સીમાંકન બિલને સમર્થન આપવાની DMK એ કરી જાહેરાત, જાણો શું રાખી શરત?

કેન્દ્ર સરકારે સીમાંકન બિલના પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે, જેને 30 નવેમ્બરના રોજ રજૂ કરવામાં આવશે. DMK એ આ બિલને સમર્થન આપવાની જાહેરાત કરી છે, પરંતુ તમિલનાડુની લોકસભા સીટોના રક્ષણ સહિત કેટલીક શરતો પણ મૂકી છે.

By: Nilesh JethvaEdited By:Nilesh JethvaPublish Date: Sat, 28 Nov 2026 01:16 PM (IST)Updated: Sat, 28 Nov 2026 01:16 PM (IST)
dmk-announces-support-for-the-delimitation-bill
સીમાંકન બિલને DMK નું સમર્થન

Delimitation Bill: સીમાંકન (Delimitation)બિલને લઈને કેન્દ્ર સરકારે તૈયારીઓ પુરી કરી લીધી છે. શુક્રવારે મળેલી બેઠકમાં મોદી સરકારે આ પ્રપોઝલને મંજૂરી આપી દીધી છે. તમને જણાવી દઈએ કે આ બિલને 30 નવેમ્બરના રોજ રજૂ કરવામાં આવશે. તો બીજી તરફ કેન્દ્ર સરકાર માટે રાહતની વાત એ છે કે, ડીએમકેએ આ બિલને સમર્થન આપવાની જાહેરાત કરી દીધી છે. સાથે સાથે કેટલીક શરતો પણ રાખી છે.

સીમાંકન બિલને DMK નું સમર્થન

નવા સીમાંકન બિલને DMK એ સમર્થન આપવાની જાહેરાત કરી છે. તમને જણાવી દઈએ કે, શનિવારે મળેલી બેઠક બાદ સ્ટાલિને આ જાહેરાત કરી હતી. લોકસભામાં ડીએમકેના 22 સાંસદો છે. આ બિલને સમર્થન આપવા માટે ડીએમકેએ કેટલીક સરતો રાખી હોવાની પણ વાત સામે આવી છે. જેમાં એ વાત સામેલ છે કે, લોકસભામા તમિલનાડુના ભાગની સીટોનું રક્ષણ કરવાનાા અભિગમ પર પણ સ્થિર રહેશે. આ સમર્થનની જાહેરાત કરતી વખતે સ્ટાલિને કહ્યું કે, આ તમિલનાડુના 3 વર્ષના સંઘર્ષની જીત છે. આ ઉપરાંત સ્ટાલિને એ વાત પર પણ ધ્યાન દોર્યું કે, તમિલનાડુની સીટો લોકસભામાં વધે અને સાથે સાથે સંસદીય પ્રતિનિધિત્વની યોગ્ય ટકાવારી પણ જાળવી રાખવામાં આવે. જેથી તમિલનાડુના હિતોનું રક્ષણ પણ થાય.

શું બોલ્યા એ રાજા?

આ બિલ અંગે ડીએમકેના વરિષ્ઠ નેતા એ રાજાએ કહ્યું કે, અમે આ બિલને સમર્થન આપતા પહેલા એ વાત સુનિશ્ચિત કરી છે કે, લોકસભામાં તમિલનાડુની 7.18 ટકા ભાગીદારીમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર ન થવો જોઈએ. અમે 59 સીટોના આંકડા સાથે સમર્થન આપ્યું છે. આ ઉપરાંત જો જરુરિયાત જણાય તો તેમાં સંશોધન કરવાની પણ અમને છૂટ આપવાની વાત અધ્યક્ષે કરી છે. આ ઉપરાંત તેમણે આ વાત પર પણ ભાર મુક્યો છે આ સમગ્ર પ્રક્રિયા નિષ્પક્ષ હોવી જોઈએ.

મહિલા અનામત સાથે જોડાયેલ બિલ પણ સામેલ

મહિલા અનામત બિલ પણ સીમાંકન બિલ સાથે જોડાયેલ છે. તેથી જો આ બિલ પાસ થશે તો 2029 ની લોકસભા ચૂંટણીમાં મહિલાઓ માટે 33 ટકા અનામત પણ લાગું થઈ જશે અને મહિલાઓ માટે 272 સીટો અનામત થઈ જશે. આ ઉપરાંત નવા બિલમાં પીઓકેનો પણ ઉલ્લેખ છે.