુએ પોતાની પોસ્ટમાં કહ્યું કે હું મારા મિત્ર ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે વાતચીત કરી છે અને ઈઝરાયેલની સ્વતંત્રતા દિવસ પર વીર ભારતીય પાયલટ સ્મિત મચ્છર સાથે મશાલ પ્રજ્જલિત કરવા આમંત્રણ આપ્યું છે.
તેમણે વધુમાં કહ્યું કે PM મોદીએ આમંત્રણ માટે મને ધન્યવાદ આપ્યો છે અને કહ્યું કે જમીન પર અને હવામાં ભારત તથા ઈઝરાયલ આતંકવાદ સામે સાથે મળી લડી રહ્યું છે. તેમણે અમારી વચ્ચે મજબૂત અને વર્ષો જૂના સંબંધોની પ્રશંસા કરી છે.
PTIની માહિતી પ્રમાણે વડાપ્રધાન કાર્યલય એટલે કે PMOએ પણ ઈઝરાયેલના PM બેન્ઝામિન નેતન્યાહૂ અને PM મોદીની વાતચીતની પુષ્ટીની માહિતી આપી છે. PMOએ કહ્યું કે પ્રધાનમંત્રી મોદી અને બેન્ઝામિન નેતન્યાહુએ ભારત-ઈઝરાયેલ સંબંધોમાં નિરંતર પ્રગતિનું સ્વાગત કર્યું છે. ઈઝરાયલના પ્રધાનમંત્રી સાથે ફોન પર વાતચીતમાં PM મોદીએ શાંતિ અને સ્થિરતા બહાલ કરવા માટે સંવાદ અને કૂટનીતિને આગળ વધારવા માર્ગ તૈયાર કરવા અંગે ભારતના વલણનું પુનરાવર્તન કર્યું છે.
