Air India Flight: એર ઇન્ડિયાની દિલ્હી-ઇન્દોર ફ્લાઇટનું ઇન્દોર એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. એન્જિનમાં ટેકનિકલ ખામી જણાતાં પાયલોટ દ્વારા ATC ને જાણ કરવામાં આવી હતી. વિમાનમાં 161 મુસાફરો સવાર હતા. સુરક્ષાના કારણોસર વિમાનનું ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. ATC કંટ્રોલ તરફથી માહિતી મળતાં જ ફાયર બ્રિગેડ, એમ્બ્યુલન્સ અને CISF ટીમોને એરપોર્ટ પર તૈનાત કરવામાં આવી હતી.
ઇન્દોર એરપોર્ટ પર ઇમરજન્સી લેન્ડિંગ
મળતી માહિતી પ્રમાણે, દિલ્હીથી ઇન્દોર આવી રહેલી એર ઇન્ડિયા એક્સપ્રેસ ફ્લાઇટ નંબર IX-1028 ના પાઇલટને લેન્ડિંગ પહેલાં એન્જિનમાં ટેકનિકલ ખામી હોવાની માહિતી મળી હતી. આ પછી, સુરક્ષાના કારણોસર આજે સવારે વિમાનનું ઇન્દોર એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગ કરવું પડ્યું હતું.
ટેકનિકલ ખામી સર્જાઇ હતી
ATC કંટ્રોલ તરફથી માહિતી મળતા જ ફાયર બ્રિગેડ, એમ્બ્યુલન્સ અને CISF ટીમોને એરપોર્ટ પર તૈનાત કરવામાં આવી હતી. વિમાનને સવારે 9.54 વાગ્યે સુરક્ષિત રીતે લેન્ડ કરવામાં આવ્યું હતું. હાલમાં, ટેકનિકલ ટીમ વિમાનમાં ખામીની તપાસ કરી રહી છે. ત્યારબાદ, વિમાનને દિલ્હી પાછું મોકલવામાં આવશે.
માહિતી અનુસાર, આ ફ્લાઇટ મુસાફરોને ઇન્દોરથી દિલ્હી પરત લઈ જાય છે. એન્જિનમાં ટેકનિકલ ખામીને કારણે, ફ્લાઇટ હાલમાં એરપોર્ટ પર પાર્ક કરવામાં આવી છે. ઇન્દોરથી દિલ્હી સવારે 10.05 વાગ્યે જતી પરત ફ્લાઇટ નંબર IX-1029 રદ કરવામાં આવી છે.