Places To Visit in Ahmedabad: મિત્રો સાથે ફરી લો અમદાવાદના શ્રેષ્ઠ સ્થળ, આજે જ બનાવી લો પ્લાન

જો તમે તમારા મિત્રો સાથે અમદાવાદની મુલાકાત લેવાનું વિચારી રહ્યા છો, તો તમને આ આર્ટિકલમાં અમે શહેરના શ્રેષ્ઠ સ્થળો વિશે જણાવવા જઈ રહ્યા છે, જેની તમે મુલાકાત લઈ શકો છો.

By: Dharmendra ThakurEdited By: Dharmendra Thakur Publish Date: Sat 16 Nov 2024 01:05 PM (IST)Updated: Sat 16 Nov 2024 01:07 PM (IST)
tourist-places-to-visit-in-ahmedabad-429426

Places To Visit in Ahmedabad: શિયાળામાં ફરવાની મજા જ કંઈક અલગ હોય છે. મોટાભાગના લોકોની પર્યટન સ્થળોની યાદીમાં હિમાચલ પ્રદેશ, દેહરાદૂન, બેંગ્લોર, ગોવા જેવા નામ સામેલ હોય છે. આ તમામ પરફેક્ટ હોલિડે ડેસ્ટિનેશન છે. પરંતુ, આજે અમે તમને અમદાવાદની ટ્રિપનું આયોજન કરવાનું જણાવી રહ્યા છે.

અમદાવાદમાં આવા સ્થળો છે, જેની એકવાર મુલાકાત લીધા પછી ફરી તમે જવાનું પ્લાન કરશો. આ આર્ટિકલમાં જાણો અમદાવાદ શ્રેષ્ઠ સ્થળો વિશે, જેની તમે મુલાકાત લઈ શકો છો.

અમદાવાદનો કિલ્લો

  • દરેક વ્યક્તિએ અમદાવાદનો કિલ્લો એટલે કે ભદ્ર કિલ્લાની મુલાકાત લેવી જોઈએ.
  • આ કિલ્લાની મુલાકાત લેવાનો આનંદ તો આવશે, તેની અંદર ઘણું બધું જોવા પણ મળશે.
  • લગભગ 45 એકરમાં ફેલાયેલા આ કિલ્લામાં સુંદર મહેલો, ભદ્ર કાલી મંદિર, નગીન બાગ વગેરે છે.

આ પણ વાંચો - Ahmedabad Tourist Places: અમદાવાદની નજીક આવેલા શ્રેષ્ઠ હિલ સ્ટેશન, મિત્રો-પરિવારજનો સાથે ફરી આવો

અમદાવાદની સાયન્સ સિટી

  • અમદાવાદની સાયન્સ સિટી સુંદર હોવાની સાથે એક અનોખી જગ્યા છે. અહીં, તમને ઘણો આનંદ મળશે.
  • ગુજરાત સરકાર દ્વારા બનાવવામાં આવેલી સાયન્સ સિટી 107 હેક્ટર જમીનમાં ફેલાયેલી છે.
  • સાયન્સ સિટીમાં સાયન્સ સાથે જોડાયેલી ઘણી બાબતો જાણવા મળે છે.

અમદાવાદનો લો ગાર્ડન

  • અમદાવાદમાં રાત્રે ફરવા માટે લો ગાર્ડનમાં જઈ શકાય છે.
  • અહીં રાત્રે ખૂબ જ સુંદર માર્કેટ એક્સપ્લોર કરી શકાય છે, જ્યાંથી ઘણી બધી ખરીદી કરી શકાય છે.
  • આ પાર્કની મુલાકાત લેવા માટે મોટી સંખ્યામાં લોકો આવતા રહે છે.

Image Credit- (@Freepik)