What Is Vikram Samvat:હિન્દુ કેલેન્ડર(Hindu calendar) પ્રમાણે વિક્રમ સંવત 2081(Vikram Samvat 2081) પૂરું થશે અને નૂતન વર્ષ વિક્રમ સંવત 2082 (Vikram Samvat 2082)નો ટૂંક સમયમાં પ્રારંભ થશે. ભારતમાં ભલે ઘણાબધા લોકો આ નવા વર્ષને એટલે કે કેલેન્ડરને ભૂલી ચુક્યા હોય પણ વર્ષ 1582 અગાઉ આ જ કેલેન્ડર આપણા અસ્તિત્વ સાથે જોડાયેલું હતુ. જોકે વર્ષ 1582માં રોમનું ગ્રેગોરિયન કેલેન્ડર(Gregorian calendar) આવ્યું અને પશ્ચિમની સંસ્કૃતિએ સમગ્ર વિશ્વને પોતાની પકડમાં લઈ લીધું. ત્યારબાદ સમગ્ર વિશ્વમાં 1લી જાન્યુઆરીને નવા વર્ષ તરીકે ઉજવણી કરવાનું શરૂ થયું.
શક સંવત અને વિક્રમ સંવત વચ્ચે શું તફાવત છે- Shaka Samvat and Vikram Samvat
શક સંવતને સરકારી સ્વરૂપે સ્વીકારવા પાછળનું કારણ એ હતું કે તે પ્રાચીન લેખો, શિલા લેખોમાં તેનું વર્ણન જોવા મળતું હતું. આ ઉપરાંત તે સંવત વિક્રમ સંવત બાદ શરૂ થયેલ. અંગ્રેજી કેલેન્ડરથી તે 78 વર્ષ પાછળ છે, 2025-78 = 1947 આ રીતે અત્યારે 1947 શક સંવત ચાલી રહેલ છે.
આ સંજોગોમાં શરૂ થયેલ વિક્રમ સંવત અંગે એવું કહેવામાં આવે છે કે રાજા વિક્રમાદિત્યએ તેની શરૂઆત કરી હતી. તેમના સમયમાં સૌથી મોટા ખગોળશાસ્ત્રી વરાહમિહિર હતા. તેમની મદદથી આ સંવતના પ્રસારમાં મદદ મળી. તે અંગ્રેજી કેલેન્ડરથી 57 વર્ષ આગળ છે. એટલે કે 2025 + 57 = 2082.
ગ્રેગોરિયન કેલેન્ડર શું છે What is the Gregorian calendar
આમ તો નવા વર્ષનો અર્થ થાય છે 1લી જાન્યુઆરી. ગ્રેગોરિયન કેલેન્ડર પ્રમાણે જાન્યુઆરી વર્ષનો પહેલો મહિનો છે. અને 1લી જાન્યુઆરી વિશ્વમાં નવા વર્ષ તરીકે ઉજવવામાં આવે છે. ગ્રેગોરિયન ઉપરાંત અનેક અન્ય કેલેન્ડર પણ પ્રચલિત છે. તે પૈકી ઈસ્લામી કેલેન્ડ પ્રમાણે હિજરી સંવતને સીવાય અન્ય લગભગ મોટાભાગના કેલેન્ડરમાં જાન્યુઆરી અથવા ફેબ્રુઆરીમાં નવા વર્ષની શરૂઆત થાય છે.
ભારતમાં અનેક કેલેન્ડર પ્રચલિત છે,જેમાં વિક્રમ સંવત અને શક સંવત મુખ્ય છે. સમગ્ર વિશ્વમાં કાળ ગણના ફક્ત બે બાબત પર જ આધાર રાખે છે- સૌર ચક્ર અને ચંદ્ર ચક્ર. સૌર ચક્ર પ્રમાણે પૃથ્વીને સૂર્યની એક પ્રરિક્રમા કરવામાં 365 દિવસ અને આશરે 6 કલાકનો સમય લાગે છે. આ રીતે ગણતરી કરવામા આવે તો સૌર વર્ષ પર આધારિત કેલેન્ડરમાં વર્ષમાં 365 દિવસ હોય છે, જ્યારે ચંદ્ર વરષ પર આધારિત કેલેન્ડરોમાં વર્ષમાં 354 દિવસ હોય છે.
ગ્રેગોરિયન કેલેન્ડર Gregorian calendar
ખ્રિસ્તી ધર્મના સ્થાપક ઈસુ ખ્રિસ્તના જન્મ પછી 4 વર્ષ બાદ ગ્રેગોરિયન કેલેન્ડર શરૂ થયું હતું. તેને એન્નો ડોમિની તરીકે પણ ઓળખવામાં આવે છે, જેનો અર્થ પ્રભુનું વર્ષ થાય છે. આ કેલેન્ડર સૌર વર્ષ પર આધારિત છે અને તેનો ઉપયોગ વિશ્વભરમાં થાય છે. ગ્રેગોરિયન કેલેન્ડરમાં 30 કે 31 દિવસ હોય છે, પરંતુ ફેબ્રુઆરીમાં ફક્ત 28 દિવસ હોય છે. દર ચાર વર્ષે એક લીપ વર્ષ આવે છે, જેમાં ફેબ્રુઆરીમાં 29 દિવસ હોય છે અને એક વર્ષમાં 366 દિવસ હોય છે.
હિબ્રુ કેલેન્ડર Hebrew calendar
હિબ્રુ કેલેન્ડર ગ્રેગોરિયન કેલેન્ડર કરતાં જૂનું છે. યહૂદીઓ તેનો ઉપયોગ તેમના દૈનિક કાર્યો માટે કરતા હતા. આ કેલેન્ડર ચંદ્ર ચક્ર પર પણ આધારિત છે, પરંતુ પાછળથી ચંદ્ર અને સૌર ચક્ર બંનેનો સમાવેશ કરવામાં આવ્યો હતો. આ કેલેન્ડરનો પહેલો મહિનો શેવાત 30 દિવસનો છે અને છેલ્લો મહિનો ટેવેન 29 દિવસનો છે.
હિજરી કેલેન્ડર Hijri calendar
હિજરી કેલેન્ડરની શરૂઆત 16 જુલાઈ 622ના રોજ થઈ હતી. એવું કહેવામાં આવે છે કે આ દિવસે ઈસ્લામ ધર્મના પ્રવર્તક હજરત મહોમ્મદે મક્કા છોડી મદીના તરફ પ્રસ્થાન કર્યું હતું. આ ઘટનાને હિજરત અને હિજરી સંવત ચંદ્ર વર્ષ પર આધારિત માનવામાં આવે છે. તેમાં વર્ષમાં 354 દિવસ હોય છે. સૌર વર્ષથી 11 દિવસ નાનું હોવાથી કેલેન્ડર વર્ષના અંતિમ મહિનામાં કેટલાક દિવસો જોડવામાં આવે છે.
