Hill Stations to Visit Near Ahmedabad: અમદાવાદની ઉત્તરની તરફ અરવલ્લી પર્વતમાળા આવેલી છે, જ્યારે તેની દક્ષિણ તરફ સહ્યાદ્રી પર્વતમાળા અથવા પશ્ચિમ ઘાટ આવેલી છે. જો તમે અમદાવાદની નજીક આવેલા હિલ સ્ટેશનો પર જવાનો પ્લાન કરી રહ્યા છો, તો આજે અમે તમને શહેરની નજીક આવેલા હિલ સ્ટેશનો વિશે જણાવવા જઈ રહ્યા છે. જ્યાં તમે મિત્રો અને પરિવારજનો સાથે ફરવા જવાનો પ્લાન બનાવી શકો છો.
અમદાવાદ નજીકના હિલ સ્ટેશનો - Hill Stations near Ahmedabad
માઉન્ટ આબુ - Mount Abu, Rajasthan (227 km)

અમદાવાદથી 5 કલાકના અંતરે જંગલની ટેકરીઓ માઉન્ટ આબુ એક આદર્શ સ્થળ છે. રાજસ્થાનનું એકમાત્ર હિલ સ્ટેશન, માઉન્ટ આબુ અરવલ્લી પર્વતમાળાના સૌથી ઊંચા શિખરો પર આવેલું છે. તે તેની રમણીય સુંદરતાને કારણે અમદાવાદ નજીક ફરવા માટેના સ્થળોની યાદીમાં ટોચ પર છે. માઉન્ટ આબુમાં તમે દિલવારા મંદિરોની મુલાકાત, નક્કી લેક પર નૌકાવિહાર, સનસેટ પોઈન્ટ અને હનીમૂન પોઈન્ટ સુધી હાઈકિંગ, વન્યજીવ અભયારણ્ય એક્સપ્લોર કરી શકો છો.
પોલો ફોરેસ્ટ - Polo Forest, Gujarat (159 km)

પોલો ફોરેસ્ટ અરવલ્લી પર્વતમાળામાં આવેલું છે. 400 ચોરસ કિમીમાં ફેલાયેલા વિશાળ અને લીલાછમ જંગલમાં ઢંકાયેલી નાની ટેકરીઓ સાથે પોલો ફોરેસ્ટ 10મી સદીના ઘણા પુરાતત્વીય અવશેષો સાથેનું તદ્દન જૂનું વસાહત છે. ગુજરાત સરકાર દ્વારા પણ અહીં વાર્ષિક પોલો ઉત્સવનું આયોજન કરવામાં આવે છે. હરિયાળી અને શાંતિને કારણે, પોલો ફોરેસ્ટ ખરેખર અમદાવાદ નજીક એક દિવસની પિકનિક માટે યોગ્ય સ્થાન છે. પોલો ફોરેસ્ટમાં જૈન મંદિરની મુલાકાત, ઇકો પોઈન્ટ સુધી ટ્રેકિંગ, નિવાસી અને સ્થળાંતરીત પક્ષીઓ જોવા, રોક ક્લાઈમ્બિંગ, નાઈટ ટ્રેક, ટ્રેક્ટર પર નાઈટ સફારી, ઈકો-કેમ્પિંગની મજા માણી શકાય છે.
વિલ્સન હિલ્સ - Wilson Hills, Gujarat (365 km)

વિશ્વના દુર્લભ હિલ સ્ટેશનોમાંના એક વિલ્સન હિલ્સ પરથી સમુદ્રનો નજારો જોવા મળે છે. આ અદભૂત દ્રશ્ય અને શાનદાર ધોધના કારણે અમદાવાદ નજીકનું એક પ્રિય હિલ સ્ટેશન છે. ઉનાળા દરમિયાન મુલાકાત લેવા માટે આ એક લોકપ્રિય સ્થળ છે કારણ કે આ પ્રદેશના અન્ય સ્થળોની સરખામણીમાં અહીં ઓછી ભેજ સાથે ઠંડી પવનનો આનંદ માણી શકાય છે. વિલ્સન હિલ્સમાં શંકર વોટરફોલ્સ, સનસેટ પોઈન્ટ, લેડી વિલ્સન મ્યુઝિયમ અને બિલપુડી ટ્વિન વોટરફોલ્સની મુલાકાત, ઘોડેસવારી, ટ્રેકિંગ કરી શકાય છે.
સાપુતારા - Saputara, Gujarat (400 km)

