અરવિંદ કેજરીવાલનો બંગલો શીશમહેલ જાહેર જનતા માટે ખુલ્લો મુકાયો; રૂપિયા 20 ટિકિટ નક્કી કરવામાં આવી, વિદ્યાર્થીઓ અને સિનિયર સિટીઝન્સ માટે ફ્રી

દિલ્હીની ભાજપ સરકારે પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના ફ્લેગસ્ટાફ રોડ ખાતે આવેલા અગાઉના સરકારી નિવાસસ્થાનને સામાન્ય પ્રજા માટે ખુલ્લું મૂકવાનો નિર્ણય લીધો છે.

By: Nilesh ZinzuwadiaEdited By:Nilesh ZinzuwadiaPublish Date: Sat, 28 Nov 2026 01:16 PM (IST)Updated: Sat, 28 Nov 2026 01:16 PM (IST)
arvind-kejriwals-bungalow-sheesh-mahal-has-been-opened-to-the-general-public-a-ticket-price-of-rs-20-has-been-set

Sheesh Mahal Delhi:દિલ્હીની ભાજપ સરકારે પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના ફ્લેગસ્ટાફ રોડ ખાતે આવેલા અગાઉના સરકારી નિવાસસ્થાનને સામાન્ય પ્રજા માટે ખુલ્લું મૂકવાનો નિર્ણય લીધો છે. લોક નિર્માણ વિભાગ (PWD)ના મંત્રી પ્રવેશ વર્મા દ્વારા કરવામાં આવેલી જાહેરાત બાદ ગઈકાલે શુક્રવારે સૌપ્રથમ આ પરિસરની મુલાકાત કરાવવામાં આવી હતી અને ત્યારબાદ નાગરિકો માટે પ્રવેશ શરૂ કરવામાં આવ્યો છે. ખાસ વાત એ છે કે આ બંગલાની બહાર શીશ મહેલ નામથી બોર્ડ લગાવવામાં આવેલ છે. 

આ બંગલા પાછળ કેટલો ખર્ચ કરવામાં આવેલો

દાવા પ્રમાણે આ પૂરા પરિસરની કુલ કિંમત રૂપિયા 58,83,66,314 આંકવામાં આવેલી છે. બંગલાની અંદર રાખવામાં આવેલી વિવિધ ચીજવસ્તુઓ અને હિસ્સા પર અંદાજિત કિંમત દર્શાવતા પ્રાઇસ ટેગ લગાવવામાં આવ્યા છે. જેમ કે સ્લાઇડિંગ દરવાજા ધરાવતી બેઠકની કિંમત ₹41.16 લાખ અને લોબી વિસ્તારની કિંમત ₹7.58 લાખ દર્શાવાઈ છે. ડાઇનિંગ ટેબલ-ખુરશીઓનો ખર્ચ ₹30.52 લાખ, ઝુમ્મરની કિંમત ₹11 લાખ અને પડદાની કિંમત ₹5 લાખ દર્શાવેલ છે. આ ઉપરાંત પાઉડર રૂમની કિંમત રૂપિયા 5.80 લાખ અને રસોડામાં સામાન ઉપર-નીચે લઈ જવા માટે લગાવેલી ડમ્બવેટર લિફ્ટની કિંમત રૂપિયા 7 લાખ આંકવામાં આવી છે.

naidunia_image

મુલાકાતીઓ માટે ટિકિટ રાખવામાં આવી

અધિકારીઓના જણાવ્યા અનુસાર, સામાન્ય મુલાકાતીઓ માટે ટિકિટનો દર અંદાજે ₹20 રાખવામાં આવ્યો છે, જેના માટે બુકિંગ વ્યવસ્થા ટૂંક સમયમાં શરૂ કરાશે. જોકે, વરિષ્ઠ નાગરિકો અને કોલેજના વિદ્યાર્થીઓને નિઃશુલ્ક પ્રવેશ આપવાની યોજના છે. સરકારની યોજના મુજબ, થોડા સમય માટે આ બંગલો જનતા માટે ખુલ્લો રાખ્યા બાદ, તેનું સંચાલન એક ખાનગી હોસ્પિટાલિટી કંપનીને સોંપવામાં આવશે, જેથી અહીં સરકારી કોન્ફરન્સ, સત્તાવાર બેઠકો અને લંચનું આયોજન થઈ શકે.

naidunia_image

રાજકારણમાં લાંબા સમયથી ચર્ચાનો વિષય

આ નિવાસસ્થાન દિલ્હીના રાજકારણમાં લાંબા સમયથી ચર્ચાનો વિષય રહ્યું છે. મંત્રી પ્રવેશ વર્માએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર જણાવ્યું હતું કે જનતાને એ બતાવવા માટે આ પગલું ભરવામાં આવ્યું છે કે કેવી રીતે અનેક સરકારી મકાનો તોડીને એક વ્યક્તિ માટે આ નિવાસ સ્થાન તૈયાર કરાયું હતું.

સામાન્ય જનતાના પૈસે વૈભવી સુવિધા 

ઉલ્લેખનીય છે કે અરવિંદ કેજરીવાલે તેમના કાર્યકાળ દરમિયાન બે બંગલાના પ્લોટને જોડીને આ નિવાસસ્થાન તૈયાર કરાવ્યું હતું.દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે આ બંગલાના નવીનીકરણ અને ખર્ચને મુખ્ય ચૂંટણી મુદ્દો બનાવ્યો હતો અને આક્ષેપ કર્યો હતો કે સામાન્ય જનતાના પૈસે વૈભવી સુવિધા ઊભી કરવામાં આવી છે. બીજી તરફ આમ આદમી પાર્ટી દ્વારા અગાઉ આ તમામ આક્ષેપોને રાજકીય પ્રેરિત ગણાવવામાં આવ્યા હતા. ચૂંટણી પરિણામોમાં પ્રવેશ વર્માએ અરવિંદ કેજરીવાલ સામે જીત મેળવી હતી અને દિલ્હીમાં સત્તા પરિવર્તન થયું હતું.