Nutan Varshabhinandan Quotes in Gujarati 2025: હિન્દુ કેલેન્ડર મુજબ, ગુજરાતી નવું વર્ષ કારતક મહિનાના શુક્લ પક્ષની પ્રતિપદા તિથિથી શરૂ થાય છે. આ પવિત્ર દિવસને નૂતન વર્ષ અથવા બેસતું વર્ષ તરીકે ઓળખવામાં આવે છે, અને આ વર્ષે તેની ઉજવણી 22 ઓક્ટોબર, 2025ના રોજ થશે.
ગુજરાતમાં દિવાળી પછીનો આ દિવસ ખૂબ જ ઉમંગ અને હર્ષોલ્લાસ સાથે મનાવવામાં આવે છે. આ દિવસે લોકો એકબીજાના ઘરે જઈને અથવા સોશિયલ મીડિયાના માધ્યમથી શુભેચ્છાઓ પાઠવે છે.
આ પણ વાંચો
જો તમે પણ તમારા નજીકના સંબંધીઓ અને મિત્રોને નવા વર્ષની હાર્દિક શુભકામનાઓ આપવા માંગતા હો, તો અહીં અમે કેટલાક ખાસ ગુજરાતી નવા વર્ષના સંદેશાઓ લાવ્યા છીએ. આ પસંદગીના મેસેજ મોકલીને તમે તમારા પ્રિયજનોને નૂતન વર્ષાભિનંદન પાઠવી શકો છો અને તેમના જીવનમાં સુખ-સમૃદ્ધિની કામના કરી શકો છો.
નૂતન વર્ષાભિનંદન શુભકામના અને સુવિચાર | Nutan Varshabhinandan 2025 Quotes In Gujarati
નવું વર્ષ સુખમય બની રહે!
તમારા જીવનમાં પ્રેમ, શાંતિ અને સકારાત્મકતા છવાય.
હેપ્પી બેસ્તુ વર્ષ!
નૂતન વર્ષાભિનંદન! આજથી શરૂ થતું નૂતન વર્ષ આપ સૌના જીવનમાં સુખદાયી, ફળદાયી અને પ્રગતિ આપનારું નીવડે તેવી શુભકામનાઓ.
આ વર્ષ તમને નવી સિદ્ધિઓ અને ઉત્સાહ આપે,
જીવનમાં સુખદ પરિવર્તન લાવે.
નૂતન વર્ષાભિનંદન!
આ વર્ષ આપના દરેક દિવસને ખુશીઓથી ભરી દે.
આશા છે કે આ નવું વર્ષ તમારા માટે શુભ નીવડે.
નૂતન વર્ષાભિનંદન!
નૂતન સંકલ્પ, નૂતન આશા,
નવીન વિચાર અને નવીન ઉત્સાહ સાથે
નવા વર્ષની ખૂબ ખૂબ શુભેચ્છાઓ.
સાલ મુબારક!
આવનારું નવું વર્ષ આપ સૌના જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ લાવે એવી અંતઃકરણપૂર્વક શુભેચ્છાઓ!
જય શ્રી કૃષ્ણ.
આ નવા વર્ષે તમારા જીવનમાં પ્રેમ અને આનંદની મીઠાશ ભરાઈ રહે.
તમને અને તમારા સ્નેહીજનોને સાલ મુબારક!
તમારું આવનારું વર્ષ અદ્ભુત સાહસો,
સિદ્ધિઓ અને યાદોથી ભરેલું રહે.
તમારા બધા સપના સાકાર થાય તેવી કામના.
હેપ્પી ગુજરાતી ન્યૂ યર!
આવો, સૌ સાથે મળી આ નૂતન વર્ષમાં આત્મનિર્ભર અને વિકસિત રાષ્ટ્રના નિર્માણમાં સહભાગી થઈએ… નૂતન વર્ષાભિનંદન!
બેસતું વર્ષ મુબારક!
આ નવું વર્ષ તમારું જીવન ખુશીઓથી ઝળહળતું રાખે
અને દરેક દિવસ આનંદથી ભરાઈ જાય.