સાપુતારા પશ્ચિમ ઘાટનું એક હિલ સ્ટેશન છે. સાપુતારા તેના મનોહર બગીચાઓ, ટેકરીઓ માટે ફેમસ છે. અહીં ઘણી એડવેન્ચર એક્ટિવિટી કરી શકાય છે. સાપુતારામાં બોટિંગ, ટ્રેકિંગ, પુષ્પક રોપવે પર મજાની રાઈડ, રોક ક્લાઈમ્બિંગ, પેરાગ્લાઈડિંગ અને બોટનિકલ ગાર્ડનની મુલાકાત, ઈકો પોઈન્ટ, સનસેટ પોઈન્ટની મુલાકાત લઈ શકાય છે.
ડોન હિલ સ્ટેશન - Don Hill Station, Gujarat (416 km)

સાપુતારા નજીક ડાંગ પ્રદેશમાં આવેલું હિલ સ્ટેશન, ડોન પશ્ચિમ ઘાટમાં આવેલું છે. હિલ સ્ટેશન સમૃદ્ધ આદિવાસી વારસો, સંસ્કૃતિ અને જૈવ-વિવિધતા ધરાવે છે. ડોન હિલ સ્ટેશનના ગાઢ જંગલોમાં ટ્રેકિંગ, દ્રોણાચાર્ય હિલોક ક્લાઈમ્બિંગ, ધોધ અને ગુફાઓની મુલાકાત લેવી, પાંડવ ગામને એક્સપ્લોર કરી શકાય છે.
માથેરાન - Matheran, Maharashtra (573 km)

માથેરાન, એક પર્યાવરણ-સંવેદનશીલ પ્રદેશ તરીકે જાહેર કરવામાં આવ્યું છે, એશિયામાં એકમાત્ર ઓટોમોબાઈલ મુક્ત હિલ સ્ટેશન છે. અહીંના જંગલોમાં ચિત્તા, શિયાળ, મંગૂસ અને હરણ જેવા પ્રાણીઓ જોઈ શકાય છે. અહીંના જંગલો ખૂબ જ ગાઢ છે, કારણ કે આ પ્રદેશમાં ભારે વરસાદ અને તીવ્ર પવનનો અનુભવ થાય છે. માથેરાનમાં ટોય ટ્રેનની સવારીનો આનંદ માણવો, લુઈસા પોઈન્ટની મુલાકાત, મંકી પોઈન્ટ, પોર્ક્યુપાઈન પોઈન્ટ, વન ટ્રી હિલ પોઈન્ટની મુલાકાત લઈ શકાય છે.
લોનાવાલા - Lonavala, Maharashtra (596 km)

લોનાવાલા તેની ચિક્કી માટે પ્રખ્યાત છે. આ પુણે અને મુંબઈ વચ્ચેનું બીજું પ્રખ્યાત પર્યટન સ્થળ છે. લોનાવાલા અને ખંડાલાને પશ્ચિમ ઘાટમાં જોડિયા હિલ સ્ટેશન તરીકે ગણવામાં આવે છે, જે ડેક્કન ઉચ્ચપ્રદેશ અને પશ્ચિમ કિનારે સરહદ ધરાવે છે. લોનાવાલામાં લોહાગઢ અને વિસાપુરના કિલ્લાઓ, લાયન પોઈન્ટ, શૂટિંગ પોઈન્ટ, નારાયણી ધામ, ડેલા એડવેન્ચર પાર્ક, લોનાવાલા તળાવની મુલાકાત લઈ શકાય છે.