Delhi Flood News: દિલ્હીના હાલ બેહાલ, યમુનાએ રૌદ્ર સ્વરુપ ધારણ કર્યું, કોલેજો સહિત સચિવાલયનો રસ્તો પણ પાણીમાં ગરકાવ

યમુના નદીએ રૌદ્ર સ્વરુપ ધારણ કર્યું છે, જેના કારણે અનેક નીચાણવાળા વિસ્તારો પૂરની ઝપેટમાં આવી ગયા છે. દિલ્હી સચિવાલય સુધી પૂરનું પાણી પહોંચી ગયું છે.

By: Kajal ChauhanEdited By: Kajal Chauhan Publish Date: Thu 04 Sep 2025 03:11 PM (IST)Updated: Thu 04 Sep 2025 03:11 PM (IST)
delhi-flood-news-yamuna-floods-geeta-colony-nigambodh-ghat-watch-video-597242

Delhi Flood News: દિલ્હી-એનસીઆરમાં આજે ગુરુવારે સવારે ફરી વરસાદ સાથે દિવસની શરૂઆત થઈ છે. ઘણા વિસ્તારોમાં સવારના સમયે વરસાદ જોવા મળ્યો હતો. બીજી તરફ યમુના નદીએ પણ રૌદ્ર સ્વરુપ ધારણ કર્યું છે, જેના કારણે અનેક નીચાણવાળા વિસ્તારો પૂરની ઝપેટમાં આવી ગયા છે. ખરાબ હવામાન અને વરસાદના કારણે આજે પણ ઉડાન સેવાઓને અસર પહોંચી છે.

પૂરની સ્થિતિ અને પ્રભાવિત વિસ્તારો
યમુનાનું જળસ્તર સતત વધી રહ્યું છે અને પાણી રસ્તાઓ સુધી પહોંચી ગયું છે. દિલ્હી સચિવાલય સુધી પૂરનું પાણી પહોંચી ગયું છે. યમુના બજાર, મજનુ કા ટીલા, મયુર વિહાર, ગીતા કોલોની જેવા વિસ્તારોમાં પાણી ઘરો અને દુકાનોમાં ઘૂસી ગયું છે.

કાશ્મીરી ગેટ વિસ્તારના કેટલાક ભાગો પણ જળમગ્ન થયા છે. સિવિલ લાઇન વિસ્તારમાં પણ પાણી ઘૂસી ગયું છે.

હોસ્પિટલ ખાલી કરાઈ
વધતા જળસ્તરને કારણે યમુના કિનારાના વિસ્તારોમાં પૂર જેવી પરિસ્થિતિને કારણે યમુના બજાર સ્થિત એક ખાનગી હોસ્પિટલને ખાલી કરાવવામાં આવ્યું છે અને ત્યાં હવે એક પણ દર્દી નથી. કશ્મીરી ગેટથી નિગમ બોધ ઘાટ તરફ આવતા રસ્તા પર પણ પૂરનું પાણી પહોંચી ગયું છે. રિંગ રોડ પર પાણી ભરાયું છે અને શાંતિ વન સુધી પણ પૂરનું પાણી પહોંચી ગયું છે. મોનેસ્ટ્રી માર્કેટ, વાસુદેવ ઘાટ-યમુના બજાર પણ પાણીથી લબાલબ છે.

AAPનો ભાજપ પર કટાક્ષ
આમ આદમી પાર્ટી (AAP) દિલ્હીએ ભાજપ પર કટાક્ષ કરતા કહ્યું કે ભાજપના ચાર એન્જિનો દ્વારા બનાવવામાં આવેલા રાહત કેમ્પોમાં કોઈ રાહત નહીં મળે, કારણ કે આ મહાન સરકારે કેમ્પ જ એવી જગ્યાએ બનાવ્યા છે જ્યાં અત્યારથી જ પૂરનું પાણી પહોંચી ગયું છે.