Relationship Tips: પ્રેમનો ઈઝહાર કરવાની વાત આવે ત્યારે આપણે આપણા પાર્ટનરને 'I LOVE YOU'કહીએ છીએ. ચોક્કસપણે આ ત્રણ જાદુઈ શબ્દ છે પરંતુ એવું જરૂરી નથી કે તમે દર વખતે આ જ શબ્દોનો ઉપયોગ કરો. તમારા સંબંધોમાં નવીનતા લાવવા માટે તમારે તમારા પ્રેમનો ઈઝહાર કરવાની રીત પણ બદલવી પડશે.
આજે આ આર્ટીકલમાં અમે તમને એવી જ કેટલીક રીતો જણાવી રહ્યા છીએ, જેને અપનાવીને તમે ખૂબ જ અનોખા અંદાજમાં તમારા પાર્ટનર સાથે તમારા પ્રેમનો ઈઝહાર કરી શકો છો.
સરપ્રાઈઝ આપો
એવું જરૂરી નથી કે આ સરપ્રાઈઝ તમે બહાર જ આપો. તમે તમારા પાર્ટનરને તમારા પોતાના હાથથી કંઈક બનાવીને પણ ખવડાવી શકો છો. જો તમે ઈચ્છો તો ઘરે કે બહાર કેન્ડલ લાઈટ ડિનરનો પ્લાન કરો. આ દરમિયાન પ્રયાસ કરો કે તમારી અને તમારા પાર્ટનરની વચ્ચે કોઈ બીજું ન આવે. તમે આરામથી અહીં બેસીને તેમના મનની વાતોને સાંભળો.
સાથે સમય વિતાવો
કામમાં વ્યસ્ત હોવાને કારણે મોટાભાગના કપલ્સ સાથે સમય વિતાવી શકતા નથી. આવી સ્થિતિમાં તમે ઈચ્છો તો તમારા પાર્ટનરની સાથે સમય પસાર કરવા માટે તેમની સાથે શોપિંગ પર જઈ શકો છો. ઘરના કરિયાણાથી લઈને અન્ય વસ્તુઓની ખરીદી માટે તમારા પાર્ટનરની સાથે માર્કેટ જાઓ.
સાથે હોવાનો અપાવો વિશ્વાસ
ક્યારેય પણ તમારા પાર્ટનરને એવો અહેસાસ ન થવા દો કે તેઓ બધું જ એકલા મેનેજ કરી રહ્યા છે. આ માટે તેમને તમારા હોવાનો અહેસાસ કરાવો. સમય સમય પર તેમની સાથે વાત કરો અને તેમની સમસ્યાઓ વિશે જાણો. જે સમસ્યાઓનો ઉકેલ આવી શકે છે તેને ઉકેલો. તેમને તે અહેસાસ કરાવો કે તેઓ એકલા નથી, તમે દરેક પરિસ્થિતિમાં તેમની સાથે છો.
વખાણ કરો
એકલા હોય ત્યારે તો તમે તમારા પાર્ટનરના વખાણ કરતાં જ હશો, પરંતુ જો તમે તમારા પરિવારના સભ્યોની સામે તમારા પાર્ટનરના વખાણ કરશો તો તેનાથી તેમને સારું લાગશે. વખાણ માત્ર તેમની સુંદરતા કે સ્માર્ટનેસ માટે જ નથી હોતા. તમે તમારે તમારા પાર્ટનરની હિંમત, તેમના કામના પણ વખાણ કરો.