Krishna Janmashtami 2024: સમગ્ર વિશ્વમાં પ્રખ્યાત છે ભગવાન શ્રી કૃષ્ણના આ મંદિરો, જન્માષ્ટમી પહેલા બનાવી લો પ્લાન

By: Dharmendra ThakurEdited By:Dharmendra ThakurPublish Date: Sun, 11 Aug 2024 04:55 PM (IST)Updated: Wed, 21 Aug 2024 11:13 AM (IST)
12-most-famous-lord-krishna-temples-in-india-you-must-visit-on-janmashtami-2024

Krishna Temples in India: હિંદુ ધર્મમાં ભાદ્રપદની અષ્ટમી પર ભગવાન શ્રી કૃષ્ણનો જન્મદિવસ ઉજવવામાં આવે છે, આ દિવસને જન્માષ્ટમી (Krishna Janmashtami 2024) પણ કહેવામાં આવે છે. ત્યારે આ વર્ષે 26 ઓગસ્ટ, 2024ના રોજ જન્માષ્ટમી (Janmashtami 2024)ની ઉજવણી કરવામાં આવનાર છે. આ સમયગાળા દરમિયાન મુથરા, વૃંદાવન અને દ્વારકામાં ખૂબ ધૂમ જોવા મળે છે. ત્યારે આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છે સમગ્ર વિશ્વમાં પ્રખ્યાત ભગવાન શ્રી કૃષ્ણના 12 મંદિરો વિશે. ત્યારે તમે આ વર્ષે જન્માષ્ટમી પહેલા પ્લાન બનાવી શકો છો.

મથુરા જન્મભૂમિ મંદિર

naidunia_image
  • ભગવાન શ્રી કૃષ્ણનો જન્મ ઉત્તર પ્રદેશના શહેર મથુરાની જેલમાં થયો હતો.
  • અહીં મથુરા જન્મભૂમિ મંદિર આવેલ છે.

ગોકુલ મંદિર

naidunia_image
  • ભગવાન શ્રી કૃષ્ણનો જન્મ મથુરામાં થયો હતો. જો કે, તેમનું બાળપણ ગોકુલ, વૃંદાવન, નંદગાંવ, બરસાના વગેરે સ્થળોએ પસાર થયું હતું.
  • મથુરાથી 15 કિલોમીટર દૂર ગોકુલ આવેલ છે.
  • કહેવામાં આવે છે કે અહીંયા ભગવાન શ્રી કૃષ્ણે બાળપણમાં 11 વર્ષ, 1 મહિનો અને 22 દિવસ વિતાવ્યા હતા.
  • હાલનું ગોકુલ ઔરંગઝેબના સમયમાં શ્રી વલ્લભાચાર્યના પુત્ર શ્રી વિઠ્ઠલનાથે વસાવ્યું હતું.
  • ગોકુલથી 2 કિમી આગળ મહાવન છે. લોકો તેને જૂનું ગોકુલ કહે છે.
  • અહીં મથુરા નાથ, દ્વારકા નાથ, ચોરાસી ખંભાઓનું મંદિર, નંદેશ્વર મહાદેવ વગેરે મંદિરો છે.

વૃંદાવન મંદિર

naidunia_image
  • ભારતના પ્રાચીન અને પ્રખ્યાત મંદિરોમાંનું એક બાંકે બિહારીનું પ્રખ્યાત મંદિર વૃંદાવનમાં આવેલું છે.
  • અહીં પ્રેમ મંદિર અને ઈસ્કોન મંદિર પણ આવેલ છે.
  • આ પ્રદેશમાં ગોવર્ધન પર્વત પણ છે, જ્યાં ભગવાન શ્રી કૃષ્ણ સંબંધિત અનેક મંદિરો આવેલા છે.

દ્વારકાનું મંદિર

naidunia_image
  • મથુરા છોડીને ભગવાન શ્રી કૃષ્ણે ગુજરાતના દરિયા કિનારે દ્વારકા નામની ભવ્ય નગરી સ્થાપી હતી.
  • અહીંથી ભગવાન કૃષ્ણ શ્રી દ્વારકાધીશ કહેવાયા.
  • હાલમાં 2 દ્વારિકાઓ છે - ગોમતી દ્વારકા, બેટ દ્વારકા. ગોમતી દ્વારકા ધામ છે અને બેટ દ્વારકા પુરી છે. દરિયા માર્ગે બેટ દ્વારકા જવું પડે છે.
  • ગુજરાતમાં દ્વારકાધીશ મંદિર ઉપરાંત ડાકોરમાં સ્થિત રણછોડરાય મંદિરની પણ મુલાકાત લઈ શકાય છે. ગુજરાતમાં શ્રી કૃષ્ણના અન્ય મંદિરો પણ છે.

