Walnuts Eating Side Effects: આપણે બધા જાણીએ છીએ કે અખરોટ સ્વાસ્થ્ય માટે કેટલા ફાયદાકારક છે. પરંતુ શું તમે જાણો છો કે અખરોટનું વધુ પડતું સેવન સ્વાસ્થ્ય માટે હાનિકારક પણ હોઈ શકે છે. આમ તો અખરોટ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. કારણ કે અખરોટમાં વિટામીન, ફાઈબર, મેગ્નેશિયમ અને એન્ટી ઓક્સીડેન્ટ, વિટામીન ઈ જેવા તત્વો હોય છે. જે શરીરને ઘણા ફાયદા પહોંચાડવામાં મદદ કરી શકે છે. અખરોટનું સેવન ડાયાબિટીસના દર્દીઓ માટે ફાયદાકારક માનવામાં આવે છે. અખરોટમાં પોલીઅનસેચ્યુરેટેડ ફેટી એસિડ જોવા મળે છે જે શરીરમાં ખરાબ કોલેસ્ટ્રોલને ઓછું કરીને સારા કોલેસ્ટ્રોલના નિર્માણમાં મદદ કરી શકે છે. તો ચાલો જાણીએ ક્યા લોકોએ અખરોટનું સેવન ન કરવું જોઈએ.
વધુ પડતા અખરોટના સેવનથી થાય છે આ નુકસાન
સ્થૂળતા
અખરોટમાં કેલેરી અને ફાઈબરની સારી માત્રા હોય છે, જે વજનને વધારવામાં મદદ કરી શકે છે. જો તમે વધુ પડતા અખરોટનું સેવન કરો છો તો તેનાથી વજન વધી શકે છે.
એલર્જી
ઘણા લોકોને અખરોટ ખાવાથી એલર્જીની સમસ્યા થઈ શકે છે. એટલા માટે જો તમને તેને ખાવાથી કોઈપણ પ્રકારની એલર્જી થઈ રહી છે તો તમે તેને ન ખાઓ.
પાચન
અખરોટમાં ફાઈબર સારી માત્રામાં મળી આવે છે. જો તમે અખરોટનું વધુ સેવન કરો છો તો તેનાથી તમને એલર્જીની સમસ્યા થઈ શકે છે.
અલ્સર
અખરોટ ખાવાથી પેટમાં ગરમી વધી શકે છે. જેના કારણે અલ્સરની સમસ્યા થઈ શકે છે. તેથી જો તમને પહેલેથી જ આ સમસ્યા છે તો તમારે તેને ખાવાનું ટાળવું જોઈએ.
મોઢામાં ચાંદા
અખરોટની તાસીર ગરમ હોય છે. જો તમે વધુ પડતા અખરોટ ખાશો, તો તેનાથી મોઢામાં ચાંદા પડી શકે છે.
ડાયરિયા
જો તમે અખરોટનું વધારે સેવન કરો છો તો તેનાથી તમને ડાયેરિયાની સમસ્યા થઈ શકે છે.
ત્વચા પર ફોલ્લીઓ
અખરોટના વધુ પડતા સેવનથી ત્વચા પર ફોલ્લીઓ થવાનું જોખમ પણ વધી શકે છે. તેથી છાલમાં એવા તત્વો જોવા મળે છે, જે ત્વચા પર લાલ રેશેજ પેદા કરી શકે છે.
ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો ગુજરાતી જાગરણની ન્યૂઝ એપ.