Janmashtami 2024: દેશ-વિદેશમાં જન્માષ્ટમીની ધૂમ, મંદિરોમાં ઉમટી રહી છે ભક્તોની ભીડ, મથુરા-વૃંદાવનમાં ભવ્ય ઝાંખી

By: Nilesh ZinzuwadiaEdited By:Nilesh ZinzuwadiaPublish Date: Mon, 26 Aug 2024 09:12 PM (IST)Updated: Mon, 26 Aug 2024 09:13 PM (IST)
shree-krishna-janmashtami-2024-delhi-to-mathura-all-temples-are-decked-up-to-celebrate-lord-krishna-birthday

Janmashtami 2024 News Updates: શ્રીકૃષ્ણ જન્માષ્ટમી પ્રસંગે દેશભરમાં ઉજવણીની તૈયારી થઈ રહી છે. દિલ્હી- ઉત્તર પ્રદેશથી લઈ મથુરા, ગુજરાતના મંદિરોમાં ભક્તોની મોટી ભીડ ઉમટી રહી છે. દ્વાપર યુગમાં ભદ્રપદ મહિનાના કૃષ્ણ પક્ષની અષ્ટમીની રાત્રે ભગવાન શ્રીકૃષ્ણનો જન્મ થયો હતો. શ્રી કૃષ્ણનો જન્મ રાત્રે થયો હતો અને માટે જન્માષ્ટમી રાત્રીના સમયે ઉજવવામાં આવે છે.

મથુરા-વૃંદાવન સહિત દેશભરના મુખ્ય કૃષ્ણ મંદિરોમાં જન્માષ્ટમીની ધૂમધામથી ઉજવણી કરવામાં આવી રહી છે. મથુરામાં જન્મભૂમિ મંદિરમાં કાન્હાના જન્મ બાદ રાત્રીના 12 વાગે ભગવાનના પંચામૃત અભિષેક કરવામાં આવશે. જ્યારે ગુજરાતના દ્વારકાધીશ મંદિરના કપાટ રાત્રે 2.30 વાગ્યા સુધી ખુલ્લા રહેશે.