શ્રી કૃષ્ણ નિર્વાણ સ્થળ

naidunia_image
  • ગુજરાતમાં સોમનાથ જ્યોતિર્લિંગ પાસે પ્રભાસ નામના વિસ્તારમાં ભગવાન શ્રી કૃષ્ણએ તેમનો દેહ ત્યાગ કર્યો હતો.
  • આ વિશેષ સ્થાન અથવા દેહોત્સર્ગ તીર્થ શહેરની પૂર્વમાં હિરણ્ય, સરસ્વતી અને કપિલાના સંગમ પર હોવાનું કહેવાય છે. તેને પ્રાચી ત્રિવેણી પણ કહેવામાં આવે છે.
  • આ સ્થળને ભાલકા તીર્થ પણ કહેવામાં આવે છે.

બરસાનાનું રાધા-કૃષ્ણ મંદિર

naidunia_image
  • મથુરાની નજીક આવેલ બરસાનાની મધ્યમાં એક ટેકરી આવેલ છે. જેની ટોચ પર રાધા રાણીનું મંદિર છે.
  • રાજા વીર સિંહ દ્વારા આ ભવ્ય મંદિરને 1675માં બનાવવામાં આવ્યું હતું.

જગન્નાથ મંદિર

naidunia_image
  • ઓરિસ્સા રાજ્યમાં આવેલ પુરીનું જગન્નાથ ધામ એ ચાર ધામોમાંનું એક છે.
  • આ મંદિર વિષ્ણુના સ્વરૂપ પુરુષોત્તમ નીલમાધવને સમર્પિત છે.
  • અહીં ભગવાન જગન્નાથ તેમના મોટા ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રા સાથે રહે છે.

શ્રી કૃષ્ણ મઠ મંદિર, ઉડુપી

naidunia_image
  • કર્ણાટકમાં ઉડુપી શ્રી કૃષ્ણ મંદિર આવેલું છે.
  • આ મંદિર 13મી સદીમાં સંત માધવાચાર્ય દ્વારા બનાવવામાં આવ્યું હતું.
  • આ મંદિર લાકડા અને પથ્થરનું બનેલું છે.
  • આ મંદિરની નજીક આવેલા તળાવના પાણીમાં મંદિરનું પ્રતિબિંબ દેખાય છે.

શ્રીનાથજી મંદિર

naidunia_image
  • રાજસ્થાનના નાથદ્વારામાં શ્રીનાથજી મંદિર આવેલું છે.
  • આ મંદિરને વૈષ્ણવ સંપ્રદાયના વલ્લભ સંપ્રદાયનું સૌથી મહત્વપૂર્ણ તીર્થ સ્થાન માનવામાં આવે છે.
  • જ્યારે ક્રૂર મુઘલ શાસક ઔરંગઝેબે ગોકુલના મંદિરને તોડી પાડવાનો આદેશ આપ્યો ત્યારે વલ્લભ ગોસ્વામી મૂર્તિને અહીંથી નાથદ્વારા લાવ્યા અને અહીં મૂર્તિની પુનઃ સ્થાપના કરી.
  • આ મંદિર 12મી સદીમાં બનાવવામાં આવ્યું હતું.

સાંદીપનિ આશ્રમ, ઉજ્જૈન

naidunia_image
  • ભગવાન શ્રી કૃષ્ણએ મધ્ય પ્રદેશના પ્રસિદ્ધ તીર્થસ્થાન ઉજ્જૈનમાં સાંદીપની આશ્રમમાં અભ્યાસ કર્યો હતો.
  • એટલા માટે આ સ્થળ ઘણું મહત્વનું છે. અહીં ભગવાન શ્રી કૃષ્ણનું પ્રખ્યાત મંદિર પણ આવેલું છે.

પંઢરપુરનું વિઠોબા મંદિર

naidunia_image
  • મહારાષ્ટ્રમાં ભીમા નદીના કિનારે સોલાપુર શહેરની પશ્ચિમે પંઢરપુરનું વિઠોબા મંદિર આવેલું છે.
  • આ મંદિરમાં ભગવાન કૃષ્ણને વિઠોબાના રૂપમાં પૂજવામાં આવે છે.

અરુલમિગુ શ્રી પાર્થસારથી સ્વામી મંદિર

  • ચેન્નાઈમાં આવેલું આ મંદિર 8મી સદીમાં બનેલું છે.
  • અહીં ભગવાન વિષ્ણુની ઘણી આકર્ષક મૂર્તિઓ છે.