Controversial: હિમાચલ પ્રદેશમાં મોનસૂને ભારે તબાહી મચાવી. પહાડો પર ભૂસ્ખલન અને પત્તાના મહેલની જેમ ધરાસાયી થતા ઘરોના વીડિયો જોઈને દુનિયાભરના લોકો હચમચી ગયા. આ સીઝનમાં વરસાદને કારણે 238થી વધુ લોકોના મોત નિપજ્યા. આ પ્રલય પછી હવે મંડીના IIT ડાયરેક્ટર લક્ષ્મીધર બેહરાએ કહ્યું કે- હિમાચલમાં આ પ્રલય મીટ ખાવાને કારણે આવ્યો. તેમણે કહ્યું કે- જાનવરો પર થઈ રહેલી ક્રૂરતાને કારણે હિમાચલમાં વાદળ ફાટી રહ્યાં છે. સાથે જ તેમણે બાળકોને મીટ ન ખાવાનો સંકલ્પ લેવાનું કહ્યું છે.
હિમાલચનું પતન થઈ જશે
IITના ડાયરેક્ટર લક્ષ્મીધર બેહરાએ કહ્યું- જો આપણે જાનવરોને કાપવાનું બંધ નહીં કરીએ તો હિમાચલ પ્રદેશનું પતન થઈ જશે. તમે જાનવરોને કાપી રહ્યાં છો, તે જાનવરોનો પર્યાવરણની સાથે સંબંધ છે. તે સંબંધ તમને દેખાતા નથી.
મીટ ન ખાવાની કસમ
IIT ડાયરેક્ટરે વધુમાં કહ્યું- જાનવરો પર ક્રૂરતા કરવાને કારણે જ હિમાચલમાં વારંવાર ભૂસ્ખલન અને વાદળ ફાટી રહ્યાં છે. લોકો માંસ ખાઈ રહ્યાં છે. લક્ષ્મીધર બેહરાના નિવેદનનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જે વીડિયોમાં તેઓ કહે છે કે- સારા માણસ બનવા માટે તમારે શું કરવું જોઈએ? તમારે મીટ ખાવાનું બંધ કરવું પડશે. જે બાદ તેઓ છાત્રોને મીટ ન ખાવાની કસમ ખાવાનું કહે છે.
આ પહેલા પણ લક્ષ્મીધર બેહરાએ પોતાની એક કોમેન્ટને લઈને ચર્ચામાં હતા. તેમણે ગત વર્ષે કહ્યું હતું કે- પવિત્ર મંત્ર કે જાપ કરીને તેઓએ પોતાના મિત્રના ઘર અને પરિવારને ખરાબ આત્માઓથી છુટકારો અપાવ્યો હતો. એક વખત ફરી હિમાચલમાં તબાહી પાછળ મીટ ખાવાને જવાબદાર ગણાવી લક્ષ્મીધર બેહરા ચર્ચામાં છે.
ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો ગુજરાતી જાગરણની ન્યૂઝ એપ.
