131st vs 132nd Amendment Bills: હાલમાં નવા સીમાંકન બિલને લઈને ધમધમાટ ચાલી રહ્યો છે. એપ્રીલ મહિનામાં આ બિલ પાસ થઈ શક્યું નહોતું, હવે ફરીથી સરકાર બિલ લઈને આવી રહી છે. જોકે, આ વખતે પરિસ્થિતિ અલગ છે. કારણ કે, ટીએમસી તૂટી ગઈ છે અને શરદ પવારની પાર્ટી ઉપરાંત ડીએમકે પણ સરકારને સમર્થન આપવાની વાત કરી રહી છે.તેથી આ વખતે આ બિલ પાસ કરવામાં સરકારે કોઈ સમસ્યા નહીં આવે. તો હવે આપણે જોઈએ કે, આ નવા બિલમાં શું શું સુધારા કરવામાં આવ્યા છે.
નવા બિલમાં શું અંતર છે?
આ પણ વાંચો
- હવે સવાલ એ આવે છે કે સીમાંકન માટે કયા વસ્તી ગણતરીના આંકડાનો ઉપયોગ કરવામાં આવશે તો જવાબ છે 2011. 2023 ના મહિલા અનામત કાયદામાં કોટા લાગુ કરવાની પ્રક્રિયાને સીમાંકન સાથે જોડવામાં આવી હતી. આ સીમાંકન બિલ લાગુ થયા બાદ કરવામાં આવનાર વસ્તી ગણતરીના આંકડા જાહેર થયા બાદ કરવાનું હતું. જોકે નવા કાયદામાં તાજેતરના ઉપલબ્ધ આંકડાનો ઉપયોગ કરવાની છૂટ છે.
- હવે 132 મા આ સુધારા બિલમાં એવો પ્રસ્તાવ છે કે સીમાંકન બાદ બેઠકોની નવી ફાળવણી અને મતવિસ્તારોની સીમાઓ 2051 સુધી યથાવત રહેશે.
- પહલું તો રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશો માટે બેઠકોમાં એક સરખી 50 ટકાનો વધારો.
- નવા બિલમાં લોકસભાની સીટો વધારીને 850 કરવાનું આયોજન છે. જેમાં રાજ્યોની 815 અને કેન્દ્ર શાસિત પ્રદેશોના 35 સભ્યો હોઈ શકે છે.
- આ ઉપરાંત રાજ્યોની વિધાનસભાની સભ્ય સંખ્યા 500 થી વધારીને 650 કરવાનો પ્રસ્તાવ છે.
- તમને જણાવી દઈએ તે આ પહેલા જે બિલ આવ્યું હતું તે રાજ્યો માટે એક સરખી રીતે સીટો વધારવાની કોઈ વ્યવસ્થા નહોતી.
- આ ઉપરાંત આ બિલમાં એવી પણ જોગવાઈ છે કે 2023 નો સુધારો અમલમાં આવ્યાના 15 વર્ષ સુધી મહિલાઓ (SC અને ST મહિલાઓ સહિત) માટે એક તૃતીયાંશ (33%) સીટો અનામત રાખવાની રહેશે. જોકે, આ સમયગાળો વધારવાની તથા તેમ અનામત બેઠકોના ફેરબદલની પ્રક્રિયા નક્કી કરવાની સત્તા સંસદ પાસે રહેશે.
- આ સમગ્ર પ્રોસેસનું મોનિટરિંગ કરવા માટે નવું પરિસીમન આયોગ બનાવવામાં આવશે, જેના પ્રમુખ સુપ્રીમ કોર્ટના વર્તમાન કે પૂર્વ જજ હશે અને તેમની નિમણૂક કેન્દ્ર સરકાર કરશે.
- હવે આ આયોગની કામગીરી અંગે વાત કરીએ તો તેઓ બેઠકોની ફાળવણી નક્કી કરશે, આ ઉપરાંત મતવિસ્તારોની બોર્ડર નક્કી કરશે અને મહિલાઓ માટેની અનામત સીટોની ઓળખ કરશે.
- આ ઉપરાંત આયોગ યોગ્ય સમજે તે મુજબ અનામત બેઠકો વારાફરતી (રોટેશનના આધારે) બદલવામાં આવશે. SC અને ST મહિલાઓ માટેની અનામત બેઠકો, તેમની સંબંધિત શ્રેણી માટે અનામત રખાયેલા મતવિસ્તારોમાં જ રોટેટ થશે.
નવા સીમાંકન બિલનો ઉદેશ્ય શું છે?
સરકાર સોમવારે 132 નું સંશોધન રજૂ કરશે. આ નવા સીમાંકન લાવવાનો કેન્દ્રનો ઉદેશ્ય સંસદ અને રાજ્યોની સાથે સાથે કેન્દ્ર શાસિત પ્રદેશોના વિધાનસભામાં મહિલાઓ માટે એક-તૃતીયાંશ અનામત લાગુ કરવાનો છે. હવે જે બિલ (131 મું સંશોધન) એપ્રિલમાં પાસ નહોતું થઈ શક્યું તેનાથી આ થોડુ અલગ છે.જેમાં સીમાંકન, રાજ્યો વચ્ચે સીટોની વહેંચણી અને મતક્ષેત્રોની પુનઃરચના માટે ઉપયોગમાં લેવાતા વસ્તી ગણતરીના ડેટા સંદર્ભમાં ફેરફાર છે.
સીમાંકન બિલને DMK નું સમર્થન
નવા સીમાંકન બિલને DMK એ સમર્થન આપવાની જાહેરાત કરી છે. તમને જણાવી દઈએ કે, શનિવારે મળેલી બેઠક બાદ સ્ટાલિને આ જાહેરાત કરી હતી. લોકસભામાં ડીએમકેના 22 સાંસદો છે. આ ઉપરાંત શરદ પવાર જુથ પણ સમર્થન આપતું હોવાની વાત સામે આવી છે.
