PM Modi Instagram Post: 13 વર્ષના લાંબા ગાળા બાદ Grand Theft Auto 6 (GTA-6 ભારત સહિત વિશ્વભરમાં લોન્ચ કરવામાં આવી છે. હવે આ ગેમને ધ્યાનમાં રાખીને પીએમ મોદીએ વિપક્ષ પર પ્રહાર કર્યા છે. પીએમ મોદીએ GTA સ્ટાઈલમાં વિપક્ષ પર કટાક્ષ કર્યો છે. પીએમ મોદીએ આ માટે ઈન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરી છે. જેમાં દર્શાવવામાં આવ્યું છે કે, GTA 5 (જે ગેમ 2013 મા આવી હતી) અને GTA 6 જે હાલ 2026 મા આવી છે. વચ્ચેના આ સમયગાળા દરમિયાન ભારતે કેવી પ્રગતિ કરી છે તે દેખાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.
GTA 6 ને ભારતના વિકાસ સાથે જોડીને વિપક્ષ પર પ્રહાર કર્યા
પીએમ મોદીએ લોકપ્રીય વીડિયો ગેમ GTA 6 ને ભારતના વિકાસ સાથે જોડીને વિપક્ષ પર પ્રહાર કર્યા છે. જોકે પ્રધાનમંત્રીએ કોઈનું નામ લીધુ નથી. તેમણે એ દર્શાવવાનો પ્રયાસ કર્યો છે આ 13 વર્ષના ગાળા દરમિયાન ભારતમાં કેવા કેવા પરિવર્તનો આવ્યા છે. આ પોસ્ટ શેર કરતી વખતે પીએમએ કેપ્શનમાં લખ્યું કે- " ભારત દેશ એક બિલકુલ નવી ગેમ રમી રહ્યો છે". આ ઉપરાંત આ પોસ્ટમાં ભારતે પ્રાપ્ત કરેલા વિવિધ લક્ષ્યાંકોનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તેમા ગરીબીમાંથી કેવી રીતે લોકોને બહાર કાઢવામાં આવ્યા તે અંગે વાત કરવામાં આવી છે અને વિપક્ષી સરકારો પર કટાક્ષ કરવામાં આવ્યો છે.
પ્રધાનમંત્રીએ ભારતની પ્રગતિ વિશે કરી વાત
પીએમ મોદીએ બીજી ઘણી સિદ્ધીઓ વિશે પણ વાત કરી છે. જેમાં સ્વચ્છતા અભિયાન, સૌર ઉર્જા, વીજળી કનેક્શન, અવકાશ ક્ષેત્રે પ્રાપ્ત કરેલા લક્ષ્યાંકો અને નક્સલવાદમાંથી મુક્તિનો સમાવેશ થાય છે. તમને જણાવી દઈએ કે, આ તસવીરોમાં પ્રાઈઝડાઉન ફ્રોન્ટનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ એક એવા દમદાર ડિસ્પ્લે ફોન્ટ છે જે જીટીએ ગેમ્સની ઓળખ સમાન છે. આ ઈન્સ્ટા પોસ્ટમાં એમ પણ દર્શાવવામાં આવ્યું છે કે હાલ ભારત કેવી રીતે એક શક્તિશાળી અર્થવ્યવસ્થા બની ગયું છે.
સૌથી ઝડપી આગળ વધતી અર્થવ્યવસ્થા બન્યું ભારત
પ્રધાનમંત્રીએ આ પોસ્ટ શેર કરતી વખતે 10 સ્લાઈડ શેર કરી છે. જેમાં ભારતની અર્થવ્યવસ્થામાં આવેલા ઉછાળા અને ગરીબીમાં આવેલા ઘટાડાને દર્શાવવામાં આવી છે. તેમાં જણાવવામાં આવ્યું છે કે, ભારત કેવી રીતે આજે સૌથી ઝડપથી ઉભરતી અર્થ વ્યવસ્થા બની ગયું છે. પ્રધાનમંત્રીએ આ પ્રગતિને 2013 પછી ભારતમાં આવેલા પરિવર્તનનો મહત્વનો ભાગ ગણાવ્યું છે.
13 વર્ષ બાદ લોન્ચ થઈ GTA 6 ગેમ
તમને જણાવી દઈએ કે પીએમ મોદી જે ગેમનો ઉલ્લેખ કરી રહ્યા છે તે વીડિયો ગેમ સિરીઝનું નવું વર્ઝન GTA 6 ને ગુરુવારે લોન્ચ કરવામાં આવ્યું છે. આ ગેમનું મુખ્ય વર્ઝન GTA 5 વર્ષ 2013માં આવ્યું હતું. એક અહેવાલ મુજબ નવા વર્ઝનને બનાવવામાં એક અરબ ડોલરનો ખર્ચ કરવામાં આવ્યો છે. જો કે આ ગેમએ પ્રી- ઓર્ડરમાં જ 1.1 અરબ ડોલરની કમાણી કરી લીધી છે.
