Nutan Varshabhinandan Wishes in Gujarati 2025: સમગ્ર દેશમાં નવા વર્ષની ઉજવણી વિવિધ કેલેન્ડર અને પ્રાદેશિક માન્યતાઓ અનુસાર જુદી જુદી રીતે કરવામાં આવે છે. જ્યાં કેટલાક લોકો ગ્રેગોરિયન કેલેન્ડર બદલાવવાની ઉજવણી કરે છે, તો હિંદુ કેલેન્ડર પ્રમાણે, ચૈત્ર નવરાત્રીથી નવા વર્ષની ઉજવણી થાય છે. જોકે, ગુજરાતીઓ માટે નવું વર્ષ એટલે દિવાળીનો બીજો દિવસ.
ગુજરાતી સંસ્કૃતિમાં આ દિવસને બેસતું વર્ષ અથવા નૂતન વર્ષ તરીકે ઓળખવામાં આવે છે, જે કારતક મહિનાના શુક્લ પક્ષની પ્રતિપદા તિથિથી પ્રારંભ થાય છે. હિન્દુ કેલેન્ડર મુજબ, આ દિવસ ગુજરાતીઓ માટે નવા વર્ષનો પ્રારંભ ચિહ્નિત કરે છે.
આ વર્ષે, ગુજરાતીઓનું નવું વર્ષ એટલે કે બેસતું વર્ષ 22 ઓક્ટોબર, 2025ના રોજ આવી રહ્યું છે. આ પવિત્ર દિવસે, લોકો એકબીજાને મળીને 'સાલ મુબારક' અને 'નૂતન વર્ષાભિનંદન' કહીને હાર્દિક શુભેચ્છાઓ પાઠવે છે. આ શુભેચ્છાઓ આપસી પ્રેમ અને આદર વ્યક્ત કરવાની એક સુંદર પરંપરા છે.
નૂતન વર્ષાભિનંદન સુવિચાર | Nutan Varshabhinandan 2025 Wishes In Gujarati
તમારા જીવનમાં ખુશીઓનો અખૂટ ખજાનો મળે,
સફળતાના શિખરો સર કરો.
આવનારું વર્ષ તમારા માટે ખૂબ ખૂબ મંગલમય રહે.
આ નવું વર્ષ આપના જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ લાવે,
પ્રભુ તમારી દરેક મનોકામના પૂર્ણ કરે.
બેસતું વર્ષની હાર્દિક શુભેચ્છાઓ!
બેસતા વર્ષની દિવ્ય જ્યોત
તમારા માર્ગને સફળતા અને સમૃદ્ધિ તરફ દોરી જાય.
નૂતન વર્ષે તમે નવી ઊંચાઈઓ પાર કરો.
નવી પ્રભાત નવા કિરણો સાથે, નવો દિવસ એક સુંદર સ્મિત સાથે - નવા વર્ષની હાર્દિક શુભેચ્છાઓ!
પ્રગતિ અને સફળતાના નવા દ્વાર ખુલે,
તમારું આખું વર્ષ ઉત્તમ સ્વાસ્થ્યથી ભરેલું રહે.
તમને અને તમારા પરિવારને નૂતન વર્ષાભિનંદન!
નવા વર્ષનો પ્રારંભ પ્રસન્નતા અને હર્ષોલ્લાસથી થજો.
આ વર્ષ તમને દરેક મુશ્કેલીને હરાવવા શક્તિ આપે.
હેપ્પી ન્યૂ યર!
નવું વર્ષ - નવી શરૂઆત!
આ વર્ષ તમને નવી આશાઓ, નવા અવસર અને નવી ખુશીઓ આપે.
નૂતન વર્ષાભિનંદન!
આ નવું વર્ષ આપના માટે ખુશીઓ ભર્યું રહે, આપના સહ પરિવાર માં સુખ અને શાંતિ બની રહે - નૂતન વર્ષાભિનંદન!
તમારા જીવનની યાત્રામાં
સુખ, શાંતિ, સમૃદ્ધિ અને સારું સ્વાસ્થ્ય જળવાઈ રહે.
નવા વર્ષની હૃદયપૂર્વકની શુભકામનાઓ.
તમારા જીવનમાં નવા કિરણનું આગમન થાય,
દરેક દિવસ નવી આશાઓ અને તકોથી ભરેલો હોય.
તમને અને તમારા પરિવારને નવા વર્ષની શુભકામના.
