WhatsApp Old Version:વ્હોટ્સએપના જૂના વર્જનમાં સુરક્ષા સંબંધિત જોખમ અંગે એડવાઈઝરી; યુઝર થઈ શકે છે સાઈબર હુમલાનો શિકાર

સોશિયલ મીડિયા લોકો માટે એક અત્યંત મહત્વનું માધ્યમ બની ગયું છે. સોશિયલ ચેટ પ્લેટફોર્મ વ્હોટ્સએપ સૌથી લોકપ્રિય પ્લેટફોર્મ છે. અલબત આ પ્લેટફોર્મ પર કેટલીક સુરક્ષા સંબંધિત ખામી હોવાનું જાણવા મળ્યું છે.

By: Nilesh ZinzuwadiaEdited By:Nilesh ZinzuwadiaPublish Date: Sat, 28 Nov 2026 07:32 AM (IST)Updated: Sat, 28 Nov 2026 07:34 AM (IST)
advisory-regarding-security-risks-in-older-versions-of-whatsapp-users-could-fall-victim-to-cyberattacks

WhatsApp Old Version:સોશિયલ મીડિયા લોકો માટે એક અત્યંત મહત્વનું માધ્યમ બની ગયું છે. સોશિયલ ચેટ પ્લેટફોર્મ વ્હોટ્સએપ સૌથી લોકપ્રિય પ્લેટફોર્મ છે. અલબત આ પ્લેટફોર્મ પર કેટલીક સુરક્ષા સંબંધિત ખામી હોવાનું જાણવા મળ્યું છે. ભારતની સાઈબર સુરક્ષા એજન્સી ઈન્ડિયન કોમ્પ્યુટર ઈમર્જન્સી રિસ્પોન્સ ટીમ (CERT-IN) દ્વારા એક ખાસ એડવાઈઝરી પણ ઈશ્યુ કરવામાં આવી છે. તેનું કહેવું છે કે વ્હોટ્સએપના જૂના વર્જનમાં કેટલીક ગંભીર ખામી હોવાનું જાણવા મળ્યું છે અને તેણે આ અંગે વ્હોટ્સઅપ યુઝર્સને સાવચવેત કર્યાં છે.

સાઈબર સંબંધિત હુમલાનું જોખમ 

જો વ્હોટ્સ જૂના વર્ઝનને લઈ અનેક ખામી સર્જાઈ છે, જેને લીધે યુઝર્સ સાઈબર સંબંધિત હુમલાનું જોખમ વધી શકે છે. આ સાથે જૂના વર્ઝનમાં અનેક ખામીને લીધે યુઝર્સ સાઈબર હુમલાનો શિકાર બની શકે છે અને તેને લીધે સંવેદનશીલ માહિતી અંગે પણ કેટલાક જોખમ રહેલા છે. દરમિયાન સાઈબર સંબંધિત એપ ક્રેશની સ્થિતિ સર્જાઈ શકે છે અને તેને લીધે યુઝર્સની ફાઈલ હેક થવાનું જોખમ સર્જાઈ શકે છે, જે યુઝર્સને ખાસ કરીને મીડિયા ફાઈલ કે લિંક મોકલવા અંગે સંવેધનશીલ માહિતી પહોંચાડવામાં મુશ્કેલી સર્જી શકે છે.

દૂર બેઠેલા હેકર્સ સુરક્ષા કવચ તોડી શકે છે

સીઈઆરટી-ઇનના જણાવ્યા પ્રમાણે હાલની સુરક્ષા ખામીઓનો દુરુપયોગ કરીને દૂર બેઠેલા હેકર્સ સુરક્ષા કવચ તોડી શકે છે. આ હુમલાખોરો ખાસ પ્રકારની મીડિયા ફાઇલ અથવા લિંક મોકલીને યુઝર્સના મહત્વપૂર્ણ અને ખાનગી ડેટા સુધી પહોંચ મેળવી શકે છે.

 ફાઇલો હેક થવાનું જોખમ 

આ પ્રકારના સાયબર હુમલાને કારણે એપ્લિકેશન અચાનક બંધ થવી, ખાનગી વાતચીત લીક થવી તેમજ ફાઇલો હેક થવાનું જોખમ રહે છે. સીઈઆરટી-ઇને સ્પષ્ટતા કરી છે કે માત્ર ઓટો-અપડેટની રાહ જોયા વિના મેટા દ્વારા બહાર પાડવામાં આવેલ લેટેસ્ટ સિક્યોરિટી પેચ તાત્કાલિક અપડેટ કરવો જરૂરી છે.